તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ:ચમોલીના નીતિ ગામમાં હનુમાનજીની નહીં, દ્રોણાગિરી પર્વતની પૂજા કરવામાં આવે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માન્યતા- શ્રીરામ-રાવણ યુદ્ધ સમયે હનુમાન નીતિ ગામથી સંજીવની બૂટી માટે પર્વતનો એક ભાગ પોતાની સાથે લઇ ગયા હતા

આજે હનુમાન જયંતી છે. દેશભરમાં આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ અવસરે જાણો એક એવા ગામ વિશે, જ્યાં હનુમાનજીની નહીં, પરંતુ એક પર્વતની પૂજા કરવામાં આવે છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠથી લગભગ 50 કિલોમીટર દૂર સ્થિત નીતિ ગામ છે. આ ગામમાં દ્રોણાગિરી પર્વત છે. આ પર્વતનો ઇતિહાસ રામાયણકાળ સાથે જોડાયેલો છે. માન્યતા છે કે, શ્રીરામ-રાવણ યુદ્ધમાં મેઘનાથના દિવ્યાસ્ત્રથી લક્ષ્મણ બેભાન થઇ ગયા હતા. ત્યારે હનુમાનજી દ્રોણાગિરી પર્વત સંજીવની બૂટી લેવા માટે આવ્યા હતા. અહીંના લોકો આ પર્વતને દેવતા માનતા છે. હનુમાનજી આ પર્વતનો એક ભાગ લઇ ગયા હતા, આ કારણે ગામના લોકો હનુમાનજીની પૂજા કરતા નથી.

હનુમાનજી સંજીવની બૂટીને ઓળખી શકતા ન હતા. ત્યારે તેમણે દ્રોણાગિરી પર્વતનો એક ભાગ ઉખાડી લીધો હતો અને આ ભાગને લંકા લઇ ગયા હતા. આ પર્વત બદ્રીનાથ ધામથી લગભગ 45 કિમી દૂર સ્થિત છે. બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ જણાવે છે કે આજે પણ દ્રોણાગિરી પર્વતનો ઉપરનો ભાગ કપાયેલો જોવા મળે છે. આ ભાગને આપણે સરળતાથી જોઇ શકીએ છીએ.

ઠંડીની ઋતુમાં આ ગામ ખાલી થઇ જાય છેઃ-
દ્રોણાગિરી પર્વતની ઊંચાઇ 7,066 મીટર છે. અહીં ઠંડીમાં ભારે બરફવર્ષા થાય છે. આ કારણે ગામના લોકો અહીંથી દૂર જગ્યાએ રહેવા જતા રહે છે. ગરમીના સમયગાળામાં જ્યારે અહીંનું વાતાવરણ રહેવા લાયક થઇ જાય છે ત્યારે ગામના લોકો અહીં પાછા આવી જાય છે.

દ્રોણાગિરી પર્વત ટ્રેકિંગ કરવા માટે અનેક લોકો પહોંચે છેઃ-
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠથી મલારી તરફ લગભગ 50 કિલોમીટર આગળ જુમ્મા નામની એક જગ્યા આવે છે. અહીંથી દ્રોણાગિરી ગામ માટે પગપાળા માર્ગ શરૂ થઇ જાય છે. અહીં ધૌલી ગંગા નદી ઉપર બનેલાં પુલના બીજા ભાગમાં સીધા પહાડોની જે શ્રૃંખલા જોવા મળે છે, તેને પાર કર્યા બાદ દ્રોણાગિરી પર્વત પહોંચી શકાય છે. સંકરી પહાડીનો પગદંડીવાળો લગભગ દસ કિલોમીટરનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. ટ્રેકિંગનો શોખ રાખતાં અનેક લોકો અહીં આવે છે.

જૂનમાં દ્રોણાગિરી પર્વતની પૂજાનો ઉત્સવ શરૂ થાય છેઃ-
દર વર્ષે જૂનમાં ગામના લોકો દ્રોણાગિરી પર્વતની વિશેષ પૂજા કરે છે. આ પૂજામાં ગામના લોકો સાથે અહીંથી અન્ય રાજ્યોમાં રહેતાં લોકો પણ સામેલ થવા આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો