11 જુલાઈથી દેવી પર્વ શરૂ:આ વખતે અષાઢ મહિનાના ગુપ્ત નોરતા 8 દિવસ રહેશે, 18 જુલાઈના રોજ પૂર્ણ થશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિપુષ્ય નક્ષત્ર, રાજયોગ અને સર્વાર્થસિદ્ધિ યોગમા ગુપ્ત નોરતાની શરૂઆત થશે, ભડલી નોમ અને રવિયોગમાં પૂર્ણ થશે

અષાઢ મહિનામાં આવતા ગુપ્ત નોરતાની શરૂઆત આ વખતે 11 જુલાઈના રવિ પુષ્ય નક્ષત્ર અને રાજયોગ સાથે સર્વાર્થસિદ્ધિ યોગમાં થશે. સાથે જ, ભડલી નોમના મુહૂર્ત ઉપર જ આ નોરતા 18 જુલાઈના રોજ રવિયોગમાં પૂર્ણ થશે. આ વખતે નોરતામાં તિથિનો ક્ષય થઈ રહ્યો છે. જેથી તે 9 દિવસની જગ્યાએ 8 દિવસ રહેશે. જ્યોતિષીય વિદ્વાનોની માનવામાં આવે તો ગુપ્ત નોરતામાં દેવીના વિશેષ મંત્રોની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 11 જુલાઈ, રવિવારના રોજ એકમ તિથિમાં દેવીની આરાધના શરૂ થશે. તેના પછીના દિવસે એટલે 12મીએ બીજ, 13મીએ ચોથ, 14મીએ પાંચમ, 15મીએ છઠ્ઠ તિથિનો ક્ષય થઈ જશે. તે પછી 16મીએ સાતમ, 17મીએ આઠમ અને 18મીએ નોમ તિથિની પૂજા સાથે જ રવિયોગમાં નોરતા પૂર્ણ થઈ જશે. આ દિવસોમાં દેવીની પૂજા દસ મહાવિદ્યાઓ સ્વરૂપમાં કરવામાં આવે છે.

અષાઢ મહિનામાં જ્યારે વરસાદનું વાતાવરણ રહેશે ત્યારે આ દરમિયાન તમામ પ્રકારના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ રહે છે. એટલે તેનાથી બચવા હવન માટે ઔષધીઓનો ઉપયોગ કરવો જરૂરી છે
અષાઢ મહિનામાં જ્યારે વરસાદનું વાતાવરણ રહેશે ત્યારે આ દરમિયાન તમામ પ્રકારના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ રહે છે. એટલે તેનાથી બચવા હવન માટે ઔષધીઓનો ઉપયોગ કરવો જરૂરી છે

હવનમાં ઔષધીઓનો ઉપયોગ કરવાથી સંક્રમણ અટકી શકે છેઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુપ્ત નોરતામા વ્રત રાખીને દસ મહાવિદ્યાઓ સિવાય દેવી દુર્ગા અને કાળીની આરાધના પણ કરવામાં આવે છે. દેવીના બીજ મંત્ર અને સપ્તશતી પાઠ સાથે હવન-યજ્ઞ કરવામાં આવે તો વાતાવરણ તો શુદ્ધ થશે જ, સાધકોના મનમાં પોઝિટિવિટી પણ વધશે. અષાઢ મહિનામાં જ્યારે વરસાદનું વાતાવરણ રહેશે ત્યારે આ દરમિયાન તમામ પ્રકારના સંક્રમણ ફેલાવવાની શક્યતાઓ રહે છે. એટલે તેનાથી બચવા હવન માટે ઔષધીઓનો ઉપયોગ કરવો જરૂરી છે. થોડી શોધમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થશે.

વર્ષમાં ચાર નોરતા હોય છેઃ-
વર્ષમાં ચાર નોરતામાંથી બે પ્રકટ અને બે ગુપ્ત નોરતા આવે છે. પ્રકટ નોરતા ચૈત્ર અને આસો મહિનામાં આવે છે જ્યારે ગુપ્ત નોરતા મહા અને અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નોરતામાં સાધક મંત્ર તંત્ર સાધના માટે વિશેષ ઉત્સાહિત રહે છે. દેવીના બીજ મંત્રનો જાપ કરી પોતની સાધનાની સિદ્ધિ કરે છે.

માતા જલ્દી પ્રસન્ન થાય છે, પૂજાનું ફળ જલ્દી અને બેગણુંં મળે છેઃ-
પંડિતોના જણાવ્યા પ્રમાણે ગુપ્ત નોરતામાં પૂજાનું ફળ જલ્દી અને બેગણુ મળે છે. આ દિવસોમાં માતા જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને મનગમતું ફળ આપે છે. આ દરમિયાન માતાની પૂજામા સામેલ કરવામાં આવતી સામગ્રીઓનું પણ ખાસ મહત્ત્વ છે.