તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • In The Jyeshtha Month, Two Consecutive Big Festivals, Ganga Dussehra On 20th June And Nirjala Ekadashi On 21st, Also Astronomical Event On This Day.

જેઠ મહિનામાં 2 મોટા પર્વ:20 જૂનના રોજ ગંગા દશેરા અને 21મીએ નિર્જળા એકાદશી રહેશે, આ દિવસે ખગોળીય ઘટના પણ ઘટશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જૂનના રોજ સૂર્ય સંપૂર્ણ રીતે કર્ક રેખા ઉપર રહેશે, જેથી બપોરે થોડીવાર માટે પડછાયો અદૃશ્ય થઈ જશે
  • 22મીએ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેથી વરસાદની ઋતુ શરૂ થઈ જશે

જેઠ મહિનામાં સતત બે દિવસ સુધી પુણ્ય ફળ આપનાર બે મોટા પર્વ રહેશે. 20 જૂનના રોજ ગંગા દશેરા અને 21 જૂનના રોજ નિર્જળા એકાદશી રહેશે. માન્યતા છે કે આ બે દિવસોમાં વ્રત અને દાનનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 21 જૂનના રોજ સૂર્ય સંપૂર્ણ રીતે કર્ક રેખા ઉપર આવી જશે. જેથી તે વર્ષનો સૌથી મોટો દિવસ રહેશે અને રાત સૌથી નાની રહેશે. આ દિવસે થોડી જગ્યાએ બપોરે થોડીવાર માટે પડછાયો પણ ગાયબ થઈ જશે. તેના પછીના દિવસે એટલે 22 જૂનના રોજ સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે જેથી વરસાદની ઋતુ શરૂ થઈ જશે. આ દિવસે વટ સાવિત્રી વ્રતની શરૂઆત થશે. જે 24 જૂનના રોજ પૂર્ણ થશે.

ગંગા દશેરાઃ 20 જૂન રવિવારઃ-
પુરાણો પ્રમાણે જેઠ મહિનાના સુદ પક્ષના દસમા દિવસે ધરતી ઉપર ગંગા પ્રકટ થઈ હતી. એટલે આ દિવસે ગંગા દશેરા ઊજવવામાં આવે છે. આ પર્વમાં ગ્રહ-નક્ષત્રોની વિશેષ સ્થિતિ બનશે. સૂર્ય અને ચંદ્ર મંગળના નક્ષત્રમાં રહેશે. ચંદ્ર ઉપર મંગળ અને ગુરુની દૃષ્ટિ પડવાથી મહાલક્ષ્મી અને ગજકેસરી રાજયોગનું ફળ પણ મળશે. એટલે આ પર્વ ખાસ રહેશે. આ દિવસે ગાયત્રી જયંતિ પણ રહેશે.

નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.
નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે.

નિર્જળા એકાદશીઃ 21 જૂન સોમવારઃ-
21 જૂનના રોજ નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે કશું જ ખાધા અને પીધા વિના વ્રત કરવામાં આવે છે. આ દિવસે મંદિરમાં ભગવાન વિષ્ણુજીની મૂર્તિને ચાદી કે સોનાની હોડીમાં બેસાડીને વિહાર પણ કરાવવામાં આવે છે. આ દિવસે જળથી ભરેલું માટલું, પંખો, કેરી, તરબૂચ કે કોઈપણ સિઝનલ ફળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

સૂર્યના કર્ક રેખા ઉપર આવી જવાથી થોડી ક્ષણ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે
સૂર્યના કર્ક રેખા ઉપર આવી જવાથી થોડી ક્ષણ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે

ખગોળીય ઘટનાઃ 21 જૂનના રોજ સૂર્ય કર્ક રેખા ઉપર રહેશેઃ-
આ દિવસે સૂર્ય કર્ક રેખા ઉપર આવશે. જેથી ધરતીના ઉત્તર ગોળાર્ધમાં દિવસ સૌથી મોટો અને રાત સૌથી નાની રહેશે. આ દિવસે કર્ક રેખાની નજીકના શહેરોમાં બપોરે લગભગ 12 થી સાડા 12 આસપાસ જ્યારે સૂર્ય આકાશમાં વચ્ચે રહેશે ત્યારે થોડીવાર માટે પડછાયો અદૃશ્ય થઈ જશે.

સૂર્યના રોહિણી નક્ષત્રમાં રહેવાથી દેશમાં અનેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે
સૂર્યના રોહિણી નક્ષત્રમાં રહેવાથી દેશમાં અનેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે

22 જૂનના રોજ સૂર્યનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશઃ-
ગંગા દશેરા પછી સૂર્ય નક્ષત્ર બદલીને આર્દ્રામાં પ્રવેશ કરશે. જેથી વરસાદની ઋતુ શરૂ થઈ જશે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ 15 દિવસ સુધી રહે છે. સૂર્યના રોહિણી નક્ષત્રમાં રહેવાથી દેશમાં અનેક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. જ્યોતિષ જાણકારો પ્રમાણે આર્દ્રા એટલે ભીનું. એટલે જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં હોય છે ત્યારે ધરતી ઉપર અનેક જગ્યાએ પાણી વરસે છે.