પરંપરા:દેવી-દેવતાઓની પૂજા કરતાં પહેલાં, હાથમાં જળ રાખીને પૂજાનો સંકલ્પ લેવો જરૂરી છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલ્પ વિના કરવામાં આવતી પૂજાનું બધું જ ફળ દેવરાજ ઇન્દ્રને પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે

ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ જાળવી રાખવા માટે પૂજા-પાઠ કરવામાં આવે છે. પૂજા કોઇપણ દેવી-દેવતાની હોય, પરંતુ સૌથી પહેલાં સંકલ્પ લેવો જોઇએ. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે યોગ્ય રીતે કરવામાં આવતા પૂજા-પાઠથી શુભફળ જલ્દી પ્રાપ્ત થાય છે. એટલાં માટે જ, વિશેષ ઉદેશ્ય માટે કરવામાં આવતા પૂજા-પાઠમાં બ્રાહ્મણની મદદ લેવામાં આવે છે.

સૌથી પહેલાં સંકલ્પ લેવો જોઇએ
કોઇપણ પૂજાની શરૂઆતમાં પહેલાં સંકલ્પ લેવો જોઇએ. પૂજા પહેલાં જો સંકલ્પ લેવામાં ન આવે તો તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થઇ શકતું નથી. સંકલ્પ વિના કરવામાં આવતી પૂજાનું બધું જ ફળ દેવરાજ ઇન્દ્રને પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. દૈનિક પૂજામાં પણ સૌથી પહેલાં સંકલ્પ લેવો જોઇએ.

આરાધ્ય દેવને સાક્ષી માનીને સંકલ્પ લેવો
પં. શર્મા પ્રમાણે ઇષ્ટદેવ અને સ્વયંને સાક્ષી માનીને સંકલ્પ લેવામાં છે. જેમાં ‘અમે આ પૂજા વિવિધ મનોકામનાઓની પૂર્તિ માટે કરી રહ્યા છીએ એને આ પૂજાને જરૂર પૂર્ણ કરીશું’ એવું બોલવામાં આવે છે.

સંકલ્પ લેતી વખતે હાથમાં જળ લેવામાં આવે છે. આ સૃષ્ટિના પંચતત્વ અગ્નિ, પૃથ્વી, આકાશ, વાયુ અને જળમાં ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે. એટલે પ્રથમ પૂજ્ય શ્રીગણેશને સામે રાખીને સંકલ્પ લેવામાં આવે છે. શ્રીગણેશની કૃપાથી પૂજન કર્મ વિઘ્ન વિના પૂર્ણ થઇ શકે છે. એકવાર પૂજાનો સંકલ્પ લીધા બાદ તે પૂજાને જરૂર પૂર્ણ કરવી જોઇએ.

આ કર્મથી આપણી સંકલ્પ શક્તિ મજબૂત થાય છે. વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવાનો સાહસ પ્રાપ્ત થાય છે અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે, જેથી વ્યક્તિની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થઇ શકે છે.