અનંત ઊર્જા:સંબંધો કેવી રીતે શ્રેષ્ઠ બનાવવા?

24 દિવસ પહેલાલેખક: બી.કે. શિવાની, બ્રહ્માકુમારી
  • કૉપી લિંક
  • સંબંધોમાં ‘શું કર્યું’ની તુલનામાં ‘કેવા વિચાર’ સાથે કર્યું, વધુ મહત્ત્વ ધરાવે છે. આપણે આત્માની ઊર્જા પર ધ્યાન આપવું જોઈએ.

સંબંધનો અર્થ બે આત્મા વચ્ચે ઊર્જાનું આદાન-પ્રદાન થાય છે. આપણે સંબંધોમાં એ ફરિયાદોમાં ન ગૂંચવાઈએ કે કોણે આપણા માટે શું કર્યું છે. આપણે પોતાનાં વિચારો પર ધ્યાન આપવું જોઈએ.

આપણા સૌના જીવનમાં સંબંધો અત્યંત મહત્ત્વનાં છે. રિલેશનશિપ એટલે કે ઊર્જાનું આદાન-પ્રદાન. આપણા સંબંધોમાં, પરિવારનો સાથ, મિત્રોનો સાથ, આપણા નોકરીના સ્થળે, સાથી કર્મચારીનો સાથ, આપણે જ ેવિચારીએ છીએ, અનુભવીએ છીએ, બોલીએ છીએ, જે વ્યવહાર કરીએ છીએ, તે આપણું સ્પંદન છે. સામેનો વ્યક્તિ જે વિચારે છે, અનુભવે છે, વ્યવહાર કરે છે, એ તેનું સ્પંદન છે, જે મારા સુધી પહોંચે છે. ઊર્જાના આ આદાન-પ્રદાનને સંબંધ કહે છે. સંબંધ માત્ર એ નથી, જે કોઈ લેબલ દ્વારા હોય. એટલે માત્ર માતા-પિતાનો બાળકો સાથે, મિત્ર-મિત્રનો, પતિ-પત્નીનો, પડોશીનો પડોશી સાથેનો સંબંધ જ સંબંધ નથી. સંબંધ બે આત્માઓ વચ્ચે ઊર્જાનું આદાન-પ્રદાન છે, જેમાં બે આત્માની અલગ-અલગ ભૂમિકા પણ હોઈ શકે છે.

આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે, જે બહારથી દેખાય છે તે સંબંધ છે. એટલે કે, એક બીજા સાથે આપણે કેવી રીતે વાત કરીએ છીએ, કેવો વ્યવહાર કરીએ છીએ, એક બીજા માટે શું કરીએ છીએ. કેટલી વખત આપણે પોતાને એમ કહેતા સાંભળીએ છીએ કે, આ સંબંધ માટે તમે શું કર્યું. આ કેટલું મહત્ત્વનું કથન છે. સામેની વ્યક્તિ કહેશે, મેં આ સંબંધ માટે આમ કર્યું... પેલું કર્યું. મેં દિવસ નથી જોયો કે રાત જોઈ નથી. મેં મારી ક્ષમતાથી વધુ તેમના માટે કર્યું. મેં પોતાના અંગે વિચાર્યું જ નહીં, માત્ર તેમના અંગે જ વિચાર્યું. આપણો ફોકસ આવો જ થઈ જાય છે કે, અમે એક બીજા માટે શું કર્યું. જોકે, તેના કરતાં વધુ જરૂરી છે આપણે એક-બીજા માટે શું અને કેવું વિચાર્યું. સંબંધ માત્ર એ નથી, જે આપણે તેમના માટે કરીએ છીએ. સંબંધ એ છે કે, આપણે તેમના અંગે શું વિચારી રહ્યા છીએ. કેમકે મન પ્રત્યે આપણે મોટાભાગે ધ્યાન આપતા નથી. સમાજ પણ એ વાત પર જ ધ્યાન આપી રહ્યો છે કે, તેમણે શું કર્યું, તેમના માટે શું કર્યું, મારી સાથે કામ કરનારાએ મારા માટે શું કર્યું, કંપની માટે શું કર્યું. એટલે કે આપણે એ વાત પર ફોકસ કરીએ છીએ, જે દેખાય છે.

સંબંધ માત્ર ‘શું કર્યું’ તેનાથી બને તો તે વધુ મજબૂત હોતા નથી. કેમકે આપણે આખો દિવસ જે કરી રહ્યા છીએ, સંબંધો માટે જ તો કરીએ છીએ. પછી તે ઘરના સંબંધો હોય, ઓફિસના સંબંધો માટે હોય કે ઓફિસ માટે. આટલું કર્યા પછી, આટલી મહેનત પછી, પોતાનું આખું જીવન એ સંબંધમાં લગાવી દીધા પછી આપણે એવું અનુભવીએ છીએ કે, આ સંબંધ એટલો મજબૂતન થી. નાનકડી વાતથી જ સંબંધ હચમચી જાય છે. ‘આવી નાની-નાની વાતોમાં નારાજ કેમ થઈ જઈએ છીએ.’ ‘મેં તેના માટે આટલું કર્યું, એ તેમને યાદ રહેતું નથી, નાની-નાની વાતો પકડીને બેસી જાય છે.’ ‘કર્યું’ શબ્દ પર એટલું વધુ ધ્યાન છે કે, આપણને લાગે છે કે, આટલું કર્યા પછી પણ સંબંધ મજબૂત નથી.

એટલે, આજે થોડું પરિવર્તન લાવીએ. સંબંધ સૌથી પહેલા આત્મા સાથે હોય છે. કોઈ પણ એક સંબંધને શોધો, જેમાં તમને લાગે છે કે, બે લોકો વચ્ચે જે સાંમજસ્ય, સરળતા, ઊર્જાનું સુંદર વહેણ હોવું જોઈએ, તે છે કે નહીં. આપણે પ્રયાસ તો ઘણા કરીએ છીએ, પરંતુ કોઈ ગેરસમજ, કોઈ નારાજગી, કોઈ દુ:ખ, કોઈ અધૂરી આશા છે. આ શું છે, તેને ચકાસવાનું છે. તો એ સંબંધમાં જઈને, એ વ્યક્તિ માટે, મન પાસે જાઓ. તમે એ ન જુઓ કે તમે તેમના માટે શું-શું કર્યું છે. પોતાના મનના અંદર આવો. સૌથી પહેલા એ વાત પર ધ્યાન આપો કે, તેમના માટે એ બધું કરતા સમયે આપણા મનની સ્થિતિ કેવી હતી. જેમકે, બાળકો અને માતા-પિતા વચ્ચે એક સુંદર સંબંધ હોય છે, નિ:સ્વાર્થ ભાવ. માતા કે પિતાને બદલામાં કશું જોઈતું હોતું નથી. તેઓ બાળકને માત્ર આપે જ છે. આ અત્યંત સુંદર નિ:સ્વાર્થ સંબંધ છે. તો જુઓ કે કોઈના માટે કંઈક કરતા સમયે તમારા મનની સ્થિતિ કેવી હતી. કોઈ પણ તમને પૂછે કે તમે આટલી મહેનત શા માટે કરો છો, થોડો આરમ કરો, આખો દિવસ કેટલું દોડતા રહો છો, પરિવાર માટે, ઘર માટે, બાળકો માટે ભાગતા રહો છો, તેમ છતાં બાળકો નારાજ થઈ જાય છે. તેઓ સન્માન કરતા નથી, આપણી સાથે સમય પસાર કરતા નથી, પોતાની જ દુનિયામાં મગન રહે છે, આપણી તરફ ધ્યાન આપતા નથી. નાની-નાની વાતો પર એટલી બધી અપેક્ષાઓ છે કે, તે પૂરી થતી નથી અને આપણે દુ:ખી થઈ જઈએ છીએ. આપણે જ્યારે વિચારીએ છીએ કે, મેં આટલું કર્યું, તો પણ તેઓ હજુ મારા પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા નથી. તેમને સંતોષ પ્રાપ્ત થાય તેના માટે હવું બીજું શું કરું. આપણે ક્યારેક બોલી પણ નાખીએ છીએ કે, હવે બીજું હું શું કરી શકું છું. ત્યારે આવા સંબંધ પર સવાલ ઊભો થઈ જાય છે. બસ આ સવાલ અને વિચારથી જ આપણે બચવાનું છે.

અન્ય સમાચારો પણ છે...