તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે હોળિકા દહન:આ વર્ષે હસ્ત નક્ષત્ર અને 6 શુભયોગમાં હોળી પ્રગટાવવામાં આવશે, આ સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધુલિ વેલામાં પૂજા અને પ્રદોષ કાળમાં પૂર્ણિમાના સંયોગમાં હોળિકા દહન થવું સુખ અને સમૃદ્ધિ આપનાર રહેશે

રવિવાર, 28 માર્ચ એટલે આજે ફાગણ મહિનાની પૂર્ણિમા તિથિએ પ્રદોષ કાળ એટલે સાંજે હોળિકા દહન થશે. આ સમયે હસ્ત નક્ષત્ર સાથે જ 6 મોટા શુભ યોગ પણ રહેશે. ત્યાં જ, ભદ્રા કાળ બપોરે લગભગ 1.55 સુધી જ રહેશે. તે પછી આખો દિવસ શુભ રહેશે. આ વખતે હોળિકા દહનના દિવસે ચંદ્ર પોતાના જ નક્ષત્રમાં રહેશે, 3 રાજયોગ અને 3 અન્ય મોટા શુભ યોગ પણ બની રહ્યા છે. જે એક દુર્લભ સંયોગ છે. નક્ષત્રોની આ ખાસ સ્થિતિમાં હોળિકા દહન થવું દેશમાં સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત છે. 29 માર્ચ, સોમવારે ધૂળેટીનો ઉત્સવ ઊજવવામાં આવશે.

હોળિકા દહન મુહૂર્તઃ-
કેન્દ્રિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય જગન્નાથ પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે પ્રદોષ કાળમાં હોળિકા દહન કરવામાં આવવું જોઇએ. પ્રદોષ કાળ એટલે દિવસ પૂર્ણ થવો અને રાત શરૂ થવાની વચ્ચેનો સમય. આ વખતે પ્રદોષ કાળમાં પૂર્ણિમા અને હસ્ત નક્ષત્રનો સંયોગ રહેશે અને ભદ્રા દોષ રહેશે નહીં. એટલે હોળિકા પૂજન અને દહન માટે શુભ મુહૂર્ત સાંજે 6.40થી રાતે 8.50 મિનિટ સુધી રહેશે.

હોળિકા પૂજન અને દહન માટે શુભ મુહૂર્ત સાંજે 6.40થી રાતે 8.50 મિનિટ સુધી રહેશે
હોળિકા પૂજન અને દહન માટે શુભ મુહૂર્ત સાંજે 6.40થી રાતે 8.50 મિનિટ સુધી રહેશે

હોળિકા દહનથી સુખ અને સમૃદ્ધિઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે હસ્ત નક્ષત્રમાં હોળી ઊજવાશે. આ નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે. જે અમૃત, સુખ અને સમૃદ્ધિનો કારક છે. આ ગ્રહ ઉત્સવ, ઉલ્લાસ અને સુખનો પણ કારક છે. તેનાથી માનસિક શાંતિ અને પ્રસન્નતા મળે છે. આજે ફાગણ પૂર્ણિમા છે. આ તિથિનો પણ સ્વામી ચંદ્ર છે એટલે ચંદ્રનો પ્રભાવ વધારે રહેશે. જેનાથી બીમારીઓ સામે લડવાની તાકાત વધશે. હસ્ત નક્ષત્ર લક્ષ્મીનો કારક માનવામાં આવે છે. આ નક્ષત્રમાં ચંદ્ર હોવાથી લક્ષ્મી યોગનું ફળ મળે છે.

સાંજે હોળિકા દહન સમયે પર્વત, શંખ અને લક્ષ્મી નામના રાજયોગ બની રહ્યા છે
સાંજે હોળિકા દહન સમયે પર્વત, શંખ અને લક્ષ્મી નામના રાજયોગ બની રહ્યા છે

6 શુભ યોગઃ બીમારીઓથી છુટકારો અને ઉન્નતિનો સંકેતઃ-
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે સાંજે હોળિકા દહન સમયે પર્વત, શંખ અને લક્ષ્મી નામના રાજયોગ બની રહ્યા છે. તેની સાથે જ શુક્ર સાથે શારીરિક સૌખ્ય યોગ બનશે. આ સિવાય સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને વૃદ્ધિ નામનો યોગ પણ રહેશે. આ શુભ યોગમા હોળિકા દહન થવાથી લોકોમાં બીમારીઓથી છુટકારો મળશે. સાથે જ આ શુભ યોગમાં દેશમાં સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિનો સંકેત આપી રહ્યા છે. દેશની પ્રશાસનિક વ્યવસ્થામાં મોટા અને સારા ફેરફાર જોવા મળશે. ઉદ્યોગ અને વેપાર સાથે જ રોજગાર વધશે સાથે જ ઘઉંનો પાક પણ સારો રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો