તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Panchang Jyaistha Month 2021 Calendar | June Month Religious Festivals Calendar, Hindu Tyohar Panchang, Ekadashi Shani Jayanti Surya Grahan Date And Time

વ્રત-તહેવાર:વૈશાખ મહિનાના વદ પક્ષના છેલ્લાં દિવસોમાં એકાદશીથી અમાસ સુધી સતત 5 દિવસ મોટા તિથિ-તહેવાર રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 જૂનના રોજ વૈશાખ અમાસના દિવસે શનિ જંયતિ પર્વ ઊજવાશે

વૈશાખ મહિનાના વદ પક્ષમાં નારદ જયંતિ, સંકટ ચોથ, અપરા એકાદશી, વટ સાવિત્રી અને શનિ જયંતી જેવા મોટા તિથિ-તહેવાર આવે છે. તિથિઓની વધ-ઘટ હોવા છતાં વૈશાખ મહિનાના વદ પક્ષમાં 15 દિવસ જ રહેશે. જે 27 મેથી શરૂ થયો હતો અને 10 જૂનના રોજ પૂર્ણ થશે. વૈશાખ મહિનાના વદ પક્ષના છેલ્લાં 5 દિવસ સતત તિથિ-તહેવાર રહેશે. જે 6 જૂન, રવિવારે એકાદશી તિથિથી શરૂ થશે અને 10 જૂન, ગુરુવારે અમાસના દિવસે શનિ જંયતિ સાથે પૂર્ણ થઈ જશે. આ 5 દિવસ વ્રત-ઉપવાસ, પૂજા-પાઠ અને સ્નાન-દાનની દૃષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસોમાં કરવામાં આવેલ ધાર્મિક કાર્યોમાં અનેક ગણુ પુણ્ય મળશે.

અચલા એકાદશી(6 જૂન, રવિવાર)- વૈશાખ મહિનાના વદ પક્ષની આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે પીપળા અને તુલસીની પણ વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી અનેક યજ્ઞનું ફળ મળે છે.

સોમ પ્રદોષ(7 જૂન, સોમવાર)- સોમવારનો દિવસ શિવપૂજા માટે વિશેષ રહે છે. આ દિવસે વદ પક્ષનું પ્રદોષ વ્રત રહેશે. જે સોમ પ્રદોષનો શુભ સંયોગ બનાવી રહ્યું છે. આ તિથિએ શિવપૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

શિવ ચૌદશ(8 જૂન, મંગળવાર)- દર મહિને વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઈ જાય છે અને દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

લિંગ વ્રત (9 જૂન, બુધવાર)- આ દિવસે પણ ચૌદશ તિથિ રહેશે. એટલે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા સાથે લિંગ વ્રત કરવામાં આવે છે. જેમાં ભોળાનાથની પૂજા સાંજે કરવામાં આવે છે. જેમાં લોટનું શિવલિંગ બનાવીને પંચામૃત અને બીલીપાનથી વિશેષ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી ઉંમર, ઐશ્વર્ય અને દરેક પ્રકારનું સુખ વધે છે.

વટ સાવિત્રી અને શનિ જયંતિ(10 જૂન, ગુરુવાર)- વૈશાખ મહિનાની અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ વડના ઝાડની પૂજા સાથે સત્યવાન અન સાવિત્રીની પૂજા પણ કરે છે. જેમાં તેમનું સૌભાગ્ય અને પતિની ઉંમર વધે છે. આ દિવસે શનિદેવનો જન્મ ઊજવવામાં આવે છે. એટલે શનિદોષથી છુટકારો મેળવવા માટે આ અમાસના દિવસે શનિદેવની વિશેષ પૂજા અને તેમને તલ ચઢાવવાની પરંપરા છે.