તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • In The Second Wave, The Process Of Darshan And Donation Did Not Stop In Tirupati, In May, Even When Corona Was On The Pick, An Average Donation Of 30 Lakhs Was Received Every Day.

દેશના 3 મોટા મંદિરોનો રિપોર્ટ:કોરોનાની બીજી લહેરના પીક ટાઈમ મે મહિનામાં તિરુપતિ મંદિરને દરરોજ 30 લાખનું દાન મળ્યું, શિરડીમાં દાન 80% ઘટ્યું તો વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની સંખ્યા ઘટી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરના પીક ટાઈમમાં તરુપતિ મંદિરમાં દરરોજ સરેરાશ 5 હજાર લોકોએ દર્શન કર્યા અને 50 લાખ રૂપિયાથી વધારે દાન કર્યું
  • શિરડી સાંઈ મંદિરને એપ્રિલ 2020થી 25 મે 2021 સુધી 62 કરોડ રૂપિયા જેટલી રકમ દાનમાં મળી
  • વૈષ્ણો દેવી મંદિરે જતાં દર્શનાર્થીઓની સંખ્યામાં 15થી 50% સુધી દૈનિક ઘટાડો નોંધાયો

કોરોનાની બીજી લહેર ઓઝલ થવા પર છે. સ્થિતિ સામાન્ય બનતી જઈ રહી છે. એપ્રિલ અને મે મહિનામાં દરરોજ 3થી 4 લાખ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા. હવે આ આંકડો ઘટીને 80થી 90 હજાર પર આવ્યો છે. બીજી લહેરમાં દેશના 3 સૌથી મોટા મંદિર તિરુપતિ બાલાજી, શિરડી સાંઈ મંદિર અને વૈષ્ણો દેવીને પણ અસર થઈ છે. કોરોનાની બીજી લહેરમાં આ ત્રણેય મંદિરોમાં દાનની રકમ અને ભક્તોની સંખ્યા પર કેટલી અસર થઈ આવો જાણીએ...

તિરુપતિ મંદિર: દર્શન યથાવત રહ્યા, રોજ લાખોનું દાન મળ્યું
માર્ચથી મે 2021 સુધી આ 3 મહિનામાં દેશમાં કોરોનાની ડરામણી સ્થિતિ હતી. લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. દેશમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ, પરંતુ તે દરમિયાન આંધ્ર પ્રદેશના તિરુપપતિ બાલાજી મંદિરમાં દર્શન અને દાન યથાવત રહ્યા. જોકે, ભક્તોની સંખ્યા પર તેની ચોક્કસથી અસર થઈ. એપ્રિલ-મે 2021માં દરરોજ સરેરાશ 5 હજાર લોકોએ દર્શન કર્યા અને 50 લાખ રૂપિયાથી વધારે દાન કર્યું.

દેશના સૌથી ધનિક મંદિરોમાં પ્રથમ નંબરે તિરુપતિ મંદિર આવે છે. કોરોનાની પહેલી લહેરમાં 20 માર્ચ, 2020થી 7 જૂન 2020 સુધી મંદિર બંધ રહ્યું હતું. ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું હશે જ્યારે આ દિવસોમાં મંદિરોનું દાન શૂન્ય રહ્યું. ગયા વર્ષે દાન 731 કરોડ રૂપિયા આસપાસ રહ્યું. તે વર્ષ 2019-20ની સરખામણીએ આશરે 500 કરોડ ઓછું હતું.

3 મેથી 22 મે 2021 દરમિયાન સૌથી ઓછું દાન
મે, 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી તે દરમિયાન પણ તિરુપતિ મંદિરમાં રોજ બેથી ચાર હજાર લોકો દર્શન માટે આવી રહ્યા હતા. એપ્રિલ 2021માં દાનની સરેરાશ રકમ 1 કરોડ રૂપિયા હતી, પરંતુ 3 મેથી કોરોનાનાં કેસ વધતા ભક્તોની સંખ્યા સીમિત થઈ ગઈ. 3 મેથી 22 મે દરમિયાન રોજ મળતા દાનનો આંકડો 30 લાખને પાર થઈ ગયો. 13 મેના રોજ સૌથી ઓછું દાન મળ્યું તે 10 લાખ રૂપિયા હતું, તે દિવસોમાં મંદિરમાં 4651 લોકોએ દર્શન કર્યા. 23 મેથી ફરીથી દાનની રકમ વધી અને એવરેજ 40 લાખ ઉપર થઈ ગઈ.

જાન્યુઆરીથી માર્ચ દરમિયાન સરેરાશ 3 કરોડનું દાન
આની પહેલાં કોરોનાની પ્રથમ લહેર દરમિયાન ઓક્ટોબર 2020 પછીથી મંદિરમાં દર્શન અને દાનનો સિલસિલો પહેલાંની મુજબ આવી ગયો હતો. જાન્યુઆરીથી માર્ચ 2021 દરમિયાન રોજના ભક્તોની સંખ્યા 60 હજાર આજુબાજુ રહી અને દાનની રકમ પણ સરેરાશ 3 કરોડ રૂપિયા પ્રતિદિન થઈ. એપ્રિલ 2021ની શરુઆત પણ આવી જ રહી. જો કે, ત્યારે કોરોનાની બીજી લહેર શરુ થઈ ગઈ હતી. કારણ કે, ભક્તોની સંખ્યા અને દાનની રકમમાં ઘટાડો થયો.

શિરડી સાંઈ મંદિર: 6 એપ્રિલથી બંધ, દાન 80% ઓછું થયું
દેશમાં ભક્તો માટે બીજો સૌથી મોટો દરબાર શિરડીના સાંઈ બાબાનો છે. આ એવું મંદિર છે, જે આખું વર્ષ ભક્તોથી છલોછલ હોય. દાન મેળવનારા મંદિરોમાં આ આગળ પડતું છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન માર્ચથી નવેમ્બર દરમિયાન મંદિર બંધ રહ્યું. બીજી લહેર દરમિયાન પણ 6 એપ્રિલે મંદિર ભક્તો માટે બંધ કર્યું હતું. આ દરમિયાન મંદિરને મળતા દાનમાં મોટો ઘટાડો આવ્યો હતો.

મંદિર મેનેજમેન્ટના કહેવા પ્રમાણે 2019માં દોઢ કરોડથી વધુ ભક્તોએ મંદિરને 357 કરોડનું દાન આપ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2020થી 25 મે 2021 સુધી 62 કરોડ રૂપિયા જેટલી રકમ દાન તરીકે મળી. તેમાં પણ વધારે પડતું દાન ઓનલાઇન જ પ્રાપ્ત થયું છે, કેમ કે એપ્રિલ 2020થી મે 2021ની વચ્ચે મંદિર માંડ ચારથી પાંચ મહિના જ ખુલ્લું રહ્યું હતું. આ દરમિયાન પણ ભક્તોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી હતી.

વૈષ્ણોદેવી મંદિરઃ ભક્તોની સંખ્યા સૌથી ઓછી
કોરોનાની બીજી લહેરમાં જમ્મુના વિખ્યાત માતા વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તોની સંખ્યામાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો હતો. જોકે મંદિરમાં દર્શન બંધ નહોતાં કરવામાં આવ્યાં. સામાન્ય દિવસોમાં અહીં દરરોજ 20થી 25 હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા. કોરોનાની બીજી લહેર દરમિયાન આ સંખ્યામાં 15થી 50 ટકા સુધી દૈનિક ઘટાડો નોંધાયો. અલબત્ત, હવે સ્થિતિમાં સતત સુધારો આવી રહ્યો છે. જેમ જેમ કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે, વૈષ્ણોદેવીના પહાડ પર ભક્તોના જયઘોષમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે રોજ લગભગ એકથી બે હજાર શ્રદ્ધાળુ દરરોજ મંદિર આવી રહ્યા છે.

માતા વૈષ્ણોદેવી મંદિરને પણ દેશનાં સૌથી ધનાઢ્ય મંદિરોમાં સામેલ કરવામાં આવે છે. એક આરટીઆઈ પ્રમાણે મંદિર પાસે 1800 કિલો સોનું, 2000 કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ અને લગભગ 4700 કિલો ચાંદી જેટલી કુલ સંપત્તિ છે. લૉકડાઉન પહેલાં અને પછી કેટલું દાન મળ્યું છે, તેના આંકડા હજી સુધી બહાર પાડવામાં નથી આવ્યા.