આજનો જીવન મંત્ર:દિવાળી જેવા ઉત્સવમાં કોઈની સાથે પણ પક્ષપાત ન કરવો, બધા લોકોને પ્રેમથી મળો

એક મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા-આખી અયોધ્યા સજાવવામાં આવી રહી હતી. દરેકને પોતપોતાની રીતે સૂચના મળી ગઈ હતી કે 14 વર્ષોના વનવાસ બાદ શ્રીરામ અયોધ્યા પરત ફરી રહ્યા હતા. અયોધ્યાના દરેક ખૂણામાં ઉત્સવનો માહોલ હતો. એક એવો પ્રકાશ ફેલાયો હતો, જેણે 14 વર્ષનો અંધકાર દૂર કર્યો હતો.

જ્યારે શ્રીરામ અયોધ્યામાં પ્રવેશ કર્યો તો બે ખાસ ઘટનાઓ તે સમયે બની હતી. પહેલી, તેઓ ભરતને મળ્યા. ભરતે શ્રીરામને અયોધ્યાનું રાજપાઠ સોંપી દીધું.

બીજી ઘટના એ થઈ કે શ્રીરામે એટલા બધા રૂપ ધારણ કર્યા કે અયોધ્યામાં દરેક વ્યક્તિને લાગ્યું કે તેમના રામ તેમને વ્યક્તિગત રીતે મળ્યા છે.

બોધપાઠ- આ બે ઘટનાઓ દિવાળી માટે આપણને સંદેશ આપે છે કે આપણી પાસે જે પણ ધન-સંપત્તિ છે, તે પરમાત્માની આપેલી છે. સમાજમાં જે લોકો નિર્ધન છે, તેમનો હિસ્સો દિવાળી પર પરત કરવામાં આવે, જેથી તેઓ પણ આ પર્વ મનાવી શકે. શ્રીરામ પ્રેમથી તમામ લોકોને મળ્યા હતા, આપણે પણ જ્યારે કોઈ વ્યક્તિને મળીએ તો પ્રેમની સાથે જ મળી, કોઈની સાથે ભેદભાવ ન કરીએ. જે લોકોની પાસે આપણા કરતાં ઓછું ધન છે, તેમની સાથે પણ પ્રેમથી મળીએ અને તેમને પણ માન-સન્માન આપીએ. તે લોકો માટે આ સૌથી મોટું ધન છે.