તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણ પૂનમનું મહત્ત્વ:હોળિકા દહનની જ્વાળાથી શુભ-અશુભ સંકેત મળે છે, હોળીની રાતને મહારાત્રિ કહેવામાં આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી અને શિવરાત્રિની જેમ હોળિકા દહનની રાતને પણ મહારાત્રિ કહેવામાં આવે છે, તેમાં કરવામાં આવતી પૂજાથી વિશેષ ફળ મળે છે

ફાગણ પૂનમ 28 માર્ચ રવિવારના રોજ હોળિકા દહન કરવામાં આવશે. આ વખતે હોળીના દિવસે ભદ્રાનો અશુભ યોગ રહેશે નહીં અને હોળિકા દહન માટે લગભગ 2 કલાક 10 મિનિટનો સમય મળશે. હોળિકા દહનના દિવસે ભદ્રાકાળ સવારે સૂર્યોદયથી શરૂ થઇને બપોરે દૂર થઇ જશે. એટલે સાંજે ગોધૂલિ બેલામાં હોળિકા દહન કરવું શુભ રહેશે.

હોળિકા દહનની જ્વાળાથી શુભ-અશુભ સંકેત મળે છેઃ-
હોળિકા દહનની જ્વાળા પૂર્વ દિશા તરફ હોય તો તેનાથી આવનાર સમયમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં ઉન્નતિના અવસર વધે છે. ત્યાં જ, પશ્ચિમ તરફ હોય તો પશુધનને લાભ થાય છે. ઉત્તર દિશા તરફ હવા હોય તો દેશ અને સમાજમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. આ સિવાય દક્ષિણ દિશામાં હોળીની જ્વાળા હોય તો અશાંતિ અને ક્લેશ વધે છે. વિવાદ અને ઝઘડા થાય છે. પશુધનની હાનિ થાય છે. અપરાધિક મામલાઓ વધે છે.

દક્ષિણ દિશામાં હોળીની જ્વાળા હોય તો અશાંતિ અને ક્લેશ વધે છે
દક્ષિણ દિશામાં હોળીની જ્વાળા હોય તો અશાંતિ અને ક્લેશ વધે છે

ફાગણ પૂનમની રાત મહારાત્રિ હોય છેઃ-
કેન્દ્રિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય જગન્નાથપુરીના જ્યોતિષ ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે હોળિકા દહનની રાતને પણ દિવાળી અને શિવરાત્રિની જેમ જ મહારાત્રિની શ્રેણીમાં રાખવામાં આવે છે. હોળિકાની રાખને માથા ઉપર લગાવવાનું પણ વિધાન છે. આવું કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે. આ રાતે મંત્ર જાપ કરવાથી તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન સુખમય બને છે, જીવનમાં આવતી બધી પરેશાનીઓનું આપમેળે નિરાકરણ આવી જાય છે.

રાહુથી બચવા માટે હોળિકા દહનમાં ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવામાં આવે છે
રાહુથી બચવા માટે હોળિકા દહનમાં ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવામાં આવે છે

પૂનમના દિવસે ઉગ્ર સ્વરૂપમાં રાહૂ હોય છેઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે હોળીના પહેલાના આઠ દિવસોમાં ગ્રહોનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. આઠમના દિવસે ચંદ્ર, નોમના દિવસે સૂર્ય, દશમના દિવસે શનિ, એકાદશીએ શુક્ર, બારસના દિવસે ગુરુ, તેરસના દિવસે બુધ, ચૌદશના દિવસે મંગળ અને પૂનમના દિવસે રાહુ ઉગ્ર સ્વભાવમાં રહે છે.

રાહુના અશુભ પ્રભાવથી માનસિક તણાવસ કન્ફ્યૂઝન અને અજાણ્યો ભય વધે છે. રાહુના કારણે જ અનેક લોકો ખોટા નિર્ણય લે છે. એટલે રાહુથી બચવા માટે હોળિકા દહનમાં ગાયના ગોબરથી બનેલાં છાણા પ્રગટાવવામાં આવે છે. પૂનમ તિથિએ પાણીમાં ગંગાજળ અને ગૌમૂત્ર મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો