તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Dharm darshan
 • Dharm
 • Hindu Calendar Sawan Somvar 2021 | Sawan Somvar Shubh Muhurat Puja Vidhi, Start Date And End Date | What To Do And What Not To Do During Sawan Somvar

હિંદુ કેલેન્ડર:9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ; આ વખતે 5 સોમવાર રહેશે, આખો મહિનો શિવજીની પૂજા માટે મહત્ત્વપૂર્ણ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ શિવપૂજા કરી શકો છો, મંદિરમાં કરવામાં આવતી પૂજા સમાન ફળ મળી શકશે

શિવજીની વિશેષ પૂજાનો મહિનો શ્રાવણ આ વખતે 9 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થઈને સોમવારના દિવસે જ પૂર્ણ થશે. આ વખતે શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવી રહ્યા છે.

શ્રાવણ મહિનામાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રતઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે. આ સિવાય અનેક શુભયોગ પણ આવશે. માન્યતા છે કે આ મહિનામાં કરવામાં આવતા સોમવારના વ્રતનું ફળ ખૂબ જ જલ્દી મળે છે. પરંતુ મહામારીના સંક્રમણથી બચવા માટે ઘરમાં જ ભગવાન શિવની પૂજા કરી શકાશે. ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ઘરમાં કરવામાં આવતી પૂજાનું ફળ મંદિરમાં કરવામાં આવતી પૂજા સમાન જ મળે છે. એટલે ઘરમાં રહેલી વસ્તુઓથી જ પૂજા કરવી જોઈએ.

ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે
ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણમાં 5 સોમવાર અને બે પ્રદોષ વ્રત રહેશે

શ્રાવણ મહિનાની પૂજાવિધિઃ-
ધર્મ શાસ્ત્રોના જાણકાર ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શ્રાવણ મહિનામાં સવારે જલ્દી જાગવું અને સાફ કપડા પહેરવા. તે પછી ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો. શિવલિંગ ઉપર જળ-દૂધ ચઢાવો. પછી ફૂલ, બીલીપાન, ધતૂરો અને અન્ય વસ્તુઓ ચઢાવીને આરતી કરવી. તે પછી નેવેદ્ય ધરાવો. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓનો જ ભોગ ધરાવવો જોઈએ. પૂજા-આરતી પછી શિવ મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

શ્રાવણ મહિનામાં શિવપૂજાના 8 ખાસ દિવસઃ-

 • પહેલો સોમવારઃ 9 ઓગસ્ટ
 • બીજો સોમવારઃ 16 ઓગસ્ટ
 • ત્રીજો સોમવારઃ 23 ઓગસ્ટ
 • ચોથો સોમવારઃ 30 ઓગસ્ટ
 • પાંચમો સોમવારઃ 6 સપ્ટેમ્બર
 • પ્રદોષ વ્રતઃ શ્રાવણમાં 20 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બરના પ્રદોષ વ્રત રહેશે
 • ચૌદશ તિથિઃ 21 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બર