તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Panchang Vrat Tyohar July 2021 Calendar | July Month Religious Festivals Calendar, Hindu Tyohar Panchang, Devshayani Ekadashi Gupt Navratri Jagannath Rath Yatra Date And Time

જુલાઈના તહેવારનું કેલેન્ડર:આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે, 11મીએ ગુપ્ત નોરતા શરૂ થશે અને 24મીએ ગુરુ પૂર્ણિમા રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહિને 20 જુલાઈથી ચાતુર્માસ શરૂ થશે અને 25મીએ હિંડોળા શરૂ થશે

આ મહિને 17 દિવસ વ્રત-તહેવાર રહેશે. જુલાઈમાં હિંદુ કેલેન્ડરનો અષાઢ મહિનો પણ શરૂ થશે. જેમાં સ્નાન-દાન અને વ્રત-પૂજા કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. અષાઢ મહિનો 8 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. તેના બીજા દિવસથી શ્રાવણ મહિનો શરૂ થઈ જશે. જુલાઈમાં ગુપ્ત નોરતા, જગન્નાથ રથયાત્રા અને ગુરુ પૂર્ણિમા જેવા મોટા પર્વ આવવાથી તેનું મહત્ત્વ અને પ્રભાવ વધી ગયું છે.

જુલાઈમાં કર્ક સંક્રાંતિએ દક્ષિણાયન શરૂ થશેઃ-
આ મહિને કર્ક સંક્રાંતિ પણ રહેશે. એટલે સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવાની સાથે જ દક્ષિણાયન શરૂ થઈ જાય છે. પુરાણોમાં તેને દેવતાઓની રાતનો સમય કહેવામાં આવે છે. આ મહિને દેવશયની એકાદશી પણ આવશે. એટલે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં સૂવે છે અને ચાર મહિના પછી જાગે છે. એટલે તેને ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. આ દિવસોમાં શુભ કામ કરવામાં આવતા નથી.

જુલાઈમાં સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવાની સાથે જ દક્ષિણાયન શરૂ થઈ જાય છે
જુલાઈમાં સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવાની સાથે જ દક્ષિણાયન શરૂ થઈ જાય છે

2 જુલાઈએ પહેલું અને 30મીએ મહિનાનું છેલ્લું વ્રતઃ-
આ મહિને 2 જુલાઈના રોજ શીતળાષ્ટમી, 5મીએ યોગિની એકાદશી, 7મીએ પ્રદોષ વ્રત, 8મીએ શિવ ચૌદશ એટલે માસિક શિવરાત્રિ વ્રત રહેશે અને 9મીએ અમાસ સાથે જ જેઠ મહિનાનો વદ પક્ષ પૂર્ણ થશે. તેના પછી 11 જુલાઈએ ગુપ્ત નોરતા શરૂ થશે. સાથે જ અષાઢ મહિનો પણ શરૂ થઈ જશે. તેમાં 13 જુલાઈએ વિનાયક ચોથ, 16મીએ કર્ક સંક્રાંતિ, 18મીએ ભડલી નોમનું વણજોયુ મુહૂર્ત અને 20 જુલાઈએ દેવશયની એકાદશી રહેશે.

તે પછી પ્રદોષ, મંગળા તેરસ અને ગુરુ પૂર્ણિમા વ્રત આવશે. આ મહિનાના છેલ્લાં સપ્તાહમા જયા પાર્વતી વ્રત અને હિંડોળા પ્રારંભ થશે.

જગન્નાથ રથયાત્રા- આ દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થશે. જોકે, આ વખતે પણ ભક્તો વિના જ યાત્રા થશે.
જગન્નાથ રથયાત્રા- આ દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થશે. જોકે, આ વખતે પણ ભક્તો વિના જ યાત્રા થશે.

જુલાઈના તિથિ-તહેવારઃ-

  • 2 જુલાઈઃ શીતળાષ્ટમી- શીતળાષ્ટમી પર્વને બસોરા અથવા બસોડ પણ કહેવામાં આવે છે.
  • 5 જુલાઈઃ યોગિની એકાદશી- યોગિની એકાદશીના દિવસે કરવામાં આવતા પૂજા-પાઠનું જલ્દી જ ફળ મળે છે. સ્કંદ પુરાણ પ્રમાણે અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવી જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપવાનું પણ વિશેષ મહત્ત્વ છે.
  • 9 જુલાઈઃ હલહારિણી અમાસ- આ શ્રાદ્ધ, દાન પુણ્યની અમાસ પણ છે.
  • 11 જુલાઈઃ ગુપ્ત નોરતા- અષાઢ મહિનાનો સુદ પક્ષ શરૂ થશે અને આ દિવસે ગુપ્ત નોરતા પણ શરૂ થશે, જે 18 જુલાઈ સુધી ચાલશે.
  • 12 જુલાઈઃ જગન્નાથ રથયાત્રા- આ દિવસે ભગવાન જગન્નાથ રથયાત્રા શરૂ થશે. જોકે, આ વખતે પણ ભક્તો વિના જ યાત્રા થશે.
  • 20 જુલાઈઃ દેવશયનિ એકાદશી- આ દિવસથી ચાતુર્માસ શરૂ થઈ જશે. તેને દેવશયનિ એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસથી દેવ સૂઈ જશે અને ચાર મહિના માટે બધા પ્રકારના માંગલિક અને શુભ કાર્યો બંધ રહેશે.
  • 21 જુલાઈઃ વામન બારસ- પ્રદોષ વ્રતના દિવસે વામન બારસ અને વાસુદેવ બારસ રહેશે.
  • 24 જુલાઈઃ ગુરુ પૂર્ણિમા- વ્રતની પૂનમ રહેશે. આ દિવસે વેદ વ્યાસજીની પૂજા થશે.
  • 25 જુલાઈઃ જયા પાર્વતી વ્રત જાગરણ અને હિંડોળા શરૂ થશે.
  • 27 જુલાઈઃ અંગારક ચોથ- મંગળવારે ચોથ તિથિ હોવાથી આ દિવસે અંગારક ચોથની પૂજા અને વ્રત કરવામાં આવશે.