ઉત્તરાખંડનું ઐતિહાસિક શહેર જોશીમઠનું અસ્તિત્વ હાલ સંકટમાં છે. મકાનમાં તિરાડ પડવાને લીધે અનેક લોકો પોતાનાં ઘર છોડવા માટે મજબૂર થઈ ગયા છે. જોશીમઠ હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, ખૂબ જ મહત્ત્વપૂર્ણ શહેર છે. ઉત્તરાખંડના જોશીમઠમાં ભગવાન નૃસિંહનું લગભગ 1 હજાર વર્ષ કરતાં પણ વધારે જૂનું મંદિર છે, જેનો સંબંધ સૃષ્ટિના વિનાશ સાથે માનવામાં આવે છે. આ મંદિરને નૃસિંહ બદરી પણ કહેવામાં આવે છે. અહીં દર્શન કરવાથી બધાં સંકટ દૂર થઈ જાય છે. માન્યતા છે કે અહીં ભગવાન નૃસિંહ દરેક ઇચ્છા પૂર્ણ કરે છે.
આ મંદિરમાં લોકોની અવરજવર આખું વર્ષ રહે છે. ત્યાં જ ઠંડીના દિવસોમાં ભગવાન બદરીનાથ આ મંદિરમાં વિરાજિત રહે છે. અહીં તેમની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે જોશીમઠમાં નૃસિંહ ભગવાનનાં દર્શન કર્યાં વિના બદરીનાથ ધામની યાત્રા પૂરી માનવામાં આવતી નથી.
શાલિગ્રામ પથ્થર દ્વારા ભગવાન નૃસિંહની મૂર્તિ બનેલી છે
મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ શાલિગ્રામ પથ્થર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિનું નિર્માણ આઠમી સદીમાં કાશ્મીરના રાજા લલિતાદિત્ય યુક્કા પીડાના શાસનકાળ દરમિયાન કરવામાં આવ્યું છે અને થોડા લોકોના જણાવ્યા પ્રમાણે, આ મૂર્તિ સ્વયં પ્રકટ થઇ ગઈ હતી. મૂર્તિ લગભગ 10 ઈંચની છે અને ભગવાન નૃસિંહ કમળ ઉપર બિરાજમાન છે. ભગવાન નૃસિંહ સાથે આ મંદિરમાં બદ્રીનાથ, ઉદ્ધવ અને કુબેરની મૂર્તિઓ પણ સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિંહની જમણી બાજુ ભગવાન રામ, માતા સીતા, હનુમાનજી અને ગરુડની મૂર્તિઓ સ્થાપિત છે અને ડાબી બાજુ કાલિકા માતાની પ્રતિમા છે.
મંદિર સ્થાપનાને લઈને અનેક મત મળે છે
રાજતરંગિણી ગ્રંથ પ્રમાણે, 8મી સદીમા કાશ્મીરના રાજા લલિતાદિત્ય મુક્તાપીડ દ્વારા પોતાની દિગ્વિજય યાત્રા દરમિયાન પ્રાચીન નૃસિંહ મંદિરનું નિર્માણ ઉગ્ર નૃસિંહની પૂજા માટે થયું, જે ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ સિવાય પાંડવો સાથે જોડાયેલી માન્યતા છે કે તેમણે સ્વર્ગરોહિણી યાત્રા દરમિયાન આ મંદિરનાં મૂળ રાખ્યાં હતાં. ત્યાં જ એક અન્ય મત પ્રમાણે આ મંદિરની સ્થાપના આદિ ગુરુ શંકરાચાર્યે કરી, કેમ કે તેઓ નૃસિંહ ભગવાનને પોતાના આરાધ્ય માનતા હતા. એક અન્ય માન્યતા પ્રમાણે, મંદિરમાં નૃસિંહ ભગવાનની જે મૂર્તિ છે, એ ખોદકામ દરમિયાન મળેલી છે. આ મૂર્તિનો ડાબો હાથ પાતળો છે અને એ દિવસે ને દિવસે પાતળો થઈ રહ્યો છે, જે વિનાશનો સંકેત આપે છે.
મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ રાખવામાં આવી છે
આ મંદિરમાં આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી પણ રાખવામાં આવી છે. કેદારખંડના સનત કુમાર સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન નૃસિંહની મૂર્તિથી તેમનો હાથ તૂટીને પડી જશે ત્યારે વિષ્ણુપ્રયાગની નજીક પટમિલા નામના સ્થાનમાં આવેલ જય અને વિજય નામના પહાડ એકબીજા સાથે મળી જશે અને બદરીનાથનાં દર્શન થઈ શકશે નહીં. ત્યારે જોશીમઠના તપોવન ક્ષેત્રમાં આવેલા ભવિષ્ય બદરી મંદિરમાં ભગવાન બદરીનાથનાં દર્શન થશે. કેદારખંડના સનતકુમારમાં પણ આ બાબતનો ઉલ્લેખ મળી આવે છે.
ભવિષ્ય બદ્રી મંદિર પાસે એક પથ્થર ઉપર શંકરાચાર્યે ભવિષ્યવાણી લખેલી છે. જોકે જે ભાષામાં ભવિષ્યવાણી લખેલી છે એને આજ સુધી કોઈપણ વાંચી શક્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.