આજથી અધિકમાસ:વ્રત-ઉપવાસ ન કરી શકો અને મંદિર ન જઈ શકો તો 6 મંત્રો દ્વારા ભગવાનની વિશેષ પૂજા થઈ શકે છે

એક વર્ષ પહેલા
 • અધિકમાસમાં ખરીદદારી અને શુભ કામનાં મુહૂર્ત, જાણો આ દિવસોમાં શું કરવું અને શું નહીં

અધિકમાસને હિંદુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ખગોળીય ગણતરી પ્રમાણે દર ત્રણ વર્ષે એક અધિકમાસ હોય છે. એને અધિમાસ, મળમાસ અથવા પુરુષોત્તમમાસ પણ કહેવામાં આવે છે. હિંદુ કેલેન્ડરમાં દરેક મહિનાના સ્વામી દેવતા જણાવવામાં આવ્યા છે, પરંતુ આ તેરમા મહિનાના સ્વામી કોઈ નથી, એટલે આ મહિનામાં દરેક પ્રકારનાં માંગલિક કામ કરવાની મનાઈ છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે, આ મહિનામાં તીર્થ સ્નાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, સાથે જ મળમાસમાં કરેલાં બધાં શુભ કામનું બેગણું ફળ મળે છે. આ મહિનામાં ભાગવતકથા સાંભળવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ. યોગ અને ધ્યાન કરવું જોઈએ. સ્નાન-દાન, વ્રત અને પૂજાપાઠ કરવાં જોઈએ. આવું કરવાથી પાપ દૂર થાય છે અને કરેલાં પુણ્યોનું પણ અનેકગણું ફળ મળે છે.

મંદિર અને વ્રત-ઉપવાસ વિના વિશેષ પૂજા કરી શકાય છેઃ-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે, અધિકમાસ દરમિયાન જો કોઈ ખાસ કારણોથી વ્રત કે ઉપવાસ કરી શકો નહીં અને મંદિર જઈ શકો નહીં તો ઘરે જ ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની માનસ પૂજા કરી શકો છો. વિષ્ણુધર્મોત્તર પુરાણ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરીને મનમાં જ પૂજા કરી શકાય છે. તેને માનસિક પૂજા કહેવામાં આવે છે. આવું કરવાથી પણ તેટલું જ ફળ મળે છે જેટલું અન્ય પ્રકારની પૂજા કરવાથી મળે છે.

માનસ પૂજામાં ભગવાનને મનમાં જ કલ્પનાઓમાં જ આસન, ફૂલ, નૈવેદ્ય, ઘરેણાં અને અન્ય વસ્તુઓ ચઢાવીને તેમની પૂજા કરવામાં આવે છે, એટલે કોઈપણ ભૌતિક વસ્તુની જરૂરિયાત રહેતી નથી. બસ, સાફ અને નિશ્ચલ મન હોવું જરૂરી છે, જેના દ્વારા પૂજાનું હજાર ગણું ફળ મળે છે, એટલે પુરાણોમાં પણ માનસ પૂજાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

માનસ પૂજાના મંત્ર અને તેમનો અર્થઃ-
માનસ પૂજા કરતી સમયે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને મનમાં જ મંત્ર બોલીને તેમના અર્થ પ્રમાણે ભાવનાથી ભગવાનની પૂજા કરવી જોઈએઃ

ऊं लं पृथिव्यात्मकं गन्धं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને પૃથ્વી રૂપ ગંધ એટલે ચંદન અર્પણ કરું છું.

ऊं हं आकाशात्मकं पुष्पं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને આકાશ સ્વરૂપ ફૂલ અર્પણ કરું છું

ऊं यं वाय्वात्मकं धूपं परिकल्पयामि। હે પ્રભુ! હું તમને વાયુદેવમાં ધૂપ અર્પણ કરું છું.

ऊं रं वह्नयान्तकं दीपं दर्शयामि। હે પ્રભુ! હું તમને અગ્નિદેવ તરીકે દીવો અર્પણ કરું છું.

ऊं वं अमृतात्मकं नैवेद्यं निवेदयामि। હે પ્રભુ! હું તમને અમૃત સમાન નૈવેદ્ય અર્પણ કરું છું.

ऊं सौं सर्वात्मकं सर्वोपचारं समर्पयामि। હે પ્રભુ! હું તમને સર્વાત્મા રૂપમાં સંસારના બધા ઉપચારોને તમારાં ચરણોમાં અર્પણ કરું છું.

અધિકમાસમાં શું કરવું જોઈએઃ-

 1. દરરોજ સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું જોઈએ.
 2. તીર્થ સ્નાન કરવું જોઈએ.
 3. આમળાં અને તલનું ઉબટન લગાવીને સ્નાન કરવું જોઈએ.
 4. પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.
 5. સૂર્યને જળ ચઢાવીને યોગ અને ધ્યાન કરવું જોઈએ.
 6. આમળાંના વૃક્ષની નીચે બેસીને ભોજન કરવું જોઈએ.
 7. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં નામનો જાપ કરવા જોઈએ.
 8. જરૂરિયાતમંદ લોકોને ભોજનની વસ્તુઓ અને સીઝનલ ફળનું દાન કરવું જોઈએ.
 9. સાંજના સમયે દીપદાન કરવું જોઈએ.

અધિકમાસમાં શું કરવાથી બચવુંઃ-

 • આ મહિનામાં શારીરિક અને માનસિક રૂપથી અપવિત્ર થવાથી બચવું જોઈએ.
 • તામસિક વસ્તુઓ એટલે લસણ-ડુંગળી અને માંસાહાર વસ્તુઓ ખાવી જોઈએ નહીં.
 • આળસ અને દરેક પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. મોડે સુધી સૂવું જોઈએ નહીં.
 • ખાસ પ્રકારના વ્યક્તિગત સંસ્કાર અને વિશેષ કામનાથી અનુષ્ઠાન કરી શકાય નહીં.
અન્ય સમાચારો પણ છે...