શિવપૂજાની ખાસ વાતો:શિવલિંગ પર શા માટે બીલીપાન ચઢે છે? શિવલિંગ પર ચઢેલા બીલીપાન ધોઈ ફરી તેને શિવજીને અર્પણ કરી શકાય?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. જ્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 29 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ મહિનામાં શિવપૂજા કરતી સમયે બીલીપત્ર ખાસ ચઢાવવામાં આવે છે. જોકે, હાલ વરસાદનો સમય ચાલી રહ્યો છે અને બીલીપત્ર સરળતાથી મળી જાય છે, પરંતુ જો બીલીપત્ર મળે નહીં તો શિવલિંગ ઉપર ચઢાવેલાં બીલીપત્રને જ ધોઈને ફરીથી ભગવાનને ચઢાવી શકાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બીલીપત્ર અનેક દિવસો સુધી વાસી માનવામાં આવતા નથી. શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે એક જ બીલીપત્રને સતત ધોઈને ફરીથી પૂજામાં ઉપયોગમાં લઈ શકાય છે. બીલીપત્ર સાથે જ શિવલિંગ ઉપર સમડાના પાન પણ ખાસ ચઢાવવા જોઈએ. સમડાના પાન શનિદેવ, ગણેશજી સાથે જ શિવજીને પણ ચઢાવવાની પરંપરા છે.

બીલીપાન શા માટે ચઢે છે?
જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ બહાર આવ્યું ત્યારે શિવજીએ કંઠમાં ધારણ કર્યું. એ પછી દરેક દેવી-દેવતાએ શિવજીને બીલીપાન ખવડાવવાના શરૂ કરી દીધા. કારણકે બીલીપાન વિષની અસર ઓછી કરે છે. બીલીપાન અને જળના પ્રભાવથી ભોલેનાથના શરીરમાં ઉત્પન્ન થયેલી ગરમી શાંત થવા લાગી અને શિવજી પર જળ અને બીલીપાન ચઢાવવાની પ્રથા ચાલુ થઇ.

બીલીપત્ર વિના શિવપૂજા અધૂરી
શિવપૂજામાં બીલીપત્ર ખાસ રાખવા જોઈએ. આ પાન વિના શિવપૂજા અધૂરી જ માનવામાં આવે છે. ધ્યાન રાખો આઠમ, ચૌદશ, અમાસ તિથિ અને રવિવારે બીલીપત્ર તોડવા જોઈએ નહીં. આ તિથિએ બજારમાંથી ખરીદીને કે શિવલિંગ ઉપર ચઢાવેલાં બીલીપત્ર ધોઈને ફરીથી ભગવાન શિવને ચઢાવી શકાય છે.

ઘરમાં જ બીલીપત્રનો છોડ વાવી શકાય છે
હાલ વરસાદનો સમય છે અને આ દિવસોમાં વાવેલાં છોડનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. જો તમે ઇચ્છો તો તમારા ઘરના ફળિયામાં બીલીપત્રનો છોડ વાવી શકાય છે. બીલીપત્રનો છોડ ઘરની બહાર કે આસપાસ હોય તો ઘરના અનેક વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. આયુર્વેદ પ્રમાણે બીલીના ઝાડમાં ઉગતા ફળ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તેના નિયમિત સેવનથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. આ ફળ અનેક દવાઓમાં ઉપયોગ લેવામાં આવે છે.

શિવપુરાણમાં બીલી વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે.
શિવપુરાણમાં બીલી વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે.

ઉત્તર-પશ્ચિમ દિશામાં બીલી વૃક્ષ વાવી શકાય છે
બીલીનો છોડ ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવવો શુભ રહે છે. જે ઘરમાં બીલી વૃક્ષ વાવવામાં આવે છે અને રોજ તેને પાણી આપવામાં આવે છે, ત્યાં રહેતાં લોકોના વિચારમાં પોઝિટિવિટિ બની રહે છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં વૃક્ષ વાવી શકો નહીં તો વૃક્ષને ઘરની ઉત્તર દિશામાં વાવી શકાય છે.

બીલી વૃક્ષનું મહત્ત્વ
શિવપુરાણમાં બીલી વૃક્ષને શિવજીનું જ સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ પણ કહેવામાં આવે છે. શ્રી દેવી લક્ષ્મીનું જ એક નામ છે. જેના કારણે બીલીવૃક્ષની પૂજાથી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ વૃક્ષની જડમાં ગિરિજા, મૂળમાં મહેશ્વરી, ડાળીમાં દક્ષાયની, પાનમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે. આ કારણે આ વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ વધારે છે.

બીલીપાનમાં દેવી દેવતાનો વાસ
શિવપુરાણ પ્રમાણે, બીલીનું વૃક્ષ શિવજીનું જ સ્વરૂપ છે. તેને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. શ્રી લક્ષ્મીજીનું એક નામ છે. તેથી બીલીપાનથી પૂજા કરવાથી લક્ષ્મીજીની પણ પ્રસન્નતા મળે છે. આ વૃક્ષના મૂળમાં ગિરિજા દેવી, ડાળખીમાં મહેશ્વરી, શાખામાં દક્ષાયની, પાંદડામાં પાર્વતી, ફૂલોમાં ગૌરી અને ફળોમાં દેવી કાત્યાયનીનો વાસ માનવામાં આવે છે.