પરંપરા:9 માર્ચથી હોળાષ્ટક; લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કામ આ દિવસ પહેલાં જ કરી લેવા જોઈએ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 17 માર્ચના રોજ હોલિકા દહન થશે. તેના આઠ દિવસ પહેલાં એટલે 9મી માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ જશે. હોળાષ્ટકમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કામ કરવામાં આવતા નથી. જો તમે આવું જ કોઈ શુભ કામ કરવા ઇચ્છો છો તો 9 માર્ચ પહેલાં કરી લેવા જોઈએ. આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરવી જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી ફાગણ પૂર્ણિમા સુધી હોળાષ્ટક રહે છે. હોલિકા દહન પછી હોળાષ્ટક પૂર્ણ થઈ જાય છે. આ આઠ દિવસોમાં શુભ કાર્યો વર્જિત રહે છે, પરંતુ આ આઠ દિવસ પૂજા-પાઠ અને ધ્યાન માટે શુભ માનવામાં આવે છે.

14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે પછી માંગલિક કાર્યો શરૂ કરી શકાશે
14 એપ્રિલના રોજ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે પછી માંગલિક કાર્યો શરૂ કરી શકાશે

હોળાષ્ટક પછી માંગલિક કાર્યો ક્યારે શરૂ કરી શકાય છે?
સોમવાર, 14 માર્ચના રોજ સૂર્ય મીન રાશિમાં જતો રહેશે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશથી અધિક માસ શરૂ થઈ જશે. સૂર્ય જ્યારે ગુરુ ગ્રહની ધન કે મીન રાશિમાં રહે છે ત્યારે અધિક માસ માનવામાં આવે છે. જ્યોતિષની માન્યતા છે કે સૂર્ય જ્યારે ગુરુ ગ્રહની રાશિમાં રહે છે ત્યારે સૂર્યદેવ ગુરુની સેવામાં રહે છે. સૂર્ય પંચદેવોમાંથી એક છે અને તેમની પૂજા દરેક શુભ કામમાં જરૂરી હોય છે. સૂર્ય ગુરુ ગ્રહની સેવામાં રહે છે જેથી તેઓ માંગલિક કાર્યોમાં હાજર રહી શકતા નથી. આ કારણે અધિક માસમાં લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત રહેતા નથી. સૂર્ય 14 માર્ચથી 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. 14 એપ્રિલના રોજ આ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ફરીથી માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે.

હોળાષ્ટકમાં મંત્રજાપ અને ધ્યાન કરો
હોળાષ્ટક સમયે વાતાવરણમાં વધારે ઠંડી રહેતી નથી કે ગરમી પણ રહેતી નથી. આ સમય વાતાવરણમાં પરિવર્તનનો છે. ઠંડીની ઋતુ જશે અને ગરમી આવી રહી છે. એવામાં મોટાભાગના લોકોનું મન કામમાં લાગશે નહીં. આ કારણે હોળાષ્ટકના દિવસોમાં ધ્યાન કરવું સૌથી વધારે ફાયદાકારક રહે છે. ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે. આ દિવસોમાં કરવામાં આવતા જાપ અને પૂજા-પાઠથી ભક્તની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે.