• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • If You Want To Save The Body In An Epidemic, Then Do Yoga Daily, It Will Teach You To Distinguish Between Body And Soul, Which Will Be Helpful In Fighting Diseases.

આજનો જીવનમંત્ર:મહામારીમા શરીરને બચાવવું હોય તો રોજ યોગ કરો, તે શરીર અને આત્માની વચ્ચે ભેદ શીખવાડશે, જે બીમારી સામે લડવામા મદદગાર રહેશે

5 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

આ ખૂબ જ ઊંડો સવાલ છે કે શરીરની અંદર આત્મા રહે છે અને આપણે શરીર નથી, આત્મા છે. શરીર આત્માનું પેકેજિંગ છે. તેના અંગે અનેક સાહિત્ય લખવામા પણ આવ્યાં છે, પરંતુ થોડા લોકો એવા પણ છે, જેમણે પોતાના સાધારણ જીવનમાં તેનો પ્રયોગ કર્યો અને લોકોએ તેનો અનુભવ પણ કર્યો.

તેમાથી એક મહર્ષિ રમણ પણ હતાં. મહર્ષિ રમણનો અરૂણાચલ પ્રદેશમા સ્કંધ આશ્રમ હતો. તે આશ્રમમા બધા ઝેરી, હિંસક અને સાધારણ જીવ એકસાથે રહેતા હતાં. એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના અને એેકબીજા સાથે ઝઘડ્યા વિના. તે આશ્રમમાં જઇને જ્યારે લોકો મહર્ષિ રમણને જોતા હતા ત્યારે આશ્ચર્યચકિત થઈ જતાં હતાં.

એકવાર એક સાપ મહર્ષિ રમણના પગ ઉપર ચઢ્યો. લોકો જોતા રહી ગયાં. જોનાર લોકોને એવું પણ લાગ્યું કે હવે કોઈપણ ક્ષણે આ સાપ મહર્ષિ રમણને ડંખ મારશે. લોકોએ મહર્ષિને સાપ દૂર કરવા પણ જણાવ્યું, પરંતુ મહર્ષિ રમણ બિલકુલ સામાન્ય અને શાંત રહ્યાં. તેમણે લોકોને જવાબ આપ્યો કે સાપ આપમેળે જ જતો રહેશે, ડંખ મારશે નહીં.

થોડીવારમા સાપ ડંખ માર્યા વિના જ જતો રહ્યો. ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે જો સાપે તમને ડંખ માર્યો હોત તો? મહર્ષિ રમણે જવાબ આપ્યો, જો ડંખ માર્યો હોય તો આ શરીરને ડંખ માર્યો હોત. હું તો આત્મા છું, આ શરીર તો પત્થર જેવું છે. આત્મા તેની અંદર છે. મને મારી આત્માનો જ વિચાર આવે છે. મારી આસપાસ રહેનાર લોકોના મનમાં પણ આત્મા ઉપર અડગ રહેવાની પ્રવૃત્તિ હોવી જોઈએ.

પશુ-પક્ષી એટલે મારી નજીક આવે છે, કેમ કે તેમને મારી આત્માની અનુભૂતિ થવા લાગી છે. આ કારણે તેઓ મને અને એકબીજાને કોઈ નુકસાન પહોંચાડતા નથી.

બોધપાઠ- રમણ ઋષિની વાત ખૂબ જ ઊંડી હતી. કોઈ તેમના સ્તરે આજ સુધી જઈ શક્યું નથી. પરંતુ આ મહામારી દરમિયાન જો આપણે શરીર અને આત્મા વચ્ચે અંતર કરવાનું શીખી લઈએ તો શરીરને અનેક પ્રકારના નુકસાનથી બચાવી શકીએ છીએ. જ્યારે આપણે આત્મા ઉપર અડગ રહીશું તો શરીર પ્રત્યે આસક્તિ ઘટી જશે, પછી આપણે તેને વધારે યોગ્ય રીતે સમજી શકીશું. તેના માટે મહર્ષિ રમણે એક રીત જણાવી છે, રોજ યોગ કરો. જે લોકો રોજ યોગ કરે છે, તેઓ આત્મા અને શરીરમા અંતર કરવાની સ્થિતિમા રહે છે.

અન્ય સમાચારો પણ છે...