• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • It Has Been Said In The Texts On The Full Moon Of Chaitra Month, April 16, On This Day, Sins Committed Knowingly Or Unknowingly Are

16 એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ:ગ્રંથોમાં આ દિવસને પર્વ કહેવામાં આવે છે, આ દિવસે સ્નાન-દાનથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ માફ થાય છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૈત્ર મહિનાની પૂનમ 16 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાન જયંતી પણ ઊજવવામાં આવે છે. ગ્રંથોમાં આ દિવસને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પૂનમને મધુ પૂર્ણિમા કે ચૈતે પૂનમ પણ કહેવામાં આવે છે. આ પર્વમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે. સૂર્યને અર્ઘ્ય આપીને આખો દિવસ દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજાનો સંકલ્પ લેવામાં આવે છે. એટલે તેને સ્નાન અને દાનની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ-લક્ષ્મીજીની પૂજાનો દિવસ
ધર્મસિંધુ ગ્રંથ અને બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે તીર્થ સ્નાન, દાન, વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે. આ દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આ દિવસે ચંદ્ર પણ સોળ કળાઓથી પૂર્ણ હોય છે. ગ્રંથો પ્રમાણે આ દિવસે એક સમયે ભોજન કરીને પૂર્ણિમા, ચંદ્ર અથવા સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે.

આ દિવસે એક સમયે ભોજન કરીને પૂર્ણિમા, ચંદ્ર અથવા સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે
આ દિવસે એક સમયે ભોજન કરીને પૂર્ણિમા, ચંદ્ર અથવા સત્યનારાયણનું વ્રત કરવામાં આવે તો બધા જ પ્રકારના સુખ, સંપત્તિ અને શ્રેયની પ્રાપ્તિ થાય છે

ચૈત્ર પૂનમનું મહત્ત્વ અને તેની સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો

  • પૂનમના દિવસે હનુમાન જયંતી તથા વૈશાખ સ્નાનારંભ પણ કરવામાં આવે છે
  • આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ વ્રજમાં ઉત્સવ ઉજવ્યો હતો, જેને મહારાસના નામથી ઓળખવામાં આવે છે. આ મહારાસ કારતક મહિનાની પૂનમથી શરૂ થઇને ચૈત્ર મહિનાની પૂનમે સમાપ્ત થયો હતો.
  • ચૈત્ર મહિનાની પૂનમના દિવસે સ્ત્રી, પુરૂષ, બાળ, વૃદ્ધ બધા જ પવિત્ર નદીમાં સ્નાન કરીને પોતાને પવિત્ર કરે છે.
  • આ દિવસે ઘરમાં લક્ષ્મી-નારાયણને પ્રસન્ન કરવા માટે વ્રત કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા સાંભળવામાં આવે છે.
  • ચૈત્ર સુદ પૂનમે હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને સજાવીને તેમની પૂજા અર્ચના તથા આરતી કરો. ભોગ ધરાવીને બધાને પ્રસાદ આપો.
  • ચૈત્ર મહિનાની પૂનમે કોઇ પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ જરૂરિયાતમંદ લોકોને ભોજન અથવા ધનનું દાન કરવું જોઇએ.
  • ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ અનાજ, પાણી, બૂટ-ચપ્પલ, સૂતરાઉ કપડા અને છત્રીનું દાન કરવું ખૂબ જ શુભ મનાય છે.