• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • In Katarmal Village, The Second Oldest Sun Temple After Konark, The Temple Has Reopened After The Lockdown, But Only 10 15 Devotees Are Coming Daily.

ઉત્તરાખંડ:કોણાર્ક પછી બીજું સૌથી જૂનું સૂર્ય મંદિર કટારમલ ગામમાં, લોકડાઉન પછી મંદિર ફરીથી ખુલી ગયું છે, પરંતુ રોજ 10-15 ભક્તો જ આવી રહ્યા છે

એક વર્ષ પહેલા
  • બારા આદિત્ય મંદિર 9મી સદીનું છે, અહીં ધ્યાન મુદ્રામાં બેઠેલાં સૂર્યદેવની પ્રતિમા સ્થાપિત છે

સૂર્યદેવનું કોણાર્ક સ્થિત મંદિર સૌથી જૂનું માનવામાં આવે છે. ત્યાર બાદ બીજું સૌથી પ્રાચીન મંદિર ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં છે. અલ્મોડાથી લગભગ 17 કિમી દૂર કટારમલ ગામમાં આ મંદિર સ્થિત છે. આ મંદિરમાં સૂર્ય ભગવાનની દુર્લભ પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમામાં સૂર્યદેવ ધ્યાન મુદ્રામાં વિરાજિત છે. જેને બારા આદિત્ય મંદિરના નામે ઓળખવામાં આવે છે.

મંદિરની દેખરેખ કરનાર ભીમ સિંહ બિષ્ટના જણાવ્યાં પ્રમાણે મંદિર આખું વર્ષ ખુલ્લું રહે છે. પરંતુ કોરોનાના કારણે મંદિર ઘણાં સમયથી બંધ રહ્યું છે. ગયા વર્ષે આ સમયે અનેક શ્રદ્ધાળુઓ મંદિર પહોંચ્યાં હતાં. આ વર્ષે કોરોનાએ પરિસ્થિતિ બદલી નાખી છે. લોકડાઉન પછી હવે મંદિર બધા જ ભક્તો માટે ખુલી ગયું છે, પરંતુ રોજ 10-15 શ્રદ્ધાળુઓ જ અહીં આવી રહ્યા છે. મંદિરમાં આવતાં ભક્તો ઉપર આધારિત અહીંના લોકો સામે આર્થિક સંકટ ઊભો થઇ ગયો છે.

કટારમલ સૂર્ય મંદિર 9મી સદીનું છેઃ-
આ મંદિરનું નિર્માણ 9મી સદીમાં રાજા કટારમલ દ્વારા કરાવવામાં આવ્યું હતું. રાજાના નામે જ આ ગામનું નામ કટારમલ પડ્યું છે. આ મંદિરમાં સૂર્યદેવ સિવાય નાના-મોટા લગભગ 45 મંદિર બીજા છે. અહી શિવ-પાર્વતી, ગણેશજી, ભગવાન વિષ્ણુ સિવાય અન્ય દેવી-દેવતાઓના મંદિર પણ છે.

મંદિરની વાસ્તુકળા ખૂબ જ સુંદર છે. મંદિરના થાંભલા ઉપર આકર્ષણ કોતરણી પણ કરવામાં આવી છે. નાગર શૈલીમાં બનેલું આ મંદિર પૂર્વ મુખી છે. સવારે સૂર્યોદય સમયે સૂર્યનો સીધો પ્રકાશ મંદિરમાં પ્રવેશ કરે છે. મંદિરની આસપાસનું પ્રાકૃતિક વાતાવરણ અહીંની ખાસિયત છે.

આ મંદિર સુધી કેવી રીતે પહોંચવુંઃ-
અલ્મોડા નજીકનું એરપોર્ટ પંતનગરમાં છે. પંતનગરથી અલ્મોડા લગભગ 125 કિમી દૂર છે. અહીંનું નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ અલ્મોડાથી લગભગ 107 કિમી દૂર સ્થિત છે.

અન્ય સમાચારો પણ છે...