ધ્રુવ અને નારદમુનિ દ્વારા શીખો સફળતા કેવી રીતે મળે?:આપણી પાસે અનુભવી ગુરુ હોય તો મોટા-મોટા કામ સરળતાથી પૂરાં થઈ શકે છે, ગુરુના અનુભવો આપણને પરેશાનીઓથી બચાવે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કામ નાનું હોય કે મોટું, જો આપણી સાથે અનભવી ગુરુ કે કોઈ માર્ગદર્શક હોય તો સફળતા જરૂર મળે છે. ગુરુ પોતાના અનુભવોથી આપણને બાધાઓ પાર કરવાના રસ્તા બતાવે છે, સલાહ આપે છે, જેનું પાલન કરીને મોટા લક્ષ્યો પણ પૂરાં કરી શકાય છે. આ વાત ભક્ત ધ્રુવની કથાથી સમજી શકાય છે.

પ્રાચીન સમયમાં એક રાજા હતો ઉત્તાનપાદ. તેના પુત્રને ભક્ત ધ્રુવના નામથી ઓળખવામાં આવે છે. રાજાની બે રાણીઓ હતી, સુનીતિ અને બીજી સુરુચિ. ધ્રુવની માતા સુનીતિ હતી.

જ્યારે ધ્રુવ પાંચ વર્ષનો હતો, ત્યારે એક દિવસ તેની સાવકી માતા સુરુચિએ તેને કહ્યું કે જો તું તારા પિતાના ખોળામાં બેસવા માંગતો હોય તો કાંતો તો તું મારા પેટથી જન્મ લે કે પછી ભગવાનને પ્રાપ્ત કરીને બતાવ.

ધ્રુવ પાંચ વર્ષનો હતો, પરંતુ ખૂબ જ બુદ્ધિમાન હતો, તેને નક્કી કર્યું કે હવે હું પરમાત્માને પ્રાપ્ત કરીશ. એવો વિચાર કરીને બાળક ધ્રુવ જંગલ તરફ ચાલી નિકળ્યો.

નાનકડો બાળક હવે એ વિચારવા લાગ્યો કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે હું શું કરું? એ સમયે નારદ મુનિ જંગલમાંથી પસાર થઈ રહ્યાં હતાં

નારદ મુનિએ જોયું કે એક નાનકડો બાળક જંગલમાં એકલો ભટકી રહ્યો છે. તેઓ તરત જ બાળકની પાસે પહોંચી ગયાં.

નારદજીએ બાળકને રોક્યો અને પૂછ્યું કે તું આ ગાઢ જંગલમાં એકલો શું કરી રહ્યો છે?

ધ્રુવે નારદ મુનિને આખી વાત જણાવી અને કહ્યું કે હવે હું ભગવાનને પ્રાપ્ત કરવા માંગુ છું.

નારદજીએ બાળકને સમજાવ્યું કે આ તો ખૂબ જ મુશ્કેલ કામ છે. તેની માટે તપસ્યા કરવી પડે છે.

ઘ્રુવે નારદજીની વાતો ધ્યાનથી સાંભળી. નારદજીને લાગ્યું હતું કે આ બાળક પાછો ઘરે જતો રહેશે. પરંતુ એવું ન થયું. બાળકે નારદજીને કહ્યું કે આ બધુ તો ઠીક છે, પરંતુ તમે મને ભગવાનને પ્રાપ્ત કરવાની કોઈ રીત બતાવો.

નારદજી સમજી ગયા કે બાળકનો સંકલ્પ પાક્કો છે. તેમને ધ્રુવને ऊँ नमो भगवते वासुदेवाय મંત્ર બતાવ્યો અને કહ્યું કે તેનો જાપ કર.

નારદજીના માર્ગદર્શન પછી ધ્રુવે ભક્તિ શરુ કરી દીધી અને મંત્ર જાપ કરવા લાગ્યો. થોડા જ દિવસોમાં બાળક ધ્રુવની ભક્તિથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ ગયા અને તેની સામે પ્રગટ થયાં,

આ છે પ્રસંગનો બોધ

આ પ્રસંગથી આપણે ગુરુ અને માર્ગદર્શનનું મહત્વ સમજી શકીએ છીએ. જો આપણી સાથે અનુભવી ગુરુ હોય તો આપણી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે અને આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે કોઈ યોગ્ય વ્યક્તિને જ આપણે પોતાના ગુરુ બનાવવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...