તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Hindu Calendar December 4th Week 2020 Panchang: December 3rd Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસેમ્બરનું ચોથું સપ્તાહ:હિંદુ કેલેન્ડર પ્રમાણે આ સપ્તાહમાં એક જ મોટું વ્રત રહેશે, 25 તારીખે ગીતા જયંતી ઊજવવામાં આવશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે, આ સપ્તાહ મંગળ રાશિ બદલી રહ્યો છે અને ખરીદદારી અને નવું કામ શરૂ કરવા માટે 5 શુભ મુહૂર્ત રહેશે

હિંદુ કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બરનું ચોથું સપ્તાહ માગશર મહિનાની સાતમથી તેરસ તિથિ સુધી રહેશે. આ દરમિયાન ખરમાસ હોવાના કારણે માંગલિક કાર્યો માટે શુભ મુહૂર્ત નથી. ત્યાં જ, સપ્તાહની શરૂઆત નંદા સાતમથી થઇ રહી છે. સપ્તાહનો છેલ્લો દિવસ અનંગ તેરસ રહેશે. આ સપ્તાહ મોક્ષદા એકાદશી પણ છે. આ દિવસે ગીતા જંયતી પણ ઊજવવામાં આવશે. જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. આ સપ્તાહ ખરીદદારી માટે 5 શુભ મુહૂર્ત રહેશે. જેમાં વાહન, પ્રોપર્ટી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદદારી કરવામાં આવશે. સાથે જ કોઇપણ નવું કામ શરૂ કરવામાં આવી શકે છે. આ સપ્તાહ મંગળ રાશિ બદલીને મેષમાં પ્રવેશ કરશે. મંગળના રાશિ પરિવર્તનની શુભ-અશુભ અસર બધી જ રાશિઓ ઉપર પડશે.

21 થી 27 ડિસેમ્બર સુધીનું પંચાંગ

21 ડિસેમ્બર, સોમવાર - માગશર સુદ, સાતમ, નંદા સાતમ વ્રત

22 ડિસેમ્બર, મંગળવાર - માગશર સુદ, આઠમ

23 ડિસેમ્બર, બુધવાર - માગશર સુદ, નોમ

24 ડિસેમ્બર, ગુરુવાર - માગશર સુદ, દશમ

25 ડિસેમ્બર, શુક્રવાર - માગશર સુદ, એકાદશી, મોક્ષદા એકાદશી

26 ડિસેમ્બર, શનિવાર - માગશર સુદ, બારસ

27 ડિસેમ્બર, રવિવાર - માગશર સુદ, તેરસ, પ્રદોષ, અનંગ તેરસ

જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-

22 ડિસેમ્બર, મંગળવાર - સર્વાર્થસિદ્ધિ યોગ

23 ડિસેમ્બર, બુધવાર - રવિયોગ

24 ડિસેમ્બર, ગુરુવાર - સર્વાર્થસિદ્ધિ યોગ, રવિયોગ, મંગળનું રાશિ પરિવર્તન

26 ડિસેમ્બર, શનિવાર - ત્રિપુષ્કર યોગ

27 ડિસેમ્બર, રવિવાર - રવિયોગ, વાહન ખરીદદારી મુહૂર્ત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો