દેવઉઠી એકાદશી:14 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે માત્ર 13 જ મુહૂર્ત રહેશે, 2022માં કુલ 55 મુહૂર્ત

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ લગ્ન માટેનું છેલ્લું શુભ મુહૂર્ત રહેશે, મે 2022માં સૌથી વધારે 14 દિવસ લગ્ન થઇ શકશે

દેવઉઠી એકાદશી તિથિ ભેદના કારણે અમુક જગ્યાએ 14 તો અમુક જગ્યાએ 15 નવેમ્બરના રોજ ઊજવવામાં આવશે. આ દિવસથી લગ્ન અને અન્ય માંગલિક કાર્યોનો સિલસિલો શરૂ થઇ જાય છે. લોક પરંપરા પ્રમાણે આ એકાદશીને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે, એટલે આ દિવસે દરેક પ્રકારના શુભ કામ થઇ શકે છે. નવેમ્બરમાં લગ્ન માટે દેવઉઠી એકાદશી સહિત માત્ર 7 જ દિવસ મુહૂર્ત છે. ત્યાં જ, ડિસેમ્બરમાં લગ્ન માટે 6 મુહૂર્ત રહેશે. 13 ડિસેમ્બર વર્ષનું છેલ્લું મુહૂર્ત રહેશે. ત્યાં જ, આવતાં વર્ષે પણ લગ્નની ધૂમ 20 જાન્યુઆરી પછી જ શરૂ થશે.

આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ લગ્ન માટેનું છેલ્લું શુભ મુહૂર્ત રહેશે, મે 2022માં સૌથી વધારે 14 દિવસ લગ્ન થઇ શકશે
આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ લગ્ન માટેનું છેલ્લું શુભ મુહૂર્ત રહેશે, મે 2022માં સૌથી વધારે 14 દિવસ લગ્ન થઇ શકશે

તુલસી વિવાહનો દિવસ
દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી શાલિગ્રામ વિવાહની પરંપરા છે, એટલે આ દિવસને વિવાહ માટે શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે કરવામાં આવતાં લગ્ન ક્યારેય તૂટતાં નથી અને દાંપત્ય સુધ હંમેશાં જળવાયેલું રહે છે. આ સિવાય અક્ષય તૃતીયા અને વસંત પંચમીને પણ વણજોયું મુહૂર્ત માનતા લગ્ન કરવામાં આવે છે.

હવે 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે
હવે 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે

2021 માં માત્ર 51 મુહૂર્ત હતા
2021માં લગ્ન માટે માત્ર 51 દિવસ હતા. 18 જાન્યુઆરીએ પહેલું મુહૂર્ત હતું. તે પછી ગુરુ અને શુક્ર ગ્રહના કારણે વર્ષના શરૂઆતના મહિનામાં લગ્ન થઇ શક્યાંનહીં. મકર સંક્રાંતિ પછી 19 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી ગુરુ તારો અસ્ત રહ્યો હતો. પછી 16 ફેબ્રુઆરીથી જ શુક્ર તારો 17 એપ્રિલ સુધી અસ્ત રહ્યો. આ કારણે લગ્નનું બીજુ મુહૂર્ત 22 એપ્રિલના રોજ આવ્યું હતું. તે પછી દેવશયન પહેલાં એટલે 15 જુલાઈ સુધી 37 દિવસ લગ્નના મુહૂર્ત રહ્યાં. હવે 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશીથી 13 ડિસેમ્બર સુધી લગ્ન માટે 13 દિવસ રહેશે.