આજનો જીવનમંત્ર:જો કોઈ વ્યક્તિ ખરાબ કામ કરે છે તો ભૂલનું કારણ પણ સમજવું જોઈએ

2 મહિનો પહેલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
  • કૉપી લિંક

વાર્તા- ગુરુ સમર્થ રામદાસ વીર શિવાજીના ગુરુ હતાં. તેઓ એક દિવસ પોતાના થોડા શિષ્યો સાથે કોઈ ખેતર પાસેથી પસાર થઈ રહ્યા હતાં. રસ્તામાં શિષ્યોને ભૂખ લાગી. બધાએ ગુરુને કહ્યું, અમને ભૂખ લાગી છે.

ગુરુએ કહ્યું, આપણે આપણી ભૂખ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ.

તે શિષ્યોમાં એક એવો હતો, જેને ખૂબ જ વધારે ભૂખ લાગી રહી હતી. તે ભૂખ સહન કરી શક્યો નહીં તો શેરડીના ખેતરમાં જતો રહ્યો, તેણે એક શેરડી ઉખાડી લીધી અને તેને ખાવા લાગ્યો. તે સમયે ખેતરનો માલિક ત્યાં આવી ગયો અને તેણે કહ્યું, તે મને પૂછ્યાં વિના મારા ખેતરમાંથી શેરડી શા માટે ઉખાડી.

બધા જ શિષ્યો આ વાત સાંભળીને ચૂપ થઈ ગયા અને ગુરુ સમર્થ રામદાસજી તરફ જોવા લાગ્યાં. માલિકને થયું કે આ વ્યક્તિ આ લોકોનો મુખિયા છે. તેણે રામદાસજી સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. ખેતરના માલિકના થોડા સાથીઓ પણ ત્યાં આવી ગયા અને રામદાસજીને મારવાનું શરૂ કરી દીધું. બધા શિષ્ય તેમનું કશું જ કરી શક્યા નહીં.

આ વાત વીર શિવાજીને જાણ થઈ ત્યારે તેમણે ખેતરના માલિક અને તેના સાથીઓને પકડીને દરબારમાં જાહેર થવાનો આદેશ આપ્યો. બીજા દિવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે તે લોકોને દરબારમાં હાજર કરવામાં આવ્યાં. તે લોકોએ જોયું કે જે વ્યક્તિને તેમણે માર્યો હતો, તે રાજ સિંહાસન ઉપર બેઠો હતો અને શિવાજી તેમની પાસે નીચે બેઠા હતાં. આ જોઈને ખેતરના માલિક અને તેના સાથીઓ ડરવા લાગ્યાં. જે ખેડૂતે રામદાસજીને પહેલાં માર્યા હતાં, તે તેમના ચરણોમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો.

શિવજીએ કહ્યું, ગુરુદેવ, આ ખેડૂતોએ અપરાધ કર્યો છે, તમે જણાવો તેમને શું સજા આપવી જોઈએ?

રામદાસજીએ કહ્યું, શિવા હું જે કહીશ, તે કરશો?

શિવજીએ હા કહ્યું ત્યારે ગુરુ રામદાસજીએ કહ્યું, આ ખેડૂતને માફ કરી દો અને તેની પાસે એક નાનું શેરડીનું ખેતર છે, તેને એટલાં ખેતર આપી દો કે તે તેનું જીવન સરળતાથી જીવી શકે. તેણે મારપીટ એટલાં માટે કરી કેમ કે તેની માટે એક શેરડી પણ ખૂબ જ કિંમતી હતી. આ એક ગરીબ વ્યક્તિ છે.

બોધપાઠ- જો યોગ્ય વ્યક્તિ કોઈ ભૂલ કરી દે અને તેને સજા આપવી હોય તો તેની ભૂલનું કારણ પણ સમજવું જરૂરી છે. અપરાધનું મૂળ કારણ દૂર કરવું જોઈએ જેથી તે ભવિષ્યમાં ફરીથી કોઈ અપરાધ કરે નહીં.