તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી 2021:આજે 499 વર્ષ પછી બનતા મહાસંયોગમાં સાંજે 6:40 થી 08:55 સુધી હોળિકાની પૂજા કરી શકાશે

2 મહિનો પહેલા
  • હોળીના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, ગુરુ અને શનિ પોતપોતાની રાશિઓ, એટલે કે ધન અને મકરમાં વિરાજમાન રહેશે
  • હોળિકાદહનનો સમયગાળો 28 માર્ચ, રવિવારે 6-40 મિનિટથી લઈને 8-55 મિનિટ સુધીનો રહેશે

હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમ તિથિએ દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઊજવવામાં આવે છે. પૂનમની રાતે હોળિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધુળેટી ઊજવાય છે. આ વર્ષે 28 માર્ચના રોજ હોળિકાદહન કરવામાં આવશે, જ્યારે 29 માર્ચે સવારે ધુળેટી ઊજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર અન્ય કારણોને લીધે ખાસ રહેશે. જ્યોતિષાચાર્યો પ્રમાણે આ વખતે હોળીના દિવસે 499 વર્ષ પછી ગ્રહોનો અદભુત સંયોગ બની રહ્યો છે. આ લેખમાં વધુ જાણો હોળીની પૂજા કઇ રીતે કરવી-ક્યારે કરવી અને પૂજાના મહત્ત્વ અંગે....

હોળીના દિવસે બનતો શુભ સંયોગઃ-
જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે, હોળીના દિવસે ચંદ્ર કન્યા રાશિમાં રહેશે, જ્યારે ગુરુ અને ન્યાયના દેવતા શનિ પોતપોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે. જ્યોતિષાચાર્ય પ્રમાણે, ગ્રહોનો આવો મહાસંયોગ 1521માં પણ બન્યો હતો. 499 વર્ષ પછી ફરી એકવાર હોળીના દિવસે આવો મહાસંયોગ બનશે.

હોળીના દિવસે ગુરુ અને શનિ પોતપોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે.
હોળીના દિવસે ગુરુ અને શનિ પોતપોતાની રાશિઓ એટલે ધન અને મકર રાશિમાં વિરાજમાન રહેશે.

હોળીની પૂજા કઇ રીતે કરવી અને ક્યારે કરવીઃ-
હોળીની પૂજા પહેલાં ભગવાન નરસિંહ અને પ્રહલાદની પૂજા કરવામાં આવે છે. પૂજા બાદ અગ્નિ સ્થાપના કરવામાં આવે છે એટલે કે, હોળી પ્રગટાવવામાં આવે છે. તે અગ્નિમાં પોત-પોતાના ઘરમાંથી હોલિકા સ્વરૂપે છાણા, લાકડા અથવા કોઇપણ લાકડાનો બનેલો જૂનો સામાન પ્રગટાવવામાં આવે છે. માન્યતા પ્રમાણે જો, ઘરમાં કોઇ નેગેટિવિટીનો પ્રવેશ થઇ ગયો હશે તો તે આ અગ્નિમાં બળી જશે.

હોળિકાદહનનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે.
હોળિકાદહનનો કુલ સમયગાળો 2 કલાક 19 મિનિટનો રહેશે.

પૂજાનું મહત્ત્વઃ-
ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોલિકા દહન માટે લગભગ એક મહિના પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. કાંટાદાર ઝાડીઓ અથવા લાકડાઓને એકઠાં કરવામાં આવે છે, પછી હોળીના દિવસે શુભ મુહૂર્તમાં હોળિકા દહન કરવામાં આવે છે. હોળિકા દહનમાં જવ અને ઘઉંના છોડ હોમવામાં આવે છે. શરીરમાં ઉબટન લગાવીને તેના અંશ પણ હોમવામાં આવે છે. આવું કરવાથી જીવનમાં આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ આવે છે.

ભદ્રાકાળમાં હોળિકા દહન અને પૂજા થતી નથીઃ-
હોળીની પૂજા પ્રદોષકાળ એટલે સાંજે કરવાનું વિધાન છે. હોળિકા દહન પૂર્ણિમા તિથિએ હોવાથી આ પર્વ ઉપર ભદ્રાકાળનો વિચાર કરવામાં આવે છે. ભદ્રાકાળમાં પૂજા અને હોળિકા દહન કરવાથી રોગ, શોક, દોષ અને વિપત્તિ આવે છે. આ વર્ષે ભદ્રા કાળ બપોરે લગભગ 1:38 સુધી રહેશે. એટલાં માટે સાંજે હોળિકા પૂજન અને દહન કરી શકાય છે.

ફાગણ સુદ આઠમથી હોળિકાદહન સુધી હોળાષ્ટક રહે છે.
ફાગણ સુદ આઠમથી હોળિકાદહન સુધી હોળાષ્ટક રહે છે.

ભદ્રાકાળ
સવારે 09:50 થી સવારે 10:51 સુધી ભદ્રાકાળ રહેશે, આ સમયે શુભ કાર્ય વર્જિત છે.

હોળિકા દહન અને પૂજા મુહૂર્ત
સાંજે 6:40 થી 08:55 સુધી

ધૂળેટી
29 માર્ચે માતા-પિતા સહિત બધા જ મોટા લોકોના પગમાં રંગ લગાવીને આશીર્વાદ લેવાં. તેનાથી પ્રેમ વધે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો