તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Vrat Teej Tyohar February 2nd Week 2021 | Shattila Ekadashi, Til Dwadashi, Shiva Chaturdashi, Mauni Amavasya, Kumbh Sankranti

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિથિ-તહેવારનું સપ્તાહ:7 થી 13 ફેબ્રુઆરી સુધી દરેક દિવસ વ્રત-તહેવાર રહેશે, આ સપ્તાહ મૌની અમાસ અને ગુપ્ત નોરતા પણ આવશે

2 મહિનો પહેલા
  • આજે ષટતિલા એકાદશીથી શરૂ થઇને શનિવારે મહા મહિનાની બીજ તિથિએ આ સપ્તાહ પૂર્ણ થશે

ફેબ્રુઆરીનું બીજું સપ્તાહ તિથિ-તહેવારનું રહેશે. આ સપ્તાહ દરરોજ કોઇને કોઇ વ્રત કે તહેવાર રહેશે. 7 ફેબ્રુઆરી, રવિવારે ષટતિલા એકાદશીથી આ સપ્તાહ શરૂ થશે અને 13 તારીખ, શનિવારે મહા મહિનાના સુદ પક્ષની બીજથી પૂર્ણ થશે. આ દિવસોમાં તલ બારસ, ભૌમ પ્રદોષ, શિવ ચૌદશ, મૌની અમાસ, કુંભ સંક્રાંતિ સાથે ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. આ પ્રકારે સપ્તાહમાં 3 પર્વ અને 4 દિવસ વ્રત રહેશે.

આ સપ્તાહ ષટતિલા એકાદશી અને તલ બારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત રાખવામાં આવશે. ભૌમ પ્રદોષ અને શિવ ચૌદશના દિવસે ભગવાન શિવજીની પૂજા તલના તેલનો દીવો પ્રગટાવીને કરવામાં આવે છે. તે પછી મૌની અમાસના દિવસે તલનું દાન અને તીર્થ સ્નાન કરવાની પરંપરા છે. આ પર્વમાં તલનો ઉપયોગ કરીને પિતૃઓને સંતુષ્ટ કરવા માટે તર્પણ કરવામાં આવે છે. તેના બીજા દિવસે કુંભ સંક્રાંતિ સાથે ગુપ્ત નવરાત્રિ શરૂ થશે. આ પર્વમાં તલનું દાન કરવાની પરંપરા છે. ત્યાં જ, શનિવારે સાંજે માઘી બીજના દિવસે સાંજે ચંદ્રના દર્શન કરવામાં આવે છે. આ દિવસે વ્રત રાખીને ચંદ્રની પૂજા પણ કરવામાં આવે છે. બ્રહ્માંડ પુરાણ પ્રમાણે આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે.

1. ષટતિલા એકદાશી(7 ફેબ્રુઆરી, રવિવાર)- પદ્મ પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ છે. આ દિવસે 6 પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. મહાભારત અને પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ તલના તેલનું ઉબટન, તલ મિક્સ કરેલાં પાણીથી સ્નાન, તલનું ભોજન, તલથી હવન અને તર્પણ કરવાની સાથે જ તલનું દાન કરવાનું હોય છે.

2. તલ બારસ (8 ફેબ્રુઆરી, સોમવાર)- વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પોષ મહિનાના વદ પક્ષની બારસ તિથિએ ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવી જોઇએ. પછી તલનો નૈવેદ્ય ધરાવીને તેનો પ્રસાદ લેવામાં આવે છે. આ દિવસે તલનું દાન પણ કરવું જોઇએ. આ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ જ છે. એટલે તેનું મહત્ત્વ વધી જાય છે.

3. ભોમ પ્રદોષ (9 ફેબ્રુઆરી, મંગળવાર)- મંગળવારે તેરસ તિથિ હોવાથી ગ્રંથોમાં તેને ભોમ પ્રદોષ કહેવામાં આવે છે. શિવ પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંગળવારે આવતા પ્રદોષ વ્રતમાં શિવજીની પૂજા અને વ્રત કરવાથી મનોકામના તો પૂર્ણ થાય જ છે. તેનાથી બીમારીઓ દૂર થવા લાગે છે અને દુશ્મનો ઉપર વિજય પણ મળે છે.

4. શિવ ચૌદશ (10 ફેબ્રુઆરી, બુધવાર)- આ તિથિના સ્વામી ભગવાન શિવ છે. શિવ પુરાણમાં આ વ્રત અંગે જણાવવામાં આવ્યું છે કે દરેક મહિનામાં આવતી વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ હોય છે. આ દિવસે શિવજીની પૂજામાં તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. આવું કરવાથી દરેક પ્રકારના દોષ અને પરેશાનીઓ દૂર થાય છે.

5. મૌની અમાસ (11 ફેબ્રુઆરી, ગુરુવાર)- પુરાણોમાં પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે તલનો ઉપયોગ કરીને તર્પણ કરવામાં આવે છે. જેનાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે. સાથે જ આ પર્વમાં પ્રયાગ કે અન્ય તીર્થમાં સ્નાન કરવામાં આવે તો જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ દિવસે કરવામાં આવતા તલના દાનથી અક્ષય પુણ્ય મળે છે.

6. કુંભ સંક્રાંતિ, ગુપ્ત નવરાત્રિ (12 ફેબ્રુઆરી, શુક્રવાર)- કુંભ સંક્રાંતિ ઉત્તરાયણનો બીજો સંક્રંતિ પર્વ છે. આ દિવસે સૂર્ય મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ સંક્રાંતિના પુણ્યકાળમાં તલનું દાન કરવાથી નિરોગી રહેવાય છે. આ દિવસે ગુપ્ત નવરાત્રિ પણ શરૂ થઇ રહી છે જે 21 ફેબ્રુઆરી સુધી રહેશે. આ દરમિયાન દસ મહાવિદ્યાઓ તરીકે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે.

7. માઘી બીજ (13 ફેબ્રુઆરી, શનિવાર)- મહા મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ ચંદ્ર પોતાની બીજી કળામાં હોય છે. જેને ગ્રંથોમાં સુમતિ, મનદા, પ્રાણમયા, ભૂ અને શ્રધા કહેવામાં આવે છે. પોતાના આ નામ પ્રમાણે આ દિવસે ચંદ્રને જોવાથી મનમાં સારા વિચારો આવે છે. પ્રાણવાયુ વધે છે અને નિરોગી રહેવાથી લાંબી ઉંમર પણ મળે છે. બ્રહ્માંડ પુરાણમાં આ દિવસે વ્રત કરવાનું વિધાન પણ છે. આ દિવસે ચંદ્રની પૂજા, વ્રત અને દર્શન કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પણ મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો