• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • In A Rare Coincidence After 600 Years, Uttarayana Parva Will Be Celebrated, After 2077 The Festival Will Be Celebrated On January 15.

આજે મકર સંક્રાંતિ:600 વર્ષ પછી દુર્લભ સંયોગમાં ઉત્તરાયણ પર્વ ઊજવાશે; સાંજે 6 વાગ્યા સુધી દાન-પુણ્ય જેવા શુભ કામ કરો, અક્ષય પુણ્ય મળશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે મકર સંક્રાંતિ ઊજવવામાં આવી રહી છે. પરંતુ થોડાં પંચાંગોમાં આ પર્વ 14 તારીખે જણાવવામાં આવ્યું છે. ગ્રંથોમાં સૂર્યના રાશિ બદલવાના સમયથી જ સંક્રાંતિ ઊજવવાનો નિર્ણય લેવામાં આવે છે. 14 જાન્યુઆરીએ રાતે લગભગ 9 વાગે સૂર્ય મકર રાશિમાં આવી ગયો હતો. જ્યોતિષીઓ પ્રમાણે અસ્ત થયા પછી સૂર્યએ રાશિ બદલી એટલે મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ એટલે આજે ઊજવાશે.

રવિવારે સંક્રાંતિ પર્વ શશ, પર્વત, શંખ, હર્ષ અને સત્કીર્તિ નામના રાજયોગમાં ઊજવાશે. આ દિવસે રવિવાર છે અને સૂર્ય પોતાના જ નક્ષત્ર એટલે ઉત્તરાષાઢામાં રહેશે. આ શુભ સંયોગમાં કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજાનું ફળ વધી જશે. તેના માટે પુણ્યકાળ સવારે લગભગ 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રહેશે. માન્યતા છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યોથી અક્ષય પુણ્ય મળે છે. જ્યોતિષીઓ પ્રમાણે મકર સંક્રાંતિ ઉપર બનતો આવો દુર્લભ સંયોગ છેલ્લાં 600 વર્ષમાં બન્યો નથી.

આ અવસરે ઉત્તર અને મધ્ય ભારતમાં તલ-ગોળની મીઠાઈઓ વહેંચવામાં આવે છે. ગુજરાતમાં પતંગબાજી અને મહારાષ્ટ્રમાં ખેલકૂદ આયોજન થાય છે. પંજાબ અને જમ્મૂ-કાશ્મીરમાં લોહરી ઊજવાય છે. સિંધી સમાજના લોકો લાલ લોહી સ્વરૂપમાં આ તહેવાર ઊજવે છે. આસામમાં બિહૂ અને દક્ષિણ ભારતમાં તેને પોંગલ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. તમિલ પંચાંગનું નવું વર્ષ પોંગલથી શરૂ થાય છે. આ દિવસે સબરીમાલા મંદિરમાં મકરવિલાક્કુ પર્વ ઊજવે છે. આ દિવસે ભગવાન અય્યપ્પાની મહાપૂજા થાય છે.

મકર સંક્રાંતિની પરંપરાઓ અંગે પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે. એટલે તેને ઉત્તરાયણ પર્વ કહેવામાં આવે છે. સૂર્યના રાશિ બદલવાથી વાતાવરણ બદલાય છે. આ દિવસથી શિશિર ઋતુ શરૂ થઈ જાય છે. ઠંડીના વાતાવરણને જોતાં મકર સંક્રાંતિએ તલ-ગોળ ખાવાની અને દાન કરવાની પરંપરા શરૂ થઈ. આ દિવસે ગરમ કપડાનું દાન પણ કરવામાં આવે છે.

થોડાં વર્ષ પહેલાં મકરસંક્રાંતિ 13 જાન્યુઆરીએ ઊજવવામાં આવતી. પરંતુ પછી 14 અને હવે 15 તારીખે આવવા લાગી. આ વખતે અમે પુરી, બનારસ, તિરૂપતિ અને ઉજ્જૈનના જ્યોતિષીઓ સાથે વાત કરી ત્યારે તેમણે જ્યોતિષ ગ્રંથ સૂર્ય સિદ્ધાંત અને ખગોળ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બહાર પડેલ રાષ્ટ્રીય પંચાંગમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્ય દર વર્ષે 20 મિનિટ મોડો મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પ્રકારે દર ત્રણ વર્ષમાં એક કલાક પછી અને 72 વર્ષમાં એક દિવસ મોડો મકરસંક્રાંતિ ઉત્સવ ઊજવાય છે. આ ગણિત પ્રમાણે લગભગ 2077 પછી 15 કે 16 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવશે.

મકરસંક્રાંતિ ઋતુ પર્વ છે
સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે. મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે, એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે, કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે, સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાંનું દાન પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...