• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Importance Of Surya Puja In The Month Of Agahan: Offering Water To The Rising Sun On Sunday Cures Diseases And Also Increases Age.

માગશર મહિનામાં સૂર્યપૂજાનું મહત્ત્વ:રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી બીમારીઓ દૂર થાય છે, ઉંમર પણ વધે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

માગશર મહિનાનું સુદ પક્ષ શરૂ થઈ ગયું છે. જે 8 ડિસેમ્બર સુધી રહેશે. આ માગશર મહિનામાં ભગવાન સૂર્યની પૂજાનું પણ ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ મહિનાના રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થઈ જાય છે.

માગશર મહિનામાં રવિવારના દિવસે મીઠા વિનાનું ભોજન કરીને વ્રત રાખવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આવું કરવાથી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોના અશુભ ફળમાં ઘટાડો આવે છે. 27 નવેમ્બરના રોજ માગશર મહિનાનો પહેલો રવિવાર છે.

ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને નાહવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે. આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે. ત્યાં જ, આયુર્વેદના જાણકારો પ્રમાણે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે.

આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે
આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે

જળ કેવી રીતે ચઢાવવું, કઈ બાબતોનું ધ્યાન રાખવું
તાંબાના લોટામાં જળ ભરો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું. સૂર્યને ચઢાવવામાં આવતું જળ કોઈ પહોળા વાસણમાં પડે તેવી વ્યવસ્થા કરવી. આ જળ જમીન ઉપર કોઈના પગને અડે એ રીતે અર્પણ કરવું નહીં. તે પછી થોડીવાર સૂર્ય સામે બેસીને ૐ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને પ્રણામ કરો.
ભગવાન સૂર્યને ચઢાવવામાં આવતા જળને તાંબાના કોઈ વાસણમાં એકઠું કર્યા પછી મદારના છોડમાં ચઢાવવું જોઈએ. મદારમાં જળ ચઢાવી શકો નહીં તો તુલસી કે એવા છોડમાં ચઢાવો જ્યાં તે જળ કોઈના પગમાં આવે નહીં.

રવિવારે કઈ વસ્તુઓનું દાન કરવું
માગશર મહિના દરમિયાન ઠંડીથી બચવા માટે જરૂરિયાતમંદ લોકોને રવિવારના દિવસે ઘઉં, ગોળ, ઊનના કપડાં અને ધાબળાનું દાન કરવું જોઈએ. આ મહિનાના રવિવારે અનાજ અને અન્ય ભોજનની સામગ્રીનું દાન આપવાનું વિધાન છે. સાથે જ કોઈ ગૌશાળામાં ઘાસ અને થોડાં રૂપિયાનું દાન કરો.