તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 ફેબ્રુઆરીએ તલચોથ:આ તિથિને વરદ વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે, આ વ્રત સુખી લગ્નજીવન અને સમૃદ્ધિ માટે કરવામાં આવે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સુદ અને વદ પક્ષની ચોથના દિવસે વ્રત અને ભગવાન ગણેશજીની પૂજા કરવાની પરંપરા છે

મહિનામાં 2 વાર ચોથ વ્રત કરવામાં આવે છે. વદ પક્ષની ચોથને સંકટા અને સુદ પક્ષની ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે. આ વખતે મહા મહિનાના સુદ પક્ષની ચોથ 15 ફેબ્રુઆરીએ આવી રહી છે. તેને વરદ, વિનાયક અથવા તલચોથ પણ કહેવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. તેની સાથે જ થોડા ગ્રંથોમાં ચોથ દેવીની પૂજા કરવાનું પણ વિધાન છે. ચોથ વ્રત પરિવાર અને લગ્નજીવનની સુખ-સમૃદ્ધિ માટે કરવામાં આવે છે. ધર્મ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ચોથ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.

ચંદ્ર દર્શન અને ગણેશ પૂજાઃ-
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સુદ અને વદ પક્ષની ચોથના દિવસે વ્રત કરવાની પરંપરા છે. આ દિવસે વ્રત સાથે જ ભગવાન ગણેશજીની પૂજા પણ કરવામાં આવે છે. શિવ પુરાણ પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ મદ્યાહન સમયે થયો હતો એટલે અહીં બપોરના સમયે ભગવાન ગણેશની પૂજા પ્રચલિત છે. આ વિસ્તારો સિવાય ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ પણ વ્રત કરવામાં આવે છે, પરંતુ અહીં સાંજે ગણેશ પૂજા પછી ચંદ્રના દર્શન અને પૂજા પછી વ્રત ખોલવાની પરંપરા છે.

પૂજન વિધિઃ-

  1. વિનાયક ચોથમાં ભગવાન ગણેશનું નામ લઇને જ વ્રતની શરૂઆત કરવામાં આવે છે.
  2. આ દિવસે માત્ર જમીનમાં ઉગતા ફળ અથવા એવા પાકનું સેવન કરવામાં આવે છે.
  3. વ્રતમાં ગણપતિ પૂજા પછી ચંદ્ર દર્શન કરો અને પછી જ ઉપવાસ ખોલો.
  4. આ વ્રત અંગે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જો આ દિવસે વિધિ-વિધાનથી ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સંકટ દૂર થાય છે.

મહત્ત્વઃ-

  • પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે વદ અને સુદ પક્ષની ચોથનું વ્રત કરવામાં આવે છે.
  • આ વ્રત સૂર્યોદયથી શરૂ થઇને બીજા દિવસે સૂર્યાસ્ત સુધી ચાલે છે. જોકે, સાંજે ચંદ્રના દર્શન અને પૂજા પછી એકવાર ભોજન કરવામાં આવે છે.
  • ભગવાન ગણેશ દરેક પ્રકારના કષ્ટને હરનાર અને કામકાજમાં આવતી મુશ્કેલીઓને દૂર કરનાર હોય છે એટલે તેમને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે.
  • ભગવાન ગણેશ સુખ પ્રદાન કરનાર છે. એટલે આ વ્રત રાખવાથી બધા કષ્ટ દૂર થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો