તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • It Is Necessary To Give Children Two Values, When They Become Big And Capable, Then They Have The Passion To Serve Others And The Responsibility Towards The Country

આજનો જીવનમંત્ર:બાળકોને બે સંસ્કાર આપવા જરૂરી છે, જ્યારે તેઓ સક્ષમ બને ત્યારે તેમનામાં અન્યની સેવા કરવાનો ઉત્સાહ અને દેશ પ્રત્યે જવાબદારી હોય

3 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

બાળકોને બે સંસ્કાર આપવા જરૂરી છે, જ્યારે તેઓ સક્ષમ બને ત્યારે તેમનામાં અન્યની સેવા કરવાનો ઉત્સાહ અને દેશ પ્રત્યે જવાબદારીહોય

મહાત્મા ગાંધીની બાળકોને સમજાવવાની પોતાની એક રીત હતી. તેઓ જ્યારે પણ બાળકો સાથે વાત કરતા, તેમના સવાલોનો જવાબ આપતા ત્યારે આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખતા હતા કે તેમના જવાબ બાળકોમાં એક સંસ્કારના બીજનું કામ કરે.

એકવાર ગાંધીજીને મળવા માટે એક બાળક આવ્યો. તેમણે સંપૂર્ણ આત્મીયતા સાથે બાળકો સાથે વાત કરી. ગાંધીજી હંમેશાંની જેમ પોતાના શરીર ઉપર માત્ર એક ધોતી પહેરતા હતાં. તેમના અડધા ખુલ્લા શરીરને જોઈને એક બાળકે ગાંધીજીને પૂછ્યં તમે બધા કપડા કેમ પહેરતા નથી.

ગાંધીજીએ ખૂબ જ ઊંડો વિચાર કરીને જવાબ આપ્યો, હું પૂર્ણ કપડા એટલે નથી પહેરતો કેમ કે હું ખૂબ જ ગરીબ છું. બાળકે ગાંધીજીને કહ્યું, એવી વાત છે તો હું મારી માતાને કહીશ કે તેઓ તમારી માટે એક કૂર્તો સીવી આપે.

ગાંધીજીએ જવાબ આપ્યો, એક કૂર્તાથી મારું કામ નથી બને, મારો આખો પરિવાર જ ગરીબ છે. બાળકે ફરી કહ્યું તો મારી માતા તમારા સંપૂર્ણ પરિવાર માટે કૂર્તો સીવી આપશે. ગાંધીજીએ જવાબ આપ્યો, મારો પરિવાર ખૂબ જ મોટો છે. તમારી માતા બધાના કપડા સીવી શકશે નહીં.

બાળકે ફરી પૂછ્યું, કેટલો મોટો પરિવાર છે? ગાંધીજીએ કહ્યું, 40 કરોડ લોકોનો પરિવાર છે. આ સંપૂર્ણ દેશ મારો પરિવાર છે. આ પરિવારમાં મોટાભાગના લોકો એવા છે જેમની પાસે શરીર ઢાંકવા માટે કપડા પણ નથી.

બાળક થોડીવાર માટે મૌન રહ્યો, પછી તેણે કહ્યું. ત્યારે તો મારી માતા સાચે જ આટલા લોકો માટે કપડા સીવી શકશે નહીં, પરંતુ જ્યારે હું મોટો થઇ જઇશ ત્યારે હું એવું કામ કરીશ જેનાથી લોકોને પહેરવા માટે કપડા મળી શકે.

ગાંધીજી સમજી ગયા કે બાળકમાં દેશ ભક્તિ અને સેવાના સંસ્કારનો બીજ ઊગી ગયો છે. તેમનો જવાબ બાળકોને દેશ સાથે જોડવાનો હતો.

બોધપાઠ- બાળકોને જ્યારે પણ તેમના સવાલનો જવાબ આપો, ત્યારે કોશિશ કરો કે તે જવાબ તેમના સંસ્કારનો ભાગ બની જાય. બાળકોને અન્યની મદદ કરવા અને દેશ સેવા કરવાના સંસ્કાર આપવા જરૂરી છે.