• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Jagannath Puri Rath Yatra 2022, Photos Of Jagannath Rathyatra 2022, Lord Jagannath, Balabhadra Ji And Subhadra Go Out In Three Different Chariots,

આજથી જગન્નાથ રથયાત્રા શરૂ:ત્રણ અલગ-અલગ રથમાં ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને સુભદ્રા બિરાજે છે, લાખો ભક્તો યાત્રામાં સામેલ થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 1 જુલાઈ એટલે આજથી ઓરિસ્સામાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ છે. દર વર્ષે અષાઢ મહિનાના સુદ પક્ષની બીજ તિથિએથી યાત્રા શરૂ થાય છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણ અલગ-અલગ રથ હોય છે. આ રથમાં ભગવાન વિરાજિત થાય છે અને યાત્રાએ જવા રવાના થાય છે. અષાઢ સુદ દશમીએ આ ત્રણેય રથ ફરીથી મુખ્ય મંદિર તરફ પ્રસ્થાન કરે છે. રથયાત્રાની થોડી ખાસ તસવીર....

રથયાત્રાના આ રથનું નિર્માણ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. રથ બનાવવામાં કોઈપણ પ્રકારની ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ત્રણેય રથ પવિત્ર લાકડાઓથી બનાવવામાં આવે છે. રથ બનાવવા માટે સ્વસ્થ અને શુભ ઝાડની ઓળખ કરવામાં આવે છે.

રથ માટે લાકડાની પસંદગીનું કામ વસંત પંચમીથી શરૂ થઈ જાય છે. તે પછી અખાત્રીજે રથ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે.

ભગવાન જગન્નાથના રથમાં કુલ 16 પૈડા હોય છે. જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો હોય છે અને આ રથ અન્ય બે રથથી આકારમાં થોડો મોટો પણ હોય છે.

જગન્નાથજીના રથ પાછળ બળભદ્ર અને સુભદ્રાના રથ હોય છે. જગન્નાથના રથ ઉપર હનુમાનજી અને ભગવાન નૃસિંહનું ચિહ્ન બનાવવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી શહેરનું ભ્રમણ કરીને જગન્નાથ મંદિરથી જનકપુરના ગુંડીચા મંદિર પહોંચે છે. અહીં ભગવાનની માસીનું ઘર છે.

યાત્રાના બીજા દિવસે રથ ઉપર રાખવામાં આવતી ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીની મૂર્તિઓને વિધિ-વિધાન સાથે ઉતારવામાં આવે છે અને માસીના મંદિરમાં સ્થાપિત કરવામાં આવે છે. ભગવાન માસીને ત્યાં સાત દિવસ સુધી આરામ કરે છે અને 8મા દિવસે એટલે અષાઢ સુદ દશમીએ ત્રણેય દેવી-દેવતાઓને રથમાં બેસાડીને યાત્રા શરૂ થાય છે. આ યાત્રાને બહુડા યાત્રા કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથના રથના સારથી દારૂક છે. આ રથના રક્ષક ગરુડ અને નૃસિંહ છે. રથમાં જય અને વિજય નામના બે દ્વારપાળ પણ હોય છે.

રથના ઘોડા સફેદ હોય છે અને તેમના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. રથને ખેંચવામાં આવતા દોરડાને શંખચૂડ કહેવાય છે. આ એક નાગનું નામ છે. રથયાત્રામાં 8 ઋષિ પણ રહે છે. આ ઋષિ નારદ, દેવલ, વ્યાસ, શુક, પારાશર, વશિષ્ઠ, વિશ્વામિત્ર અને રૂદ્ર છે.

અન્ય સમાચારો પણ છે...