તલનું ધાર્મિક-વૈજ્ઞાનિક મહત્ત્વ:કેવી રીતે થઈ તલની ઉત્પત્તિ? પૂજામાં તલનો ઉપયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સ્વાસ્થ્ય માટે પણ અતિફાયદાકારક છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંદુ ધર્મમાં જ્યારે કોઈપણ પૂજા-હવન, વગેરે કરવામાં આવે છે ત્યારે એમાં તલનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. પોષ મહિના સાથે જોડાયેલાં અનેક વ્રત-તહેવાર પણ તલ સાથે જોડાયેલાં હોય છે, જેમ કે તલ ચોથ, ષટતિલા એકાદશી, તલ બારસ વગેરે....

આ વખતે તલ ચોથનું પર્વ 10 જાન્યુઆરી, મંગળવાર એટલે આજે છે. આ વ્રતમાં ભગવાન શ્રીગણેશને તલથી બનેલાં પકવાનોનો ભોગ ખાસ ધરાવવામાં આવે છે. પોષ મહિનામાં તલ સાથે જોડાયેલાં અનેક વ્રત-તહેવાર ઊજવવામાં આવે છે, જેમ કે તલ ચોથ, ષટતિલા એકાદશી, તલ બારસ અને મકરસંક્રાંતિ. તલને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં પણ તલનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તલ સાથે જોડાયેલી અનેક કથાઓ આપણા ધર્મ ગ્રંથોમાં પણ છે. આ લેખમાં આગળ જાણો તલને આટલાં પવિત્ર કેમ માનવામાં આવે છે....

તલની ઉત્પત્તિ કેવી રીતે થઈ
મત્સ્યપુરાણ પ્રમાણે, મધુ નામનો એક મહાશક્તિશાળી દૈત્ય હતો. ભગવાન વિષ્ણુ અને મધુ દૈત્યની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ કરતી સમયે ભગવાન વિષ્ણુના શરીરમાંથી પરસેવો વહેવા લાગ્યો. આ જ પરસેવાના ટીપાથી જ તલની ઉત્પત્તિ થઈ. જ્યારે મધુ દૈત્ય મૃત્યુ પામ્યો ત્યારે બધા દેવતાઓએ પ્રસન્ન થઈને ભગવાનની સ્તૃતિ કરી. પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ કહ્યું કે મારા શરીરમાંથી ઉત્પન્ન થવાને કારણે આ તલ ત્રણેય લોકની રક્ષા કરનાર બનશે. મારી પૂજામાં એનો ઉપયોગ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે, એટલે તલનો ઉપયોગ દરેક પ્રકારની પૂજામાં કરવો જરૂરી છે.

પિતૃકર્મમાં કાળાં તલનો ઉપયોગ કરવામાં આવે છે.
પિતૃકર્મમાં કાળાં તલનો ઉપયોગ કરવામાં આવે છે.

પિતૃકર્મ માટે પણ તલ જરૂરી છે
પિતૃકર્મ, જેમ કે શ્રાદ્ધ, પિંડદાન વગેરેમાં પણ તલનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. ગરુડ પુરાણમાં તલ અને ગંગાજળથી કરેલા તર્પણને મુક્તિદાયક કહેવામાં આવે છે. એ પ્રમાણે, તલયુક્ત પાણી પીવાથી પિતૃઓનું તર્પણ કરવાથી તેમને શાંતિ મળે છે અને તેઓ સુખપૂર્વક પિતૃલોકમાં નિવાસ કરે છે, સાથે જ તર્પણ કરનારા લોકોને શુભફળની પ્રાપ્તિ થાય છે. પૂજા અને પિતૃકર્મમાં હંમેશાં સફેદ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ભગવાન વિષ્ણુના વરદાનથી તલનો ઉપયોગ પૂજામાં થવા લાગ્યો.
ભગવાન વિષ્ણુના વરદાનથી તલનો ઉપયોગ પૂજામાં થવા લાગ્યો.

તલ સાથે જોડાયેલાં વ્રત-તહેવાર પોષ મહિનામાં જ કેમ?
પોષ મહિનો ઠંડીની ઋતુમાં આવે છે. આ મહિનામાં તલ સાથે જોડાયેલાં સૌથી વધારે વ્રત-તહેવાર ઊજવવામાં આવે છે, જેની પાછળ આપણા પૂર્વજોના વૈજ્ઞાનિક વિચાર છે, કેમ કે આ વાતાવરણમાં તલનો ઉપયોગ આપણા શરીર માટે શક્તિદાયક હોય છે. ઠંડીમાં મકરસંક્રાંતિનું પર્વ ઊજવવામાં આવે છે, આ અવસરે તલના પકવાન ખાસ રીતે બનાવવામાં આવે છે. આ સિવાય ષટતિલા એકાદશીએ સ્નાન કરવા માટે પાણીમાં તલનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારને તલના અનેક લાભ અને ગુણ મળી શકે તેટલાં માટે પોષ મહિનામાં તલનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે.

ઠંડીની ઋતુમાં તલ ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
ઠંડીની ઋતુમાં તલ ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.

તલનું આયુર્વેદિક મહત્ત્વ
આયુર્વેદમાં તલનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. ઠંડીની ઋતુમાં તલ ખાવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે. તલના તેલથી માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે અને માંસપેશીઓ મજબૂત થાય છે. તલમાં ભરપૂર માત્રમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, સાથે જ કોપર, મેગ્નેશિયમ, ટ્રાઇયોફાન, આયર્ન, મેન્ગેનીઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝિંક અને વિટામિન બી1 હોય છે. આ બધાં જ તત્ત્વો રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ઉપયોગી બને છે.