માન્યતા:9 માર્ચથી હોળાષ્ટક શરૂ થશે અને 18 માર્ચે હોળી ઉજવાશે, આ દિવસોમાં શુભકામ કરવામાં આવતા નથી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 ગુરુવાર અને શુક્રવાર હોવાથી ગ્રહોનું પ્રભુત્વ રહેશે: જ્યોતિષી
  • 11 માર્ચે ફાગણ સુદ નોમ, 17 માર્ચે હોળિકાદહન કરાશે

ફાગણ મહિનાનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 11 માર્ચે ફાગણ સુદ નોમની વૃદ્ધિ થશે, જ્યારે 21 માર્ચના રોજ ફાગણ વદ ચોથનો ક્ષય થશે. 17 માર્ચે ગુરુવારે સાંજે હુતાશની હોલિકા દહન કરાશે. જ્યારે 18 માર્ચે ધુળેટીનો ઉત્સવ મનાવાશે. ધૂળેટી નિમિત્તે દેવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરાશે. 9 માર્ચથી 18 સુધી હોળાષ્ટક (સામી હોળી કે સામી ઝાળ) રહેશે, જેથી આ સમયમાં તમામ શુભ-માંગલિક કાર્યો કરી શકાશે નહીં.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, ફાગણ માસનો તુલા લગ્ન ઉદિતથી પ્રારંભ થશે. આ માસમાં પાંચ ગુરુવાર અને શુક્રવાર આવે છે. આથી ગુરુ અને શુક્ર ગ્રહનું વિશેષ પ્રભુત્વ બનશે. લગ્નેશ શુક્ર ચોથા ભાવમાં રહેવાથી પ્રજાની સુખાકારીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે બીજા ભાવમાં વૃશ્વિક રાશિનો કેતુ રહેવાથી બચતમાં ઘટાડો અને ખર્ચામાં વધારો થવાની શક્યતા છે. ચોથા ભાવે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ ગ્રહ બિરાજમાન રહેવાથી જમીન, મકાન અને મિલકતના સોદા વધી શકે છે. જ્યારે ગ્રહ ગોચરમાં ગુરુ અસ્તનો ચાલતો હોવાથી નાણાકીય વ્યવહારો ખોરંભાઈ શકે છે. શેરબજારમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હોળાષ્ટક એટલે હોળી પહેલાના આઠ દિવસ. માન્યતા છે કે અસુર હિરણ્યકશ્યપે આ આઠ દિવસમાં જ ભક્ત પ્રહલાદને અનેક પ્રકારના કષ્ટ આપ્યાં હતાં. આ દિવસોમા નવા ઘરમાં પ્રવેશ, લગ્ન, મુંડન, નવા વેપારની શરૂઆત કરવાથી બચવું જોઈએ.

હોળાષ્ટક એટલે હોળી પહેલાના આઠ દિવસ. માન્યતા છે કે અસુર હિરણ્યકશ્યપે આ આઠ દિવસમાં જ ભક્ત પ્રહલાદને અનેક પ્રકારના કષ્ટ આપ્યાં હતાં.
હોળાષ્ટક એટલે હોળી પહેલાના આઠ દિવસ. માન્યતા છે કે અસુર હિરણ્યકશ્યપે આ આઠ દિવસમાં જ ભક્ત પ્રહલાદને અનેક પ્રકારના કષ્ટ આપ્યાં હતાં.

હોળાષ્ટકમાં મંત્રજાપ, તપ અને ધ્યાન ચોક્કસ કરવું જોઈએ

  • હોળાષ્ટકનો સમય જાપ, તપ અને ધ્યાન કરવા માટે ખૂબ જ સારો માનવામાં આવે છે. આ દિવસોમાં જ ભક્ત પ્રહલાદે ભગવાન વિષ્ણુની અતૂટ ભક્તિ કરી હતી. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપે પોતાના પ્રહલાદ ઉપર અનેક અત્યાચાર કર્યા, અનેકવાર તેને મારવાની કોશિશ કરી, પરંતુ દરેક વખતે વિષ્ણુજીની કૃપાથી તેના પ્રાણ બચી ગયાં.
  • આ દિવસોમાં ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. જો તમે શિવજીના ભક્ત છો તો શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો
  • હનુમાનજીના ભક્ત છો તો હનુમાન મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  • આ દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલની પણ ખાસ પૂજા કરવી જોઈએ. દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો.
  • હોળાષ્ટકના દિવસોમાં નકારાત્મકતા વધારે સક્રિય થાય છે. આ કારણે આપણાં વિચારોમાં પણ નકારાત્મકતા વધી જાય છે. હોળાષ્ટકમાં મનને શાંત અને પોઝિટિવ રાખવા માટે ધ્યાન કરો અને ભગવાનનું ધ્યાન કરશો તો જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.