હોળીકા દહનના એક અઠવાડિયા પહેલાં હોળાષ્ટક શરૂ થશે. કાલે બુધવારે 9 માર્ચના રોજ આઠમ તિથિ શરૂ થશે. હોળીકા દહનના 8 દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સૂર્ય ઉદય સાથે તિથિની શરૂઆત થાય છે, એટલે 9 માર્ચથી શરૂ થતા હોળાષ્ટક 17 તારીખે હોળીકા દહન સાથે પૂર્ણ થઈ જશે. આ આખું સપ્તાહ હોળાષ્ટક દોષ હોવાના કારણે બધા શુભ કામ અટકી જશે.
હોળાષ્ટકમાં તિથિ વધવી શુભ
પુરૂના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે આ વખતે હોળાષ્ટકમાં નોમ તિથિમાં વધારો થશે. જ્યોતિષ ગ્રંથોમાં હોળાષ્ટકને દોષ માનવામાં આવે છે, જેમાં લગ્ન, ગૃહ પ્રવેશ, નિર્માણ કાર્ય વગેરે થઈ શકશે નહીં. જ્યોતિષમાં તિથિનું વધારે હોવું શુભ માનવામાં આવે છે. એટલે હોળાષ્ટકમાં નોમ તિથિના વધવાથી દોષ અને અશુભ અસરમાં ઘટાડો આવશે.
ખરીદી થઈ શકશે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે કોઈપણ કામ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે, તો તેનું ઉત્તમ ફળ મળે છે. અશુભ મુહૂર્તમાં કરવામાં આવતા કાર્યોથી કષ્ટ અને હાનિ થવાની શક્યતાઓ રહે છે. તેમણે જણાવ્યું કે હોળાષ્ટકમાં શુભ કાર્યો વર્જિત રહે છે પરંતુ લેવડ-દેવડ, રોકાણ અને ખરીદી કરી શકાશે. 18 માર્ચના રોજ હોળી ઉત્સવ અને 22મીએ રંગપંચમી ઊજવવામાં આવશે.
15 માર્ચથી ખરમાસ શરૂ થશે
કાશી વિદ્વત પરિષદના મહામંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે 14 માર્ચથી સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, જે 14 એપ્રિલ સુધી રહેશે. સૂર્યના રાશિ બદલવાથી ખરમાસની શરૂઆત થઈ જશે. સૂર્યના મીન રાશિમાં રહેતા લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન સહિત કોઈપણ શુભ સંસ્કાર કરી શકાતા નથી. એટલે હવે 14 એપ્રિલ પછી લગ્ન શરૂ થશે. આ સિવાય લગ્ન મુહૂર્ત 17 એપ્રિલના રોજ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.