ધર્મરાજના અવતાર મહાત્મા વિદુર:જો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો વિદુર નીતિના આ નિયમો ગાંઠે બાંધી લો

6 દિવસ પહેલા
 • કૉપી લિંક

મહાત્મા વિદુર મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે. મહાભારત કાળમાં મહાત્મા વિદુર હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર (કૌરવોના પિતા)ના મંત્રી હતા. તેઓ નીતિગત અને ધાર્મિક વાતોથી કૌરવો અને પાંડવોને સમજ આપતા હતા. તેમણે મહાભારતના યુદ્ધને ટાળવા માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ દુર્યોધન પોતાની જીદ પર અડગ રહ્યો હતો. તેમની રાજનૈતિક ચતુરતાનો કોઈ તોડ મળી શકે તેમ નથી.

મહાત્મા વિદુરની નીતિ આજના સમયમાં ખૂબ જ પ્રચલિત છે. વિદુર કુશાગ્ર બુદ્ધિ અને દૂરદર્શી હોવાની સાથે સ્વભાવથી અત્યંત શાંત અને સરળ હતાં. આ કારણે તે ભગવાન શ્રીકૃષ્ણને પણ પ્રિય હતાં. મહારાજા ધૃતરાષ્ટ્ર તેમની પાસેથી મહત્ત્વપૂર્ણ વિષય પર સલાહ લેતા અને દરેક વાત અંગે ચર્ચા કરતાં હતાં. વિદુરજી અને ધૃતરાષ્ટ્રના મધ્યની ચર્ચાની મહત્ત્વપૂ્ર્ણ વાતો વિદુર નીતિ તરીકે જાણિતી છે. વિદુરે સત્યની સાથે-સાથે વ્યવહાર, ધન અને કર્મનો પણ વિદુર નીતિમાં સમાવેશ કર્યો છે.

વિદુર નીતિની આ બાબતોનું ધ્યાન રાખો

 • વિદુર નીતિ અનુસાર કામ, ક્રોધ અને લોભ નરકના દ્વાર છે. આ ત્રણ બાબતોને કારણે વ્યક્તિ ક્યારેય પણ જીવનમાં આગળ વધી શકતી નથી. આ 3 બાબતોનો ત્યાગ કરી દેવો જોઈએ.
 • શંકાસ્પદ વ્યક્તિને ક્યારેય પણ ધન ના આપવું જોઈએ. આ પ્રકારની વ્યક્તિ અન્ય લોકોના ધનનો યોગ્ય ઉપયોગ કરતી નથી.
 • કોઈપણ કામની શરૂઆત સમજી વિચારીને કરવી જોઈએ. જે કામ લગનથી કરવામાં આવે તેમાં અચૂકથી સફળતા મળે છે.
 • બળવાન હોવા છતાં અન્ય વ્યક્તિને ક્ષમા કરી દે અને નબળી વ્યક્તિની મદદ કરે છે, તે વ્યક્તિને સ્વર્ગ પ્રાપ્તિ થાય છે.
 • જે વ્યક્તિ વિશ્વાસપાત્ર ના હોય તેના પર વિશ્વાસ ન કરવો જોઈએ. વિશ્વાસપાત્ર વ્યક્તિ પર જ ભરોસો કરવો જોઈએ, જેનાથી જીવનમાં સફળતા મળે છે.
 • સારા કર્મ કરનાર વ્યક્તિની સાથે રહો અને ખરાબ કર્મ કરનાર વ્યક્તિથી દૂર રહો.
 • જે વ્યક્તિ પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખી શકતી નથી, તેને ક્યારેય પણ સફળતા મળતી નથી.
 • આળસુ વ્યક્તિની ક્યારેય પણ મદદ ન કરવી જોઈએ, તે વ્યક્તિ ક્યારેય પણ ધન પરત કરતી નથી.
 • સમ્માન મળવાથી જે વ્યક્તિ પ્રફુલ્લિત ન થાય અને સન્માન ન મળે ત્યાં ગુસ્સો ન કરે તે વ્યક્તિ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે.
 • જે વ્યક્તિ જે હંમેશા બીમાર રહે છે. તેને શરીરની સાથે પૈસાની પણ ખોટ સહન કરવી પડે છે. તેથી, તેની બીમારી દૂર થાય તો એ જ સૌથી મોટું સુખ છે.