તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:મહા મહિનામાં તીર્થ-સ્નાન અને તલ દાનથી પુણ્ય વધે છે, આ મહિનાના વ્રત અને તહેવાર પોઝિટિવિટી વધારે છે

એક મહિનો પહેલા
  • મહાભારત સહિત પદ્મ, સ્કંદ, ભવિષ્ય અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં મહા મહિનાના મહત્ત્વ વિશે જણાવવામાં આવ્યું છે

હિંદુ કેલેન્ડરનો મહા મહિનો 12 ફેબ્રુઆરીથી શરૂ થઇને 13 માર્ચ સુધી રહેશે. આ મહિનામાં અનેક મોટા વ્રત અને તહેવાર આવે છે. જેમાં તીર્થ સ્નાન, દાન અને પૂજા-પાઠ કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને પુણ્યફળ પણ મળે છે.

પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિનામાં જાપ, હોમ અને દાનનું વિશેષ મહત્ત્વ છે. આ ત્રણ વસ્તુઓને પોતાના રોજિંદા કાર્યોમાં સામેલ કરવાનું વિશેષ મહત્ત્વ છે. મહા મહિનામાં સૂર્યોદય પહેલાં સ્નાન, અનેક પ્રકારના દાન કરવાથી અને ભગવાન વિષ્ણુનું મનન કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે.

મહા મહિનાની પરંપરાઃ-
વ્રત અને પૂજાઃ- મહા મહિનામાં ભગવાન વિષ્ણુના વાસુદેવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. સાથે જ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવું જોઇએ. આ મહિને સૂર્યના ત્વષ્ટા સ્વરૂપની પૂજા કરવી જોઇએ. પુરાણોમાં જણાવ્યું છે કે આ મહિને ભગવાન કૃષ્ણ અને શિવજીની પૂજા પણ કરવી જોઇએ. શિવ પૂજામાં તલના તેલનો દીવો પ્રગટાવવાથી શારીરિક પરેશાનીઓ થતી નથી. ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિના દરમિયાન મંગળ અને ગુરુવારનું વ્રત કરવાથી વિશેષ ફળ મળે છે.

સ્નાન-દાનઃ મહાભારત અને અન્ય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. પરંતુ મહામારીના કારણે આવું ન કરી શકો તો ઘરના પાણીમાં જ ગંગાજળના થોડા ટીપા નાખીને નાહવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળે છે. સાથે જ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. તેનાથી અનેક જન્મોના પાપ દૂર થાય છે. આ મહિને તાંબાના વાસણમાં તલ ભરીને દાન કરવું જોઇએ.

વ્રત અને તહેવારઃ-મહા મહિનામાં આવતા વ્રત અને તહેવાર પોઝિટિવિટી વધારે છે. તેમાં ગુપ્ત નવરાત્રિ, વસંત પંચમી, એકાદશી, અમાસ અને પૂનમના અવસરે સ્નાન-દાન કરવાની પરંપરા છે. ઋષિ-મુનિઓની બનાવેલી આ પરંપરાઓથી એકબીજા સાથે પ્રેમ, સહયોગ, ત્યાગ, દયા અને સુખની ભાવના વધે છે.

મહા મહિનાના ખાસ તિથિ-તહેવાર

વ્રત અને તહેવારતારીખ
ગુપ્ત નવરાત્રિ12 થી 21 ફેબ્રુઆરી સુધી
વ્રસંત પંચમી16 ફેબ્રુઆરી, મંગળવાર
રથ સાતમ19 ફેબ્રુઆરી, શુક્રવાર
ભીષ્મ આઠમ20 ફેબ્રુઆરી, શનિવાર
જયા એકાદશી23 ફેબ્રુઆરી, મંગળવાર
મહા પૂનમ27 ફેબ્રુઆરી, શનિવાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો