સ્વામી વિવેકાનંદ જયંતી 12 જાન્યુઆરીએ:સારું કામ કરતી વખતે દાનત સારી નહીં હોય તો કામનો લાભ નહીં મળે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 12 જાન્યુઆરીએ આચાર્ય રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી છે. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા(કોલકાતા)માં થયો હતો. સંન્યાસ પહેલા તેમનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું. 1881માં નરેન્દ્રની મુલાકાત રામકૃશ્ણ પરમહંસ સાથે થઈ. ત્યારબાદ રામકૃષ્ણથી પ્રભાવિત થઈને 25 વષની ઉંમરમાં જ નરેન્દ્રએ સંન્યાસ લઈ લીધો. સંન્યાસી બન્યા પછી તેનું નામ સ્વામી વિવેકાનંદ પડ્યું. 4 જુલાઈ 1902માં 39 વર્ષની ઉંમરમાં જ સ્વામી વિવેકાનંદજીનું બેલૂર મઠમાં નિધન થઈ ગયું હતું.

સ્વામી વિવેકાનંદ સાથે જોડાયેલ અનેક એવા કિસ્સા છે, જેમાં જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર બતાવવમાં આવ્યાં છે. અહીં જાણો એવો જ એક કિસ્સો...

એક દિવસ કોઈ વ્યક્તિ સ્વામી વિવેકાનંદ સાથે બહેસ કરી રહ્યો હતો. તે વ્યક્તિ બોલી રહ્યો હતો કે તમે કહો છો કે ધન અને સ્ત્રીની પાછળ ન ભાગો, ત્યારે જ આ બંને તમારી પાછળ આવશે. આ વાત સાંભળીને મેં પાછલા એક વર્ષથી મારું જીવન બદલી નાખ્યું છે. મેં ઈમાનદારીથી માત્ર કામ કર્યું, પૂરું ધ્યાન કામ પર જ લગાવ્યું, પરંતુ એક વર્ષ વીતી ગયા પછી પણ મને ન ધન મળ્યું છે કે ન તો કોઈ સ્ત્રી. આટલા સંઘર્ષ પછી પણ હું અવિવાહિત અને નિષ્ફળ છું.

વિવેકાનંદજી બોલ્યા કે ભાઈ એક વાત જણાવ કે તારા આ સંપલ્પ પાછળ તમારી સાધના હતી કે તારી કામના હતી?

આ વાત સાંભળીને વ્યક્તિને આશ્ચર્ય થયું, તેને કહ્યું કે આ વાત મને નહીં સમજાઈ,

વિવેકાનંદજીએ એ સમજાવતાં કહ્યું કે જો તે સાધનાની સાથે સંકલ્પ લીધો છે તો તેનું ફળ અલગ મળશે. તે કામના સાથે સંકલ્પ લીધો છે એટલે તને કોઈ લાભ નહીં મળે.

હંમેશાં ધ્યાન રાખો કે સારા કામ પાછળની નીયત ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. હું તને એ કહેવાં માગું છું કે જો તુ ધન અને સ્ત્રીનો મોહ છોડીને કામ કરીશ, ત્યારે આ બંને કોઈને કોઈ રૂપમાં તમારી આસપાસ આવશે, પરંતુ એ સમયે પણ તારા મનમાં તેનો કોઈ મોહ ન હોવો જોઈએ. મોહ રહેશે તો સંકલ્પ અધૂરો રહી જશે અને જીવનમાં અંશાંતિ જ ચાલતી રહેશે.

પ્રસંગની શીખ

આ કિસ્સાની શીખ એ છે કે આપણે સારા કામ કરવા જોઈએ અને કામની પાછળ નીયત પણ સારી હોવી જોઈએ. નિઃસ્વાર્થ ભાવથી જે કામ કરવામાં આવે છે, તેમાં શાંતિ જરૂર મળે છે.