શક્તિપીઠ:દેવી સતીનાં આ 4 શક્તિપીઠ નિશ્રિત રૂપે ક્યાં આવેલાં છે એના વિશે આજેય કોઈ જાણતું નથી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મા શક્તિનું આરાધ્ય પર્વ શરૂ થવા જઈ રહ્યું છે. દેવી દૂર્ગાના અલગ અલગ સ્વરૂપોની સાધના માટે દેશનાં તમામ શક્તિપીઠો પર માઈભક્તોની ભીડ જોવા મળે છે. પુરાણો અનુસાર, જ્યાં જ્યાં સતીનાં અંગો વિખેરાયાં એ સ્થાન શક્તિપીઠો તરીકે વિખ્યાત થયા છે. હિંદુ ધર્મમાં કુલ 51 શક્તિપીઠો હોવાનું જણાવાયું છે, પણ આ 51 શક્તિપીઠોમાંથી 4 શક્તિપીઠ એવાં છે, જે વિશે આજે પણ તપાસ ચાલી રહી છે. આવો, જાણીએ ક્યાં છે આ ચાર શક્તિપીઠ, જેના વિશે કોઈ જાણતું નથી.

રત્નાવલી શક્તિપીઠ
એવી માન્યતા છે કે આ શક્તિપીઠમાં દેવી માતાનો જમણો ખભો પડ્યો હતો. આ અંગ ચેન્નઈની આસપાસમાં ક્યાંક પડ્યું છે. આ સ્થાન નિશ્રિત રીતે ક્યાં છે એ આજેય કોઈને ખબર નથી. એની તપાસ ચાલી રહી છે, પણ બંગાજ પંજિકા અનુસાર આ સ્થાન તામિલનાડુના ચેન્નાઈમાં ક્યાંક આવેલું છે. રત્નાવલી શક્તિપીઠની શક્તિ કુમારી તથા ભૈરવ શિવ છે.

કાલમાધવ શક્તિપીઠ

આ શક્તિપીઠ વિશે એવી માન્યતા છે કે આ સ્થાન પર દેવી માતાના નિતંબ (કુલા) પડ્યાં હતા. આ શક્તિપીઠ ક્યાં છે તે વિશે આજેય અતોપતો નથી. કોઈ શોધી શક્યું નથી. તો આ શક્તિપીઠ મધ્યપ્રદેશમાં અમરકંટકની આસપાસ હોવાનું મનાય છે. અહિં માતાનું ડાબુ નિતંબ પડ્યું હતું. અહિંની શક્તિ કાળી તથા ભૈરન અસિતાંગ છે.

લંકા શક્તિપીઠ

એવી માન્યતા છે કે દેવી માતાની એક શક્તિપીઠ લંકામાં આવેલી છે. અહિં માતાના ઝાંઝર(નુપુર) પડ્યા હતા. અહિં શક્તિ ઈન્દ્રાશ્રી તથા ભૈરવ રાક્ષસેશ્વર છે. શાસ્ત્રોમાં આ શક્તિપીઠ વિશે ઉલ્લેખ મળે છે પણ તેના ચોક્કસ સ્થાન વિશે આજ સુધી કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

પંચસાગર શક્તિપીઠ

આ શક્તિપીઠ વિશે પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે પણ તે નિશ્રિત રીતે ક્યાં આવેલી છે તે વિશે કોઈ જ માહિતી નથી. જો કે તે વારાણસી(ઉત્તરપ્રદેશ)ની આસપાસ આવેલી હોવાની એવી માન્યતા છે કે આ સ્થાન પર સતી માતાનું નીચલું જડબું પડ઼્યું હતું. આ સ્થાન પર દેવી સતીને વરાહી કહેવામાં આવે છે. અહિંની શક્તિ વારાહી તથા ભૈરવ મહારુદ્ધ છે. આ એક પ્રસિદ્ધ શક્તિપીઠ છે પણ તેનું નિશ્રિત સ્થાન કોઈને ખબર નથી. આજે પણ તેની શોધ ચાલે છે.

કોઈ કહે છે કે આ ચાર શક્તિપીઠમાંથી એક ચેન્નાઈમાં, એક મધ્યપ્રદેશમાં, એક લંકામાં, એક સમુદ્રમાં તો એક અરબી સમુદ્ર કે પાકિસ્તાનના આસપાસ કે પછી હિમાલયની દુર્ગમ પહાડીઓની વચ્ચે કોઈ સ્થળે હોવાનું માનવામાં આવે છે. જો કે આ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી. આ બધી વાતો જ છે. આજેય પણ આ શક્તિપીઠો માનવીઓની પહોંચથી બહાર છે.