આજનો જીવનમંત્ર:આપણાં માટે કોઈ ભલું કામ કરે છે તો આપણે પણ તેમના માટે કઈંક સારું કરવું જોઈએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાર્તા- રામાયણની ઘટના છે. ચૌદ વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો હતો. અયોધ્યામાં બધા લોકો રામ, લક્ષ્મણ અને સીતાજીની રાહ જોઈ રહ્યા હતાં. ભરત નંદીગ્રામમાં વૈરાગીનું જીવન જીવી રહ્યા હતાં. તેઓ પણ એવું વિચારી રહ્યા હતા કે હવે રામ આવી જશે.

ભરતના મનના એક ખૂણામાં એ સવાલ પણ ઊભો થતો હતો કે સાચે જ રામ આવશે? આ વિચારના કારણે તેઓ પરેશાન હતાં. બીજી બાજુ, રામજીએ હનુમાનજીને કહ્યું, જાઓ અને અયોધ્યાનું વાતાવરણ જોઈને અમને જણાવો, તે પછી જ અમે અયોધ્યા આવીશું.

હનુમાનજી વેશ બદલીને અયોધ્યા જાય છે અને ભરતજીને સૂચના આપે છે કે શ્રીરામ આવે છે, હું તેમનો દૂત બનીને આવ્યો છું. તે પછી હનુમાનજીએ ભરતને પોતાનો પરિચય આપ્યો.

ભરતે જેવું જ સાંભળ્યું કે શ્રીરામ આવવાના છે, તેમણે હનુમાનજીને કહ્યું, તમે મને આ સૂચના આપી છે, તેનાથી મારું મન પ્રસન્ન છે. તમે આટલી શુભ સૂચના મને આપી છે તો જણાવો હું તમને શું આપું?

હનુમાનજીએ કહ્યું, ધન્યવાદ, આ તો મારું કર્તવ્ય છે.

બોધપાઠ- આ સંપૂર્ણમ વાર્તાલાપમાં ભરતે જે કહ્યું, હું તમને શું આપું? આ સંવાદ આપણને બોધ આપે છે કે જીવનમાં જો કોઈ આપણને ગમતું કામ કરે છે તો તેમને એવું ચોક્કસ પૂછવું જોઈએ કે આપણે તેમના માટે શું કરી શકીએ છીએ, જો આપણે તેમના માટે કશુંક સારું કરી શકીએ છીએ તો જરૂર કરવું જોઈએ. સમાજમાં સારી ક્રિયાની સારી પ્રતિક્રિયા, સારા કામનું આદાન-પ્રદાન થતું રહેવું જોઈએ. નહીંતર તમારો વ્યવહાર સૂકો રહી જશે.