વ્રત-ઉપવાસ:1 જુલાઈએ કાલાષ્ટમી, આ દિવસે ભગવાન કાલભૈરવની સાત્વિક પૂજા કરવામાં આવે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નારદ પુરાણ પ્રમાણે કાલ ભૈરવ પૂજાથી દરેક પ્રકારની પરેશાની અને બીમારીઓ દૂર થાય છે

દર મહિનાના વદ પક્ષની આઠમ તિથિને કાલાષ્ટમી અથવા ભૈરવાષ્ટમી તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 1 જુલાઈ, ગુરુવારે છે. આ દિવસે ભગવાન ભૈરવની પૂજા અને વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં ભગવાન કાલ ભૈરવની વિશેષ ઉપાસના કરવી જોઇએ. શિવ પુરાણ પ્રમાણે કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. નારદ પુરાણ પ્રમાણે દરેક પ્રકારની બીમારીઓ અને પરેશાનીઓથી બચવા માટે ભગવાન કાલભૈરવની પૂજા કરવામાં આવે છે.

ભગવાન ભૈરવની સાત્વિક પૂજાનો દિવસઃ-
શિવ પુરાણ પ્રમાણે ભગવાન શંકરે ખરાબ શક્તિઓને દૂર કરવા માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાલભૈરવ તેમનું જ સ્વરૂપ છે. દર મહિનામાં આવતી કાલાષ્ટમી તિથિએ કાલભૈરવ સ્વરૂપે ભગવાન શિવના રૌદ્દ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન ભૈરવની સાત્વિક પૂજા કરવાનું વિધાન છે. આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને સવાર-સાંજ કાલભૈરવની પૂજા કરવામાં આવે છે.

નારદ પુરાણમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, કાલભૈરવની પૂજા કરવાથી મનુષ્યની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન કાલભૈરવની પૂજાથી અકાળ મૃત્યુ થતું નથી. દરેક પ્રકારના રોગ, તકલીફ અને દુઃખ દૂર થાય છે. કાલભૈરવનું વાહન કૂતરું છે. એટલે આ વ્રતમાં કૂતરાને રોટલી અને અન્ય વસ્તુઓ ખવડાવવામાં આવે છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ઘરમાં ફેલાયેલી દરેક પ્રકારની નેગેટિવ ઊર્જા દૂર થઇ જાય છે.

ભગવાન શિવ અને દુર્ગાજીની પૂજાઃ-
કાલભૈરવ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ છે. એટલે આ આઠમે શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવીને વિશેષ પૂજા કરવી જોઇએ. માર્કંડેય પુરાણ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા વિના ભૈરવ પૂજાનું ફળ મળતું નથી. માટે આ દિવસે માતા દુર્ગાની પણ વિશેષ પૂજા કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે.