• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • It Is More Important To Fulfill What Is Our Main Duty, If We Do Not Do This, Then We May Have To Lose Our Position, Prestige And Property.

આજનો જીવનમંત્ર:જે આપણાં મુખ્ય કર્તવ્ય છે તેને પૂરા કરવા જરૂરી છે, જો એવું ન કરી શકાય તો આપણું પદ, પ્રતિષ્ઠા અને સંપત્તિ ત્રણેય નષ્ટ પામે છે

6 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

અભ્યાવર્તી અને પ્રસ્તોક નામના બે રાજા હતાં. બંને ખૂબ જ સારા મિત્રો હતાં. બંનેના રાજ્યની સીમાઓ પણ મળતી હતી. બંને જ મોટા ધાર્મિક અને ચરિત્રવાન હતાં. બંને જ મિત્ર હતા અને રાજ્યોની સીમાઓ પણ એકબીજા પાસે હતી, જેથી ક્યારેય તેમના રાજ્યો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ નહીં. પ્રજા પણ ખૂબ જ સુખ અને શાંતિમાં જીવન પસાર કરી રહી હતી, પોત-પોતાના રાજાઓથી પણ તેઓ પ્રસન્ન હતાં.

રાજ્યોમાં લગભગ રોજ યજ્ઞ, અનુષ્ઠાન, ધાર્મિક આયોજન, દાનકર્મ અને પૂજા-પાઠ થતાં રહેતાં હતાં. એકવાર અસુરોએ આ બંને રાજાઓના રાજ્ય ઉપર હુમલો કરી દીધો. હુમલો એટલો જબરદસ્ત હતો કે બંને રાજ્યોની સેનાઓ તેમની સામે ટકી શકી નહીં. અસુરોએ બંને રાજ્યોને લૂટી લીધાં. જનતાને પણ નુકસાન પહોંચાડ્યું.

આ સ્થિતિમાથી બહાર આવ્યાં પછી અભ્યાવર્તી અને પ્રસ્તોક ભારદ્વાજ ઋષિ પાસે પહોંચ્યાં. બંનેએ ઋષિ ભારદ્વાજને કહ્યું કે તમે અમારા ગુરુ છો, મહાન ઋષિ છો, એટલે અમે તમને પૂછવા માગીએ છીએ કે અમારી સાથે આવું શા માટે થયું. અમે બંને તો ચરિત્રવાન અને ધાર્મિક છીએ, દેવતાઓ માટે રોજ યજ્ઞ વગેરેનું આયોજન કરીએ છીએ, પ્રજા પણ અમારાથી પ્રસન્ન છે. પછી અમારા ઉપર આક્રમણ શા માટે?

ભારદ્વાજ ઋષિએ જવાબ આપ્યો, જોકે હું આવા વિષયોમાં પડતો નથી. પરંતુ તમે બંનેએ પૂછ્યું છે તો હું આજે તમને જણાવું છું. ધર્મ-કર્મ જરૂરી છે. આ કામ તમે કરો છો તે ખૂબ જ સારી વાત છે, પરંતુ તમે બંને ક્ષત્રિય છો, તમારો મૂળ ધર્મ રાજ્યની રક્ષા કરવાનો છે, એટલે સેનાની તૈયારી, યુદ્ધની રણનીતિ, સુરક્ષાની દેખરેખ અને શસ્ત્રોનો ભંડાર રાખવો પણ જરૂરી છે. રાજાએ માત્ર ધર્મ-કર્મમાં જ રસ લેવો જોઈએ નહીં.

પછી, ભારદ્વાજ ઋષિએ કહ્યું, આ મારો પુત્ર પાયૂ છે. આ સેનાની વ્યવસ્થા અને શસ્ત્ર વિદ્યામા શ્રેષ્ઠ છે. આ તમારા બંને સાથે જઈને તમારી સેના શક્તિને સુધારશે અને વધારશે. પિતાની મંજૂરી મેળવીને પાયૂ બંને રાજાઓ સાથે ગયો. તેણે બંને રાજાઓની સેનાને શ્રેષ્ઠ બનાવી. પછી, બંને રાજાએ મળીને અસુરો ઉપર હુમલો કર્યો. અસુર હારી ગયા અઅને બંને રાજ્યની સંપત્તિ તેમને ફરી મળી ગઈ.

બોધપાઠ- જે કામ આપણી સ્વાભાવિક જવાબદારી છે, તેમને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ધર્મ-કર્મ, સત્ય અને દાનકર્મ વ્યક્તિત્વ નિખારવામાં જરૂરી છે, પરંતુ તેની સાથે તે કામ પણ કરવું તેટલું જ જરૂરી છે, જે આપણું મૌલિક કર્તવ્ય છે.

અન્ય સમાચારો પણ છે...