તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ સપ્તાહ પરણિતાઓ માટે ખાસ રહેશે:આ અઠવાડિયામાં 7માંથી 6 દિવસ સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર વ્રત-તહેવાર રહેશે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ દિવસોમા પ્રદોષ, વટ સાવિત્રી અને રંભા તીજ જેવા ખાસ તિથિ-તહેવાર આવશે

જૂન મહિનોનું બીજુ સપ્તાહ પરણિત મહિલાઓ માટે ખાસ રહેશે. આ સપ્તાહ 7માંથી 6 દિવસ સૌભાગ્ય અને સમૃદ્ધિ આપનાર તિથિ-તહેવાર રહેશે. આ સપ્તાહની શરૂઆત સોમ પ્રદોષથી થઈ રહી છે અને બીજા દિવસે માસિક શિવરાત્રિ એટલે શિવ ચૌદશ રહેશે. તે પછી બુધવારે લિંગ વ્રત કરવામાં આવશે. તેનો ઉલ્લેખ નારદ પુરાણમા કરવામાં આવ્યો છે. પછી ગુરુવારે વટ સાવિત્રી વ્રત કરવામાં આવશે. શુક્રવારે બીજ તિથિએ ચંદ્ર દર્શન વ્રત રાખવામાં આવશે. શનિવારે કોઈ તિથિ-તહેવાર નથી. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસોમાં રંભા તીજનું વ્રત કરવામાં આવશે.

સોમ પ્રદોષ (7 જૂન, સોમવાર)- સોમવાર શિવ પૂજા માટે વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પ્રદોષ વ્રત રહેશે. જે સોમ પ્રદોષનો શુભ સંયોગ બનાવી રહ્યું છે. આ તિથિએ શિવ પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થઈ જાય છે.

શિવ ચૌદશ(8 જૂન, મંગળવાર)- દર મહિને વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા અને વ્રત કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને દરેક પ્રકારના દોષ દૂર થાય છે.

લિંગ વ્રત(9 જૂન, બુધવાર)- આ દિવસે પણ ચૌદશ તિથિ રહેશે. એટલે નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા સાથે લિંગ વ્રત કરવામાં આવે છે. તેમાં ભોળાનાથની પૂજા સાંજે કરવામાં આવે છે. જેમાં લોટનું શિવલિંગ બનાવીને પંચામૃત અને બીલીપાનથી વિશેષ પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી ઉંમર, એશ્વર્ય અને દરેક પ્રકારનું સુખ વધે છે.

વટ સાવિત્રી અને શનિ જયંતિ (10 જૂન, ગુરુવાર)- વૈશાખ મહિનાની અમાસના દિવસે વટ સાવિત્રી વ્રત અને શનિ જયંતિ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે મહિલાઓ વડના ઝાડની પૂજા સાથે સત્યવાન અને સાવિત્રીની પૂજા પણ કરે છે. જેથી તેમનું સૌભાગ્ય અને પતિની ઉંમર વધે છે. આ દિવસે શનિદેવનો જન્મ ઊજવવામાં આવે છે. એટલે શનિ પ્રદોષથી છુટકારો મેળવવા માટે આ અમાસના દિવસે શનિદેવની વિશેષ પૂજા અને તેમને તેલ ચઢાવવાની પરંપરા છે. થોડા વિસ્તારોમા વટ સાવિત્રી વ્રત જેઠ મહિનાની પૂનમના દિવસે પણ કરવામાં આવે છે.

ચંદ્રદર્શન (11 જૂન, શુક્રવાર)- જેઠ મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ સવારે જલ્દી જાગીને સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના સાથે વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. પછી આખો દિવસ કશું જ ખાધા-પાણી પીધા વિના વ્રત કરવામાં આવે છે. સાંજે ચંદ્ર દર્શન અને પૂજા પછી પાણી પીધા બાદ વ્રત પૂર્ણ થાય છે. આ વ્રતમાં જળ દાનનું ખૂબ જ મહત્ત્વ છે. સાથે જ, ખીર, દૂધ અને માવાથી બનેલી મીઠાઈ ખાસ દાન કરવામાં આવે છે. નારદ પુરાણ પ્રમાણે આ વ્રત કરવાથી માનસિક અને શારીરિક પરેશાનીઓ દૂર થાય છે. ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આવે છે.

રંભા તીજ (13 જૂન, રવિવાર)- પરણિતા મહિલાઓ સૌભાગ્ય માટે આ વ્રત રાખે છે. આ વ્રતમાં ભગવાન શિવ-પાર્વતી સાથે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. રંભા તીજ કરવાથી મહિલાઓને સૌભાગ્ય મળે છે. પતિની ઉંમર વધે છે. સંતાન સુખ મળે છે. આ દિવસે વ્રત રાખવા અને દાન કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. રંભા તીજ કરનારી મહિલાઓ નિરોગી રહે છે. તેમની ઉંમર અને સુંદરતા બંને વધે છે. જે ઘરમાં આ વ્રત કરવામાં આવે છે. ત્યાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે.