મહા મહિનો 2 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રહેશે. આ મહિનામાં વસંત પંચમી ઉજવાશે. આ મહિનામાં પાંચ મંગળવાર અને પાંચ બુધવાર રહેશે. આ મહિને આવતી પૂનમ તિથિએ ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે. એટલે આ મહિનાનું નામ મઘા પડ્યું છે. જોકે, હિંદુ કેલેન્ડરમાં બધા મહિનાનું મહત્ત્વ છે, પરંતુ મહા મહિનો ખૂબ જ ખાસ છે. માન્યતા છે કે આ મહિનામાં તીર્થ અને પવિત્ર નદીઓના જળમાં ડુબકી મારવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે અને સ્વર્ગ મળે છે.
મહા મહિનામાં દેવતાઓની મધ્યરાત્રિ
મહા, ગુજરાતી કેલેન્ડરનો ચોથો મહિનો હોય છે. આ મહિનાના દેવતા શ્રીકૃષ્ણ છે. આ દિવસોમાં સ્નાન અને દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. જ્યોતિષ ગણના પ્રમાણે મહા મહિનામાં સૂર્ય ઉત્તરાયણ રહે છે. આ દરમિયાન દેવતાઓની મધ્યરાત્રિ હોય છે અને દેવતા પ્રાતઃકાળ તરફ આગળ વધે છે.
મોક્ષ આપનાર પવિત્ર મહિનો
ધનુર્માસ પૂર્ણ થયા પછી આ મહિનાને પર્વ અને તિથિ-તહેવારની શરૂઆત અને વસંત ઋતુના આવવાથી પવિત્ર માનવામાં આવે છે. મહા મહિના દરમિયાન દેશમાં અનેક જગ્યાએ મહત્ત્વપૂર્ણ તહેવાર ઊજવવામાં આવે છે. આ મહિનામાં આવતા તિથિ-તહેવારથી પુણ્ય અને મોક્ષ મળે છે.
વિષ્ણુ પૂજાનો મહિનો
મહા મહિનામાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા ખાસ કરવી જોઈએ. આ મહિનામાં શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. પીળા ચમકીલા વસ્ત્ર અર્પણ કરો અને તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવવો જોઈએ. આ મહિનામાં ભગવાન વિષ્ણુના મંદિરમાં તલનું દાન કરો અથવા કોઈ જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને ગરમ કપડાનું દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.