તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરંપરા:સૂર્યની 7, ગણેશજીની 3 અને શિવલિંગની અડધી પરિક્રમા કરવી જોઇએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિક્રમા કરતી વખતે મંત્રોનો જાપ કરવો જોઇએ, વિચારોને પોઝિટિવ જાળવી રાખવા જોઇએ

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે પૂજા-પાઠ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. બધા જ દેવી-દેવતાઓની પરિક્રમાની સંખ્યા અલગ-અલગ હોય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આરતી અને પૂજા-અર્ચના વગેરે બાદ ભગવાનની મૂર્તિ આસપાસ પોઝિટિવ ઊર્જા એકત્રિત થઇ જાય છે, આ ઊર્જાને ગ્રહણ કરવા માટે પરિક્રમા કરવામાં આવે છે. પં. શર્મા પ્રમાણે જાણો કયા દેવી-દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઇએ.

શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે. દેવી માતાની ત્રણ પરિક્રમા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુજી તથા તેમના બધા અવતારોની ચાર પરિક્રમા કરવી જોઇએ. શ્રગણેશજી અને હનુમાનજીની ત્રણ પરિક્રમા કરવાનું વિધાન છે.

પરિક્રમા કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખોઃ-
પં. શર્મા પ્રમાણે પરિક્રમા શરૂ કર્યા બાદ વચ્ચે અડકવું જોઇએ નહીં. પરિક્રમા ત્યાં જ પૂર્ણ કરવી જ્યાંથી શરૂ કરી હોય. પરિક્રમા કરતી સમયે મંત્રોનો જાપ કરવો જોઇએ. તમારા ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવો. કોઇ સાથે વાતચીત કરવી નહીં. આ પ્રકારે પરિક્રમા કરવાથી પૂર્ણ લાભ મળે છે.

દેવી માતાની ત્રણ પરિક્રમા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુજી તથા તેમના બધા અવતારોની ચાર પરિક્રમા કરવી જોઇએ
દેવી માતાની ત્રણ પરિક્રમા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુજી તથા તેમના બધા અવતારોની ચાર પરિક્રમા કરવી જોઇએ

આ મંત્રો સાથે દેવ પરિક્રમા કરોઃ-
यानि कानि च पापानि जन्मांतर कृतानि च।
तानि सवार्णि नश्यन्तु प्रदक्षिणे पदे-पदे।।

આ મંત્રનો સરળ અર્થ- જાણતાં-અજાણતાં કરેલાં અને પૂર્વજન્મના પણ બધા જ પાપ પ્રદક્ષિણા સાથે-સાથે નષ્ટ થઇ જાય. પરમેશ્વર મને સદબુદ્ધિ પ્રદાન કરે.

જમણા હાથ તરફથી પરિક્રમા શરૂ કરવી જોઇએઃ-
પરિક્રમા હંમેશાં જમણા હાથ તરફથી શરૂ કરવી જોઇએ, પ્રતિમાઓમાં રહેલી પોઝિટિવ ઊર્જા ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહિત થાય છે. જમણા હાથ તરફથી પરિક્રમા કરતી વખતે મૂર્તિઓ આસપાસ રહેતી પોઝિટિવ ઊર્જા ગ્રહણ કરી શકીએ છીએ. મનને શાંતિ મળે છે અને નેગેટિવિટી દૂર થાય છે. જમણા હાથનો અર્થ દક્ષિણ પણ થાય છે, આ કારણે પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. જો પ્રતિમાની આસપાસ પરિક્રમા કરવાનું સ્થાન ન હોય તો એક જ જગ્યાએ ગોળ ફરીને પણ પરિક્રમા કરી શકાય છે.