તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Teej Tyohar 25th June 24 July 2021 Dates | Vrat Upavas Teej Tyohar Parva Important Days; Ratha Yatra Festival, Devshayani Ekadashi 2021, Ashadha Gupt Navratri, Guru Purnima 2021

વ્રત-તહેવારનું કેલેન્ડર:11 જુલાઈથી અષાઢ મહિનો શરૂ થશે, આ દિવસોમા ગુપ્ત નોરતા અને દેવશયની એકાદશી આવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેઠ વદથી અષાઢ સુદ સુધીમાં કર્ક સંક્રાંતિ આવશે, આ દિવસોમાં સૂર્ય કર્ક રાશિમાં આવી ગયા પછી દક્ષિણાયનની શરૂઆત થશે

આજથી જેઠ વદ શરૂ થઈ ગયો છે જે 10 જુલાઈ સુધી રહેશે. તે પછી 11 જુલાઈથી અષાઢ મહિનો શરૂ થશે. અષાઢ મહિનામાં અનેક તહેવાર આવશે. આ મહિને ભડલી નોમ અને દેવશયન જેવા 10 મોટા વ્રત અને પર્વ રહેશે. તેમાં હરિહારિણી અમાસ, ગુપ્ત નોરતા, ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવ અને ગુરુ પૂર્ણિમા જેવા તહેવાર આવશે. અષાઢ મહિનામાં જ સૂર્ય કર્ક સંક્રાંતિ રહેશે. એટલે સૂર્ય મિથુન રાશિમાંથી કર્કમા આવી જશે અને દક્ષિણાયનની શરૂઆત થશે. દક્ષિણાયનના 6 મહિના દેવતાઓની રાતનો સમય માનવામાં આવે છે.

જેઠ વદ અને અષાઢ સુદના તિથિ-તહેવાર અને પર્વઃ-

યોગિની એકાદશીઃ- 5 જુલાઈના રોજ જેઠ વદ પક્ષની એકાદશી રહેશે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતાર અને યોગીરાજ શ્રીકૃષ્ણની પૂજા કરવાની પરંપરા છે.

હલહારિણી અમાસઃ- 9 જુલાઈએ જેઠ મહિનાની અમાસ છે. તેને હલહારિણી અમાસ પણ કહેવામાં આવે છે. આ પર્વમાં સ્નાન-દાન સાથે પિતૃઓનું શ્રાદ્ધ કરવાની પરંપરા છે. સાથે જ આ દિવસે ધરતી દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ગુપ્ત નોરતાઃ- 11 જુલાઈથી ગુપ્ત નોરતા શરૂ થશે. તેમા સાધનાનું વિશેષ મહત્ત્વ રહેશે. ભક્ત તંત્ર, મંત્ર સાધના કરશે.

રથયાત્રા મહોત્સવઃ- 12 જુલાઈના રોજ રથ યાત્રા મહોત્સવ ઊજવવામાં આવશે. ભગવાન જગન્નાથજીની યાત્રા કાઢવામા આવશે. આ દિવસે પુષ્ય નક્ષત્રનો સંયોગ પણ રહેશે.

આ વખતે મંગળવાર હોવાથી તે અંગારકી ચોથ રહેશે
આ વખતે મંગળવાર હોવાથી તે અંગારકી ચોથ રહેશે

વિનાયક ચોથ વ્રતઃ- 13 જુલાઈના રોજ ગણેશજી માટે વ્રત રાખવાની તિથિ વિનાયક ચોથ ઊજવવામાં આવશે. આ વખતે મંગળવાર હોવાથી તે અંગારકી ચોથ રહેશે.

કર્ક સંક્રાંતિઃ- 16 જુલાઈના રોજ સૂર્ય મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવી જશે. આ દિવસે દક્ષિણાયનની શરૂઆત પણ માનવામાં આવે છે. આ પર્વમાં સ્નાન-દાન અને સૂર્ય પૂજા કરવાની પરંપરા છે.

ભડલી નોમઃ- 18 જુલાઈના રોજ ભડલી નોમ રહેશે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત થોડા રાજ્યોમાં આ તિથિ લગ્ન અને બધા જ માંગલિક કાર્યો માટે વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે.

20 જુલાઈના રોજ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતાં રહે છે અને પછી દેવઉઠની એકાદશીએ જાગે છે
20 જુલાઈના રોજ ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતાં રહે છે અને પછી દેવઉઠની એકાદશીએ જાગે છે

દેવશયની એકાદશીઃ- 20 જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. આ અંગે માન્યતા છે કે આ તિથિથી ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જતાં રહે છે અને પછી દેવઉઠની એકાદશીએ જાગે છે. આ દિવસથી ચાતુર્માસ પણ શરૂ થઈ જશે. આ ચાર મહિનામાં માંગલિક અને શુભ કાર્ય વર્જિત રહે છે.

વામન બારસઃ- 21 જુલાઈના રોજ ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખીને વામન અવતારની પૂજા કરવામાં આવે છે. ભગવાનના આ અવતારની કથા પાતાળના રાજા બલિ સાથે જોડાયેલી છે. એટલે દક્ષિણ ભારતમાં આ દિવસે રાજા બલિની પણ પૂજા કરવાંમાં આવે છે.

ગુરુ પૂર્ણિમાઃ- 24 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા રહેશે. આ તિથિએ અષાઢ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થશે અને 25મીથી વદ પક્ષની શરૂઆત થઈ જશે.