9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. શ્રાવણનો પહેલો સોમવાર 9 ઓગસ્ટના રોજ રહેશે. તે પછી શિવ પૂજાનો બીજો ખાસ દિવસ 15 ઓગસ્ટ, સોમવાર, તે પછી 20 ઓગસ્ટે શ્રાવણનું પહેલો પ્રદોષ વ્રત રહેશે. આ બંને દિવસ શિવપૂજા માટે ખાસ માનવામાં આાવે છે. આ તિથિઓમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા-આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. ત્યાં જ, ચાતુર્માસના કારણે હવે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજા-પાઠ ચાલતા રહેશે. શ્રાવણ મહિનામાં આ વખતે દર બીજા-ત્રીજા દિવસે કોઈને કોઈ પર્વ, વ્રત કે શુભ તિથિ રહેશે.
સૃષ્ટિને શિવજી સંભાળે છે એટલે શ્રાવણ મહિનો ખાસ છેઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રએ જણાવ્યું કે દેવપોઢી એકાદશીથી આવતા ચાર મહિના સુધી લગ્ન અને અન્ય શુભ કામ થઈ શકશે નહીં. તેનું કારણ જણાવતાં શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીથી ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં યોગ નિદ્રામાં રહે છે. આ દરમિયાન ભગવાન શિવ સૃષ્ટિને સંભાળવાનું કામ કરે છે. એટલે પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ પૂજાનું વિધાન છે.
શિવ પૂજા-આરાધનાની ખાસ તિથિઓઃ-
શ્રાવણ મહિનાના ખાસ દિવસઃ-
તારીખ અને વાર | તિથિ-તહેવાર, વ્રત-પર્વ અને ખાસ તિથિઓ |
9 ઓગસ્ટ, સોમવાર | શ્રાવણનો પહેલો સોમવાર |
10 ઓગસ્ટ, મંગળવાર | મંગળા ગૌરી પૂજન |
12 ઓગસ્ટ, ગુરુવાર | વિનાયક ચોથ |
13 ઓગસ્ટ, શુક્રવાર | નાગ પાંચમ |
14 ઓગસ્ટ, શનિવાર | શીતળા સાતમ |
18 ઓગસ્ટ, બુધવાર | પવિત્રા એકાદશી |
20 ઓગસ્ટ, શુક્રવાર | પ્રદોષ વ્રત |
22 ઓગસ્ટ, રવિવાર | રક્ષાબંધન |
25 ઓગસ્ટ, બુધવાર | બોળચોથ |
27 ઓગસ્ટ, શુક્રવાર | નાગ પાંચમ |
28 ઓગસ્ટ, શનિવાર | રાંધણ છઠ્ઠ |
29 ઓગસ્ટ, રવિવાર | શીતળા સાતમ |
30 ઓગસ્ટ, સોમવાર | જન્માષ્ટમી |
31 ઓગસ્ટ, મંગળવાર | નંદ મહોત્સવ |
3 સપ્ટેમ્બર, શુક્રવાર | અજા એકાદશી |
5 સપ્ટેમ્બર, રવિવાર | પ્રદોષ વ્રત |
6 સપ્ટેમ્બર, સોમવાર | સોમવતી અમાસનો યોગ |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.