તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સવ:રવિવારે શુભ યોગમાં હોળિકા દહન થશે, પૂર્ણિમા તિથિએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 28 માર્ચે સાંજે હોળિકા દહન સમયે ભદ્રા રહેશે નહીં

રવિવાર, 28 માર્ચના રોજ ફાગણ મહિનાની પૂર્ણિમા છે. રવિવારે રાતે હોળિકા દહન કરવામાં આવશે. તે પછી બીજા દિવસે એટલે 29 માર્ચના રોજ ધૂળેટી રમવામાં આવશે. આ વર્ષે હોળિકા દહન સમયે ભદ્રા રહેશે નહીં. 28 માર્ચના રોજ ભદ્રા બપોરે લગભગ 1.35 સુધી જ રહેશે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. રવિવારે સાંજે 6 વાગ્યા સુધી ઉત્તરાભદ્રાપદ નક્ષત્ર અને તે પછી હસ્ત નક્ષત્ર રહેશે. રવિવારે આ નક્ષત્ર હોવાથી મિત્ર અને માનસ નામના શુભ યોગ પણ બની રહ્યા છે.

  • દર મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઇએ અથવા વાંચવી જોઇએ. ભગવાન સત્યનારાયણનું વિધિવત પૂજન કોઇ બ્રાહ્મણ પાસે કરાવવું જોઇએ. ભગવાન વિષ્ણુને હલવાનો ભોગ ધરાવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.
  • ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા આ તિથિએ કરો. હોળી વિષ્ણુ પૂજાનો મહાપર્વ છે. આ તિથિએ ભક્ત પ્રહલાદની રક્ષા વિષ્ણુજીએ કરી હતી. ભગવાનની કૃપાથી ભક્ત પ્રહલાદ બચી ગયા અને હોળિકા બળી ગઇ હતી. વિષ્ણુજી અને લક્ષ્મીજીનો અભિષેક દક્ષિણાવર્તી શંખથી કરવો જોઇએ. તેના માટે કેસર મિશ્રિત દૂધનો ઉપયોગ કરશો તો ખૂબ જ સારું રહેશે.
  • પૂર્ણિમા તિથિએ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવવું જોઇએ. જળમાં ફૂલ, કંકુ અને ચોખા પણ મિક્સ કરવા જોઇએ. ઓમ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરો.
  • પૂર્ણિમાએ જરૂરિયાતમંદ લોકોને ફળનું, અનાજ અને ધનનું દાન કરો. જો શક્ય હોય તો વસ્ત્રનું દાન પણ કરો.
  • પૂર્ણિમા તિથિએ શિવલિંગનો અભિષેક પંચામૃતથી કરવો જોઇએ. કાચુ દૂધ, ઘી, દહીં, ખાંડ અને મધ મિક્સ કરીને પંચામૃત બનાવવામાં આવે છે. પંચામૃત ચઢાવતી સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. બીલીપાન, હાર-ફૂલ અને પ્રસાદ ચઢાવો. દીવો પ્રગટાવીને આરતી કરો. આ દિવસે શિવ પરિવાર એટલેે શ્રી ગણેશ, શિવજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી, નંદીની પૂજા ખાસ કરીને કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો