તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • It Is Inauspicious To Have Amavasya On Sunday, Worship In The Afternoon On This Date And The Importance Of Bathing And Charity On The Next Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્વ:રવિવારે અમાસ તિથિનું હોવુ અશુભ મનાય છે, આ દિવસે બપોરે પૂજા-પાઠ અને બીજા દિવસે સ્નાન-દાનનું મહત્ત્વ

11 દિવસ પહેલા
  • રવિવારે શ્રાદ્ધ અને પૂજા પછી પિતૃઓ માટે દાનનો સંકલ્પ લેવો, બીજા દિવસે સોમવતી અમાસમાં જરૂરિયાતમંદ લોકોને દાન કરો

રવિવાર, 11 એપ્રિલના રોજ ફાગણ મહિનાની અમાસ છે. જ્યોતિષના સંહિતા ગ્રંથ પ્રમાણે રવિવારે અમાસ હોવું અશુભ માનવામાં આવે છે. આ સ્થિતિની દેશ-દુનિયા ઉપર અશુભ અસર પડે છે. આ તિથિએ તીર્થ અને પવિત્ર નદીઓમાં સ્નાન સાથે જ દાન અને પૂજા-પાઠ કરવાની પરંપરા છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે વર્તમાન પરિસ્થિતિને જોતા ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાથી તીર્થ સ્નાનનું ફળ મળી શકે છે. ફાગણ અમાસના દિવસે ગ્રહોની વિશેષ સ્થિતિ બનવાથી આ દિવસે પિતૃઓની વિશેષ પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. પિતૃઓ માટે આ દિવસે કરવામાં આવતી પૂજાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિથી બની રહેલાં પિતૃદોષનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે.

સોમવારે સ્નાન-દાનનું મહત્ત્વઃ-
રવિવારે અમાસ તિથિ આખો દિવસ રહેશે. પરંતુ બીજા દિવસે સોમવારે સવારે લગભગ સાડા 8 વાગ્યા સુધી આ તિથિ રહેશે. સૂર્યોદય વ્યાપિની અમાસ સાથે સોમવતી અમાસનો સંયોગ હોવાથી આ દિવસે સવારે તીર્થના જળથી સ્નાન કરવું. તે પછી પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ-જળ, કપડા કે અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો. આ દિવસે ગાયને ઘાસ પણ ખવડાવવું જોઇએ.

પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે ફાગણ અમાસના દિવસે શુ કરવું જોઇએઃ-

- રવિવારે સૂરજ ઉગતા પહેલાં સ્નાન કરી લો. તે પછી પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને પૂજા-પાઠ કરો.

- ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લો. તે પછી ગાયને લીલું ઘાસ ખવડાવો, કૂતરા અને કાગડાને રોટલી ખવડાવો.

- અમાસના દિવસે મહામૃત્યુંજય મંત્ર કે ભગવાન શિવના નામનો જાપ કરો.

- અમાસ તિથિ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી શકો છો. શક્ય ન હોય તો કોઇ મંદિરમાં લોટ, ઘી, દક્ષિણા, કપડા અથવા અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકો છો.

સોમવતી અમાસના દિવસે દાન-પુણ્યનું મહત્ત્વઃ-
સોમવતી અમાસના દિવસે ઘરમા પૂજા કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. કોઇ ગૌશાળામાં ઘાસ કે ધનનું દાન કરો. માન્યતા છે કે આ દિવસે કરવામાં આવતા દાનનું અનેક ગણું વધારે પુણ્ય ફળ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો