• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Important Things Related To Shradh And Ancestors: Pitras Are Satisfied By Performing Shradh Between 11.36 To 12.24 In The Morning, The Direction Of Ancestors Is

શ્રાદ્ધ અને પિતૃઓ સાથે જોડાયેલી ખાસ વાતો:સવારે 11.36 થી 12.24 વચ્ચેના સમયગાળામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતુષ્ટ થાય છે, પિતૃઓ માટે દક્ષિણ દિશા હોય છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભાદરવા મહિના દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે પિતૃ કર્મ કરવા જોઈએ, તે જ શ્રાદ્ધ પક્ષ છે

ધર્મગ્રંથો પ્રમાણે પિતૃઓની પૂજા માટે ભાદરવા મહિનાનો વદ પક્ષ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કેમ કે, ગ્રંથો પ્રમાણે વદ પક્ષને પિતૃઓનો દિવસ અને સુદ પક્ષને રાત કહેવામાં આવે છે. અથર્વવેદમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે ભાદરવા મહિના દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ.

શાસ્ત્રોમાં દક્ષિણને પિતૃઓની દિશા માનવામાં આવે છે. ત્યાં જ ચંદ્ર લોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ભાદરવા મહિનાના વદ પક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે. એટલે આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણનું વિધાન છે.

ભાદરવા મહિનાના વદ પક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે, એટલે આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણનું વિધાન છે.
ભાદરવા મહિનાના વદ પક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવી જાય છે, એટલે આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણનું વિધાન છે.

શ્રાદ્ધ માટે દિવસનું આઠમું મુહૂર્ત શુભ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પિતૃઓ માટે કરવામાં આવતું શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલ યોગ્ય સમયે કરવું જ ફળદાયી હોય છે. એટલે દિવસના આઠમાં મુહૂર્તમાં શ્રાદ્ધ કરવું જોઈએ. આ મુહૂર્તને કુતુપકાળ કહેવામાં આવે છે. જે લગભગ સવારે 11.36 થી 12.24 વચ્ચેનો સમયગાળો હોય છે. માન્યતા છે કે આ સમયે પિતૃઓનું મુખ પશ્ચિમ દિશા તરફ હોય છે. જેથી પિતૃઓ પોતાના વંશજો દ્વારા શ્રદ્ધાથી ભોગ ધરાવેલ ભોજન કોઈ મુશ્કેલી વિના ગ્રહણ કરી લે છે.

ભાદરવા મહિના દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ
ભાદરવા મહિના દરમિયાન કન્યા રાશિમાં સૂર્ય હોય ત્યારે પિતૃઓ માટે શ્રાદ્ધ કરવું જોઈએ

તર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે શ્રેષ્ઠ સમય કયો છે અને પિતૃઓ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો

  • પિતૃ શાંતિ માટે તર્પણનો શ્રેષ્ઠ સમય સંગવકાળ એટલે સવારે 8 થી 11 વાગ્યા સુધી માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જળથી કરેલાં તર્પણ દ્વારા પિતૃદોષથી મુક્તિ મળે છે.
  • પિતૃ કાર્ય કરવાની સાથે પિતૃઓની પ્રસન્નતા માટે પિતૃ સ્ત્રોતનો પાઠ પણ કરવો જોઈએ.
  • પુરાણો પ્રમાણે પિતૃઓની ભક્તિથી પુષ્ટિ, આયુ, વીર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે.
  • સૌથી પહેલાં પિતાને, તે પછી દાદાને તે પછી પરદાદાને પિંડ આપવું જોઈએ. આ જ શ્રાદ્ધની વિધિ છે.
  • તર્પણ કરતી સમયે પિતા, દાદા અને પરદાદા વગેરેના નામનું સ્પષ્ટ ઉચ્ચારણ કરવું જોઈએ.
  • દરેક પિંડના દાન સમયે એકાગ્રચિત્ત થઈને ગાયત્રી મંત્રનો જાપ તથા સોમાય પિતૃમતે સ્વાહા મંત્ર બોલવો જોઈએ.
  • અગ્નિમાં હવન કર્યા પછી જે પિતૃઓને નિમિત્ત પિંડદાન આપવામાં આવે છે, તેને બ્રહ્મરાક્ષસ પણ દૂષિત કરી શકે નહીં. શ્રાદ્ધમાં અગ્નિદેવને હાજર જોઈને રાક્ષસ ત્યાંથી ભાગી જાય છે.
  • બ્રહ્માજી, પુલસ્ત્ય, વસિષ્ઠ, પુલહ, અંગિરા, ક્રતુ અને મહર્ષિ કશ્યપ- આ સાત ઋષિ મહાન યોગેશ્વર અને પિતૃઓ માનવામાં આવે છે.