• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Https: Www.divyabhaskar.co.in Dharm darshan Dharm News Quotes in gujarati motivational quotation thoughts of positive thinking prerak vichar

મકર સંક્રાંતિ:ઉત્તરાયણને લઈને પંચાંગ ભેદ; 14 જાન્યુઆરીએ સૂર્ય રાશિ બદલશે પરંતુ અનેક જગ્યાએ 15મીએ ઉત્તરાયણ ઉજવાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વખતે સ્નાન-દાનનો પર્વ મકર સંક્રાંતિ બે દિવસ 14 અને 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષ આચાર્યો પ્રમાણે આ વખતે સૂર્યના રાશિ પરિવર્તનના સમયને લઈને પંચાંગોમાં મતભેદ છે. જેથી સંક્રાંતિ પર્વ બે દિવસ ઊજવવામાં આવશે. આ દિવસે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે મકર સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. આ દિવસથી સૂર્ય ધરતીના ઉત્તર ગોળાર્ધમાં આવી જાય છે. એટલે તેને ઉત્તરાયણ પર્વ કહેવામાં આવે છે.

સૂર્યના રાશિ પરિવર્તનના સમયમાં અંતર
દેશના પંચાંગોમાં સૂર્યના બદલાતા સમયને લઈને ભેદ છે. કોલકાતાથી બહાર પાડવામાં આવેલ રાષ્ટ્રીય પંચાંગ પ્રમાણે 14 જાન્યુઆરીએ બપોરે 02.30 કલાકે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે સ્નાન-દાન અને પૂજા સાથે મકર સંક્રાંતિ પર્વ શુક્રવારે જ ઊજવવામાં આવવું જોઈએ.

મકર સંક્રાંતિએ સૂર્યના રાશિ બદલતા જ ધનુર્માસ પૂર્ણ થઈ જશે. જેથી માંગલિક કાર્યોની શરૂઆત ફરીથી થઈ જશે
મકર સંક્રાંતિએ સૂર્યના રાશિ બદલતા જ ધનુર્માસ પૂર્ણ થઈ જશે. જેથી માંગલિક કાર્યોની શરૂઆત ફરીથી થઈ જશે

પુરી, બનારસ, ઉજ્જૈન અને તિરૂપતિથી બહાર પાડવામાં આવેલ થોડા પંચાંગ અને અખિલ ભારતીય વિદ્વત પરિષદ પ્રમાણે 14 તારીખે રાતે લગભગ 8 કલાકે સૂર્ય મકર રાશિમાં આવશે. સૂર્યાસ્ત પછી સૂર્યનું રાશિ પરિવર્તન થવાના કારણે મકર સંક્રાંતિ પર્વ બીજા દિવસે એટલે 15 જાન્યુઆરી, શનિવારે ઊજવવામાં આવશે.

ધનુર્માસ પૂર્ણ થશે, માંગલિક કાર્યો શરૂ થશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે મકર સંક્રાંતિએ સૂર્યના રાશિ બદલતા જ ધનુર્માસ પૂર્ણ થઈ જશે. જેથી માંગલિક કાર્યોની શરૂઆત ફરીથી થઈ જશે. હવે ગૃહ પ્રવેશ તથા લગ્ન વગેરે માંગલિક કાર્યો પણ કરી શકાશે. આ દિવસે ધનુર્માસ પૂર્ણ થવાથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવાનું પણ વિધાન છે.

મકર સંક્રાંતિએ ખાસ કરીને અનાજ દાન, તીર્થ, ગંગા સ્નાન કરવું જોઈએ
મકર સંક્રાંતિએ ખાસ કરીને અનાજ દાન, તીર્થ, ગંગા સ્નાન કરવું જોઈએ

સ્નાન-દાનનું ખાસ મહત્ત્વ
આ દિવસે પાણીમાં તલ અને ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવાની પરંપરા છે. સાથે જ, દિવસભર જરૂરિયાતમંદ લોકોને તલથી બનેલી વસ્તુઓ, કપડા અને ભોજન દાન પણ કરવું જોઈએ. આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે. મકર સંક્રાંતિએ ખાસ કરીને અનાજ દાન, તીર્થ, ગંગા સ્નાન કરવું જોઈએ. મંદિરો સહિત જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડા દાન કરવાની સાથે જ ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પુણ્ય મળે છે. આ દિવસથી વાતાવરણમાં ફેરફાર શરૂ થવા લાગે છે.