આજનો જીવનમંત્ર:વૃદ્ધાવસ્થામાં બધા સાધન હોવા છતાંય એકલતાનો અનુભવ થાય છે, આ ઉંમરમાં સમયનો યોગ્ય ઉપયોગ કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભગવાન કૃષ્ણના માતા-પિતા વસુદેવ અને દેવકી પોતાના મહેલમાં એકલા બેઠા હતાં. ત્યારે દ્વારપાળ આવ્યો અને તેણે કહ્યું- મહારાજ, તમે જેવો આદેશ આપ્યો હતો, ભગવાન નારદ મુનિને આમંત્રણ આપવાનો, અમે તે મોકલી દીધું હતું અને નારદ મુનિ મહેલમાં પધાર્યાં છે.

વસુદેવ પ્રસન્ન થઈ ગયાં. તેમણે નારદજીનું સ્વાગત કર્યું. બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરી જ્યારે વસુદેવ-દેવકી નારદજી પાસે બેઠા ત્યારે તેમણે પૂછ્યું- કહો મહારાજ વસુદેવ, તમે મને શા માટે યાદ કર્યો?

વસુદેવ બોલ્યાં- મુનિશ્રેષ્ઠ, અમારો પરિવાર ખૂબ જ સમૃદ્ધ છે. અમારી સંતાન પણ ખૂબ જ શ્રેષ્ઠ છે. કુટુંબ, પરિવાર અને સમાજની સેવામાં મગ્ન રહે છે. કૃષ્ણના સંતાનોની તો વાત જ અલગ છે. બધા એકથી એક ચઢિયાતા છે. પરંતુ, આ દિવસોમાં હું અને દેવકી બંને ખૂબ જ એકલતાનો અનુભવ કરી રહ્યા છીએ.

નારદજીએ પૂછ્યું- આવું શા માટે મહારાજ વસુદેવ?

વસુદેવે કહ્યું- આવું એટલાં માટે કેમ કે બધા જ સંતાનો અને તેમના બાળકો પોત-પોતાની જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત છે. અમે બંને વૃદ્ધ થઈ ગયા છીએ તો મહેલમાં વધારે સમય વિતાવી રહ્યા છીએ, એવામાં અમને આ એકલતા પરેશાન કરી રહી છે. તમે જણાવો, અમારે શું કરવું જોઈએ?

નારદજીએ જવાબ આપ્યો- તમારે સત્સંગ કરવો જોઈએ. તેનાથી તમારી માનસિક સ્થિતિમાં સુધાર આવશે અને તમારી આ એકલતા પણ દૂર થઈ જશે.

ત્યારે વસુદેવ બોલ્યા- તો તમારી સાથે જ અમે સત્સંગ કરીએ. તમારાથી વધારે જ્ઞાની અમને બીજું કોણ મળશે.

તે પછી નારદજીએ વસુદેવ અને દેવકી સાથે સત્સંગ કર્યો. તેમને અનેક જ્ઞાનની વાતો સમજાવી. તેમણે ભક્તિ અને જ્ઞાન સાથે જોડાયેલાં અનેક કિસ્સા સંભળાવ્યાં. આ બધું જ સાંભળીને વસુદેવ અને દેવકીની એકલતા દૂર થઈ. તેમની માનસિક પીડા દૂર થઈ ગઈ.

બોધપાઠ- આ નક્કી છે કે વ્યક્તિના જીવનમાં વૃદ્ધાવસ્થા આવવાની છે. નવી પીઢી પોતાની જવાબદારીને નિભાવવામાં વ્યસ્ત રહેશે. એવામાં આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ. આ સદુપયોગ જ સત્સંગ છે. એવા લોકોનો સાથ જે આપણી શારીરિક અને માનસિક બંને સ્થિતિઓ સુધારે.